રાવણ સાથે જોડાયેલી આ ૫ વાતો જેને લોકો આજે પણ માને છે સાચી પરંતુ હકીકતમાં તે ખોટી છે

હિન્દુ ધર્મમાં દશેરાના તહેવારને ખૂબ જ મોટો તહેવાર માનવામાં આવે છે. જેની તૈયારી સમગ્ર દેશમાં ચાલી રહી છે. આ વખતે દશેરાનો તહેવાર ૨૫ ઓક્ટોબરે છે. દશેરાનાં દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો અને એ જ કારણના લીધે તે દિવસે રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવે છે. આ તહેવારને અસત્ય પર સત્યની જીતનો તહેવાર પણ કહેવામાં આવે છે. રાવણ સાથે જોડાયેલી અમુક વાતો આજે પણ આપણા સમાજમાં પ્રચલિત છે અને તેની ઉપર લોકો વિશ્વાસ કરે છે. પરંતુ રાવણનું પુરુ સત્ય ઘણા ઓછા લોકો જાણે છે, જેના વિશે આજે તમને જણાવીશું.
રાવણે માતા સીતાને ક્યારેય પણ હાથ નથી લગાવ્યો
આ કથા પાછળની સચ્ચાઈ તે છે કે રાવણને કુબેરનાં પુત્ર નલકુબેરે શ્રાપ આપ્યો હતો કે જો રાવણ કોઈ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ બળપૂર્વક હાથ લગાવશે અને જબરજસ્તી તેના મહેલમાં રાખવાના પ્રયત્નો કરશે, તો તેના માથાના સો ટુકડા થઈ જશે. આ જ કારણને લીધે રાવણે માતા સીતાને પોતાના મહેલમાં રાખ્યા ન હતા અને અશોક વાટિકામાં રાખ્યા હતા અને નલકુબેરનાં શ્રાપને લીધે જ તેમણે સીતાને હાથ પણ લગાવ્યો ન હતો. તેવામાં તેના સંયમી હોવાની માત્ર વાતો જ છે.
શૂપર્ણખાનાં અપમાનનો બદલો લેવા માટે કર્યું હતું સીતા હરણ
ઘણા લોકો કહે છે કે રાવણે પોતાની બહેન શૂપર્ણખાનો બદલો લેવા માટે સીતા હરણ કર્યું હતું. પરંતુ તે ખોટું છે રાવણને પોતાના કામાંધમાં આવી માતા સીતાનું હરણ કર્યું હતું. રાવણ સીતાને પહેલા પણ અનેક સ્ત્રીઓ સાથે દુરાચાર કરી ચૂક્યા હતો. એવામાં જ્યારે તેમની બહેને રાવણની સામે સીતાની સુંદરતાનું વર્ણન કર્યું ત્યારે તે પોતાને રોકી ના શક્યો અને તેમના મનમાં સીતાને મેળવવાની લાલસા જાગી. એ જ કારણને લીધે રાવણે કપટથી સીતાનું હરણ કર્યું હતું.
રાવણ અજય યોદ્ધા હતા
હંમેશા ઘણા લોકો કહેતા રહે છે કે રાવણ આજે યોદ્ધા હતા, મહાપરાક્રમી હતા, તે સંસારનાં સૌથી મહાન યોદ્ધા હતા, આ વાતો જૂઠી છે. રાવણ, રામ પહેલા પણ ચાર અન્ય લોકોથી હારી ચુક્યો હતો. તેમના નામ પાતાળ લોકના રાજા બલી, મહેશ્મતીનાં રાજા કાર્તવીર્ય અર્જુન, વાનરરાજા બાલી, અને ભગવાન શિવ પણ સામેલ છે, જેમની સામે તેણે હાર સ્વીકારવી પડી છે. રાવણની એક ખાસ વાત છે કે તે જેનાથી હારતા હતાં તેમને સંધિ કરી લેતા હતા. તેવામાં રાવણને અજેય હોવાની વાત ખોટી છે.
રાવણે શિવ પાસે માંગી હતી સોનાની લંકા
માન્યતા છે કે લંકાનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. લંકામાં રાવણ થી પહેલા પણ રાક્ષસ રહેતા હતા. રાક્ષસોનો લંકામાં ઉત્પાત જોઈ ભગવાન વિષ્ણુએ ખૂબ જ ક્રોધિત થઈ ગયા. એજ ભયથી બધા રાક્ષશો પાતાળલોકમાં જઈને વસી ગયા, જેના પછી પૂરી લંકા સૂની પડી ગઈ. ત્યારબાદ કુબેરે પોતાની ઘોર તપસ્યાથી ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા. ત્યારબાદ કુબેર બ્રહ્માની લંકાના લોકપાલ બનાવ્યા અને તેને સોનાની લંકામાં નિવાસ કરવાનું કહ્યું. ત્યાર પછી જ્યારે રાવણ વિશ્વ વિજય પર નીકળ્યા તો તેમણે કુબેરની સોનાની લંકા છીનવી લીધી અને સાથે જ પુષ્પક વિમાન પણ છીનવી લીધું. તેવામાં ભગવાન શિવ દ્વારા રાવણને સોનાની લંકા આ પેલી વાત ખોટી છે. હકીકત તો એ છે કે રાવણને ભગવાન શિવે સોનાની લંકા આપી ન હતી, પરંતુ તેમણે કુબેર પાસેથી છીનવી લીધી હતી.
રાવણે રામ માટે રામેશ્વરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી
ઘણી વખત આ વાત પણ સાંભળવા મળે છે કે રાવણે રામેશ્વરમમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, જ્યારે તે ખોટી વાત છે. સાચું તો એ છે કે રામસેતુ બન્યા પહેલા રામે ત્યાં શિવલિંગની સ્થાપના કરી હતી. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ તેનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં કરવામાં આવ્યો છે. તેની સાથે જોડાયેલા એક તથ્ય એવું પણ છે કે રાવણનાં વધ પછી અયોધ્યા આવતા સમયે ઋષિઓનાં કહેવા પર રામે ત્યાં શિવલિંગની સ્થાપના કરી હતી અને બ્રહ્મહત્યાનાં પાપથી મુક્તિ મેળવી હતી.