રાશીફળ ૧૫ એપ્રિલ : આજે ધનની વૃદ્ધિ થી પ્રસન્ન રહેશે આ ૩ રાશિના જાતકો, શ્રી હરિ કરશે કૃપા દૃષ્ટિ

રાશીફળ ૧૫ એપ્રિલ : આજે ધનની વૃદ્ધિ થી પ્રસન્ન રહેશે આ ૩ રાશિના જાતકો, શ્રી હરિ કરશે કૃપા દૃષ્ટિ

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળ આપનારો રહેશે. કાર્યક્ષેત્રમાં અથવા ઓફિસમાં તમને નવા અધિકારી ની અન્ડર માં કામ કરવું પડી શકે છે. પરંતુ તમે ખૂબ જ મહેનત થી કામ કર્યા કરશો તો તમારા દરેક કાર્યને સમયસર પુરા કરી શકશો. સંતાન નાં લગ્ન સંબંધિત કોઇ શુભ સમાચાર આજે તમને મળી શકે છે. રાજકીય દ્રષ્ટિએ ધન પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. ઘરનાં વડીલોનાં આશીર્વાદ મળી રહેશે. આર્થિક સ્થિતિ સુધરશે. પરંતુ તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરુર રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા માટે ગુરુનાં સહયોગ ની જરૂર પડશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. અને ભાગ-દોડ પણ વધારે રહેશે. તમે તમારા ભવિષ્ય પ્રત્યે ચિંતિત થઇ શકો છો. આજે તમે સાંસારિક સુખ ની વસ્તુઓની ખરીદી કરી શકો છો. વ્યાપારીઓને આજે રોકડા રૂપિયા ની અછત થઈ શકે છે. પરિવારનાં વડીલો સાથે વાદ-વિવાદમાં ના ઉતરશો. વડીલો કોઈ સલાહ આપે તો તેને ઉપયોગી સમજવી જરૂરી રહેશે. જેનો તમને ભવિષ્યમાં ખૂબ જ સારો લાભ મળશે. કાર્યક્ષેત્ર સાથે સંબંધિત સમસ્યાઓમાં તમને આજે તમારા પિતાજી નો સહયોગ મળશે. પ્રેમ જીવન સારું રહેશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળ આપનારો રહેશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને માન-સન્માન પ્રાપ્ત થશે. જે લોકો ભાગીદારી થી વ્યવસાય કરી રહ્યા છે તેઓને પાર્ટનર સાથે થોડો અણબનાવ થઈ શકે છે. જો તમે આજે પૈસા ની લેવડ-દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાનીથી કરવી. આજે કર્જ માંથી મુક્તિ મળશે. જીવનસાથીની સલાહથી આજે આર્થિક લાભ થશે અને દરેક કાર્યમાં જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે કોઈ નવો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો આજ નો દિવસ સારો રહેશે. આજે તમારું અટકાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક રાશિ

નોકરીયાત લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ઓફિસમાં આજે તમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાનાં યોગ બની રહ્યા  છે. મોસાળ પક્ષ તરફથી પણ આજે ધનલાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. સાંજનાં સમયે તમે તમારા પરિવારનાં સભ્યો સાથે કોઈ માંગલિક કાર્યક્રમ માં ભાગ લઈ શકો છો. જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો તે તમારા કોઈ નજીકનાં સંબંધી ની મદદથી સમાપ્ત થશે. સામાજિક ક્ષેત્રમાં સારી સફળતા મળશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે સાધારણ રહેશે. આજે તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે આગળ વધશો. જેથી તમે મનથી શાંતિ મેળવશો. પિતા નાં સહયોગથી કોઈ જરૂરી કાર્ય આજે પૂર્ણ થઇ શકે છે. સંબધીઓ સાથે ચાલી રહેલી કડવાહટ આજે દૂર થઈ શકે છે. વ્યવસાયમાં જો તમે ટીમ વર્ક કરશો તો તમારી સમસ્યા સરળતાથી સમાપ્ત થઈ જશે. રોજગાર ની શોધ કરી રહેલા યુવાનોને હજુ થોડી રાહ જોવી પડી શકે છે. તમારે તમારી આસપાસનાં લોકોની લાગણીને સમજવાની જરૂર રહેશે. અને તેમના અનુસાર ચાલવાનો પ્રયાસ પણ કરવો પડશે.

કન્યા રાશિ

આજનો દિવસ વ્યવસાય કરતા લોકો માટે ઉત્તમ રહેશે. જો તમે ભાગીદારીથી કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમારે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારા પિતાજીનાં સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવી પડશે. તમારે તમારા પિતાજીને વધારે પડતી ભીડ હોય તેવી જગ્યાએ જવા માટે રોકવા. વિદ્યાર્થીઓ ને પરિક્ષા માં સફળતા માટે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. ઓફિસમાં કોઈ નવું પરિવર્તન તમને આશ્ચર્યમાં મૂકી શકે છે. સહ કર્મચારીઓ નો સહયોગ મળશે.

