રવિના ટંડનથી વધારે સુંદર છે તેની દિકરી રાશા, તસ્વીરો જોઈને કહેશો કે માં ની કાર્બન કોપી છે

૯૦નાં દાયકામાં હિન્દી સિનેમામાં એવી ઘણી અભિનેત્રીઓ આવી છે, જેમણે પોતાના ઉત્તમ અભિનય અને અદ્ભુત સુંદરતાને કારણે ચાહકોના હૃદયમાં વિશેષ છાપ છોડી છે. તેની ફિલ્મો સુપરહિટ રહી હતી અને તે પોતાની સુંદરતાને લઈ પણ ચર્ચામાં રહી હતી. આવી જ એક મશહુર અભિનેત્રી છે રવિના ટંડન.
રવિના ટંડન હિન્દી સિનેમાની ખુબ જ સુંદર અને સફળ અભિનેત્રી છે. તેમણે ૯૦નાં દાયકામાં એક પછી એક ઘણી સફળ ફિલ્મો આપી. રવિના ટંડને વર્ષ ૨૦૦૪માં ઉદ્યોગપતિ અનિલ થદાની સાથે લગ્ન કર્યા હતા. બંને બે બાળકોનાં માતા-પિતા બન્યા, એક પુત્રી રાશા થાદાની અને એક પુત્ર રણબીર. આજે અમે તમને રવિનાની પુત્રી રાશા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હવે એકદમ મોટી થઈ ગઈ છે.
રવિનાની પુત્રી રાશા ૧૬ વર્ષની છે. રાશા નો જન્મ ૧૬ માર્ચ, ૨૦૦૫માં થયો હતો. રાશા હવે ખુબ જ સુંદર લાગી રહી છે. તે કહેવું ખોટું નહીં થાય કે તેને તેની સુંદરતા તેની માતા પાસેથી મળી છે. સુંદર હોવા ઉપરાંત રાશા પણ ખુબ જ ક્યૂટ છે.
રાશાને જોયા બાદ કહી શકાય કે સુંદર રીતે તે બોલીવુડ એક્ટ્રેસ બનવાની ક્ષમતા ધરાવે છે. જોકે તેને સંગીતમાં રસ છે.
રવીનાની પુત્રીને ગાવાની સાથે સાથે સંગીતનાં સાધનો વગાડવાનો પણ શોખ હોવાનું કહેવાય છે. તે હાલમાં તે પોતાની ટિન એજ નો આનંદ માણી રહી છે.
રાશા થડાનીની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રવિના ટંડન ઘણીવાર તેની પુત્રી સાથેની તસ્વીરો પોસ્ટ કરે છે. રાશા થાડાની પોતે પણ સોશિયલ મીડિયા પર છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે.
રાશા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેના મનોરંજક વીડિયો પોસ્ટ કરે છે. તે પોતાના ફોટા પણ શેર કરતી રહે છે. જણાવી દઈએ કે તેઓ પોતાના પરિવારની પણ એકદમ નજીક છે. ખાસ કરીને પોતાની માં સાથે તેનું ખુબ જ મજબુત બોંડિંગ છે.
રવિનાને વધુ બે દીકરીઓ છે
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રવિના ટંડનને વધુ બે પુત્રીઓ છે, જેને તેણે ડાટક લીધેલ છે. રવિના ટંડનની દત્તક દીકરીઓનું નામ પુજા અને છાયા છે. બંનેને ૯૦નાં દાયકાનાં અંતમાં એક્ટ્રેસ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે રવિનાની દત્તક લીધેલી દીકરીઓ બંનેનાં લગ્ન થઈ ચુક્યા છે અને બંને ખુશહાલ જીવન પસાર કરી રહી છે. રવિના પણ નાની ઉંમરમાં નાની બની ચુકી છે.