રાત્રે કુતરાઓ શા માટે રડે છે ? શું ખરેખર તેમને દેખાય છે કોઈ ભુત ? આપે છે આવા સંકેતો

આ દુનિયામાં કુતરાઓને સૌથી વધારે વફાદાર માનવામાં આવે છે. કહેવામા આવે છે કે માણસ ભલે તમારું જ ખાઈને તમારી સાથે દગો કરે પરંતુ કુતરાઓ એકવાર જેની રોટલી ખાઇ લે છે તો પોતાના મૃત્યુ સુધી તેની સાથે દગો કરતાં નથી અને તેને કરડતા પણ નથી. કુતરાઓની આ વફાદારીના લીધે જ મોટાભાગના લોકો તેમને પોતાના ઘરોમાં પાળવાનું પસંદ કરતાં હોય છે.
જો કે બિલાડીઓ પણ પાલતુ પ્રાણી છે અને ઘણા લોકો બિલાડીઓ પણ પાળવાનો શોખ રાખતા હોય છે. પરંતુ બિલાડીઓ ક્યારેય પણ કોઇની વફાદાર હોતી નથી. વિશ્વાસ ના આવે તો તમે પણ અજમાવીને જોઈ શકો છો. તમે એક દિવસ માટે કોઈ કુતરાને પ્રેમથી ખાવાનું આપશો તો તે આખી જિંદગી તમારા માટે પૂંછડી હલાવશે. બીજી તરફ જો તમે બિલાડીને એક દિવસ દૂધ પીવડાવી દો અને જો બીજા જ દિવસે તેના પર ગુસ્સે થઈ જાવ તો તે ખરેખર તમને બચકું ભરવાનો પ્રયાસ કરશે.
કુતરા માણસના સાચા મિત્રો હોય છે અને તેમનું સારું ખરાબ સારી રીતે સમજતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગના કુતરાઓ રાત્રે ભસતા કેમ હોય છે ? કુતરાઓનું રાત્રે રડવું અપશુકન માનવામાં આવે છે. વડીલોના અનુસાર જ્યારે પણ રાત્રે કુતરાઓ રડે છે તો તે આપણને સંકેત આપે છે કે આપણા પરિવારમાં જલ્દી જ કોઈ પોતાનાનું મૃત્યુ થશે. તેના સિવાય ઘણા લોકોનું એવું માનવું છે કે કુતરાઓ પ્રેત અને આત્માઓને જોઈ શકે છે અને પોતાની આસપાસ થનાર ઘટનાને પહેલેથી જ જાણી શકે છે. તેવામાં જો તે અડધી રાત્રે અચાનકથી રડવાનું શરૂ કરી દે છે તો તેનો મતલબ કોઈ પ્રેતાત્મા સાથે જોડવામાં આવે છે.
આ બધી જ વાતો સાચી હોઇ શકે છે. પરંતુ જો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિથી વિચારીએ તો આવું કંઈ પણ હોતું નથી. વૈજ્ઞાનિકોએ પણ કૂતરાઓને લઈને ઘણા જ પ્રકારના રિસર્ચ કર્યા છે. જેમાં ચોંકાવનારા પરિણામો આપણી સામે આવ્યા છે. હકીકતમાં કૂતરાઓના રડવાને વૈજ્ઞાનિક ભાષામાં હાઉલ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે કુતરાઓ વરુની જ એક પ્રજાતિ છે. તેથી મોટા ભાગના કુતરાઓ વરૂની જેમ જ વ્યવહાર કરે છે. જે પ્રકારે વરુ એકબીજાને સંદેશ મોકલવા માટે રાત્રે હાઉલ કરે છે. બસ આ જ પ્રકારે કુતરાઓ પણ પોતાની ભાષામાં એકબીજાને સંકેત આપવા માટે હાઉલનો પ્રયોગ કરે છે.
તમે ઘણી વાર જોયું હશે કે દરેક શેરીમાં અમુક કુતરાઓ રહેતા હોય છે. તેથી કુતરાઓ જે પણ શેરીમાં કે વિસ્તારમાં રહે છે તેને પોતાનો વિસ્તાર માની લે છે. તેવામાં જો કોઈ અજાણ્યો કૂતરો તેમના વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કરે છે તો તે ગુસ્સે થઈ જાય છે અને પોતાના બાકી સાથીઓને નવા કુતરાની વિશે ચેતવણી આપવા માટે હાઉલ કરવાનું શરૂ કરી દે છે. એક પ્રકારથી જોવામાં આવે તો હાઉલ કૂતરાઓની એકબીજાને પોતાની લાગણી વ્યક્ત કરવાની ભાષા છે. ઘણા કુતરાઓ તો ચિડાઈને કે ગુસ્સે થઈને પણ હાઉલ કરતા હોય છે. પરંતુ તેનો એ મતલબ નથી કે તે તમને બટકું ભરશે.
તેના સિવાય પણ કુતરાઓ પોતાની પીડા, નારાજગી અને ગુસ્સો બતાવવા માટે પણ હાઉલ કરતા હોય છે. ખરેખર કૂતરાઓને અવાજો જેવા કે ઘરમાં વાસણ ફેકવાના અવાજો આવવા પસંદ હોતા નથી. તેવામાં તે ચીઢાઇને કે ગુસ્સે થઈને તે આવા અવાજો નો વિરોધ કરતા હોય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ જ્યારે કોઈ અજાણી વ્યક્તિ તેમની શેરીમાં કે વિસ્તારમાં પ્રવેશ કરે છે તો તે પોતાના સાથી કૂતરાઓને તે વ્યક્તિ પર નજર રાખવા માટે જાણ કરતા હોય છે. કારણકે કોઈ તેમની શેરી કે વિસ્તાર વાળાઓને નુકસાન ના પહોંચાડી શકે.