તુલા રાશિ

આજનો દિવસ તમને મિશ્ર ફળ આપનારો રહેશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે ખૂબ જ લાભ થવાની સંભાવના છે. ઘરનાં જુના અટકેલા કાર્યો પૂર્ણ કરવા માટે સારો મોકો મળશે. પરંતુ તમારે તમારી આળસ ની એક્સાઇડ રાખવી પડશે. સંતાનનાં કાર્યક્ષેત્ર માં પ્રગતિ થવાથી આજે તમારું મન પ્રસન્ન રહેશે. નવા કાર્યોમાં ટેકનિકલ રીતે બધા પાસાઓ જોઈને ગંભીરતાથી વિચાર કરીને પછી જ કોઈ નિર્ણય લેવો. માતાની સેવા કરવાનો આજે તમને મોકો મળશે. વિદ્યાર્થીઓએ તેમના સિનિયર ની મદદ લેવી જરૂરી રહેશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ પ્રેમ જીવન અને સંબંધો માટે મજબૂત રહેશે. પ્રેમ જીવન જીવતા લોકો આજ સુધી જો પોતાના જીવનસાથીની મુલાકાત  તેમના પરિવાર ની સાથે કરાવી શક્યા ન હોય તો પરિવારને સાથે આજે મુલાકાત કરાવી શકાશે. પરિવાર માં કોઈ સાથે મનદુઃખ ચાલી રહ્યું હોય તો તે આજે વાતચીત કરવાથી સમાપ્ત થઈ શકે છે. નોકરીમાં આજે મહિલા સહકર્મચારી નાં સહયોગથી લાભ થશે. કોઈ પણ બાબત કાર્યક્ષેત્રની હોય કે પરિવારની હોય તમે તમારી ભૂમિકા તટસ્થ રીતે રહીને સફળતાપૂર્વક નિભાવી શકશો. સંતાનનાં ભવિષ્ય વિશે થોડી ચિંતા થઈ શકે છે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે સાધારણ રહેશે. વ્યવસાયમાં તમારે થોડું જોખમ ઉઠાવવું પડી શકે છે. જેનો ભવિષ્યમાં તમને ખૂબ જ મોટો ફાયદો થશે. નોકરી માં તમને પ્રમોશન મળવાનાં યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં આજે તમારી સલાહ સાંભળવામાં આવશે અને તમારા સહ કર્મચારીઓ પણ તમારી વાતને સમર્થન આપશે. આજે ઘરની થોડી આવશ્યક વસ્તુઓ માટે ખરીદી કરી શકો છો. પરંતુ તમારે તમારા ખર્ચાઓ પર ધ્યાન રાખવાની જરૂર છે. આજે કોઈ નાની મુસાફરી લાભદાયક રહેશે.

મકર રાશિ

જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારે તમારા દરેક કાર્યને સારી રીતે પૂર્ણ કરવું પડશે. નહીં તો તમારા કોઈ સહકર્મચારી તમારા વિરૂદ્ધ ફરિયાદ કરી શકે છે. આજે તમારી પાસે કોઈ પૈસા ઉધાર માંગે તો બિલકુલ ના આપો. નહીં તો તે પૈસા પાછા આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે. આજે ઘર વપરાશની કોઈ જરૂરી વસ્તુ ખરાબ થઈ શકે છે. તેથી તમારી સુખ-સુવિધામાં અડચણ આવી શકે છે. જીવનસાથીનો સહયોગ આજે તમને માનસિક શાંતિ આપશે. કોઈ જૂનાં મિત્ર અથવા જૂના સંબંધી અચાનક થી તમારી સામે આવી શકે છે. વ્યવસાય કરતા લોકો માટે આજે રોકડ રકમની અછત આવી શકે છે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારું ફળ આપનારો રહેશે. વિદ્યાર્થીઓ માટે આર્થિક અવરોધો દૂર થશે અને ઉચ્ચ શિક્ષણ માટેના માર્ગ ખુલશે. આજે તમે રાજનીતિમાં ભાગ લઈ શકો તેવા યોગ પણ બની રહ્યા છે. જેમાં તમને લોકો નો પુરો સહકાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા થી પાછળ રહી જશે. પરંતુ આજે તમારે તમારી આવક અને ખર્ચા બંને પર સંતુલન બનાવી રાખવાની જરૂર રહેશે નહીં તો તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે તમે લાંબા સમયથી જો કોઈ મિત્રને મળવા જવાનું વિચારી રહ્યા છો તો જઈ શકશો.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થતી જોવા મળશે. અને મોસાળ પક્ષ તરફથી માન-સન્માન મળશે. આજે તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. કુટુંબમાં બાળકો સાથે આજે તમે સારો સમય વિતાવી શકશો જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં પણ ધનલાભનાં પુરા યોગ બની રહ્યા છે. અને ભૂતકાળમાં કરેલા રોકાણ થી પણ આજે તમને લાભ થવાની સંભાવના છે. નોકરિયાત લોકોને ઓફિસમાં આજે કોઈ પ્રતિસ્પર્ધી શત્રુ તેમના વિરુદ્ધ કંઈક કાવતરું કરી શકે છે. જેથી સાંજનાં સમયે તેને ઓફિસમાં તકલીફ થઈ શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *