રસ્તા પર ચા વેચી રહ્યો છે સોફ્ટવેર એન્જિનિયર, લારી પર લખી ચા વેચવા પાછળની કહાની

રસ્તા પર ચા વેચી રહ્યો છે સોફ્ટવેર એન્જિનિયર, લારી પર લખી ચા વેચવા પાછળની કહાની

આજે તમે જે પણ કામ કરી રહ્યા હોય તેમાં સંતોષ મળવો જરૂરી હોય છે. નોકરી સાથે પણ આવું જ હોય છે. જ્યાં સુધી તમારા મનમાં જ સંતોષ ના હોય ત્યાં સુધી કામ કરવાની મજા આવતી નથી. એવું જ કંઈક ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક તસવીરમાં પણ જોવા મળી રહ્યું છે. ખરેખર હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એન્જિનિયર ચાય વાલા નામની એક તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તે વ્યક્તિ પહેલા એક સોફ્ટવેર એન્જીનિયર હતો પરંતુ નોકરીથી સંતોષ ના મળવાના કારણે તેણે હવે ચા વેચવાનું શરૂ કર્યું છે.

Advertisement

આવી રીતે બન્યો “એન્જિનિયર ચાય વાલા”

આ એન્જિનિયર ચાય વાલાની લારી પર લખેલી એક જાણકારી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તેમણે પૂરી ઈમાનદારીથી પોતાની લારી પર લખ્યું છે કે, આમ તો હું સોફ્ટવેર એન્જિનિયર છું. મેં ઘણી કંપનીઓ જેવી કે વિપ્રો, બિઝનેસ ઇન્ટેલિજન્સ, ટ્રસ્ટ સોફ્ટવેરમાં કામ કર્યું છે. જ્યાં મને પૈસા તો મળતા હતા પરંતુ સંતોષ નહીં. હું હંમેશાથી જ વ્યવસાય કરવા માંગતો હતો. દરરોજ મારા ટેબલ પર ચા આવતી હતી પરંતુ મને ક્યારેય પણ સારી ચા મળી નહી. મને હંમેશાથી ચા નો શોખ હતો. હું ઈચ્છતો હતો કે મને એક સારી ચા પીવા મળે. તો મે ચા થી જ મારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો અને હું બની ગયો એન્જિનિયર ચાય વાલા.

IAS ઓફિસરે કરી ઈમાનદારીની પ્રશંસા


હવે સોશિયલ મીડિયા પર આ એન્જિનિયર ચા ની લારી ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ વ્યક્તિ પોતાની લારી પર ૮ રૂપિયાની ઇમ્યુનિટી ચા અને મસાલા ચા વેચી રહ્યો છે. વળી સાઉથ ઇન્ડિયન કોફીની કિંમત ૧૫ રૂપિયા જ્યારે નાગપુરી તર્રી પૌવા ૧૨ રૂપિયામાં વેચી રહ્યો છે.

શું બોલી પબ્લિક ?


આ ફોટો વાયરલ થયા બાદ લોકોના પણ ઘણા સારા રિએક્શન આવી રહ્યા છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.