રાશીફળ ૯ મે આજે આ ૩ રાશિનાં લોકોએ રહેવું સાવચેત, મુશ્કેલીઓ માં થશે વધારો

રાશીફળ ૯ મે આજે આ ૩ રાશિનાં લોકોએ રહેવું સાવચેત, મુશ્કેલીઓ માં થશે વધારો

મેષ રાશિ

રચનાત્મક કાર્યમાં નાણાનું રોકાણ થઇ શકે છે. વિવાહીત લોકો જીવનસાથી પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો નહીં તો સંબંધો માં દૂરી આવી શકે છે. આજે તમે તમારી સમજણથી દરેક પ્રકારની પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી શકશો. આજે તમારે તમારા વિચારોને સકારાત્મક રાખવાની જરૂર છે. માતા-પિતાનાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળવું અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું.

વૃષભ રાશિ

આજે ધર્મ અને શુભ કાર્યો પ્રત્યે તમારી રુચિ વધશે. આજના દિવસે શારીરિક આનંદ અને માનસિક સુખ જાળવી રાખવા માટે થોડી તકલીફ અનુભવવી પડશે. કાર્ય ની બાબતમાં પરિણામો સારા મળશે. પરંતુ તમારી ચિંતાઓ વધારે રહેશે. કેમકે તમારા પર કામનો ભાર રહી શકે છે. પરિવારની જવાબદારીઓ પણ તમારી રાહ જોઇ રહી હશે. આજે તમે સ્વાદિષ્ટ  ભોજનનો આનંદ માણી શકશો. તમારા કાર્યક્રમમાં તમારે ફેરફાર કરવો પડી શકે છે. કાનૂની બાબતો માં તમે ફસાઈ શકો છો.

મિથુન રાશિ

રોજીંદા કાર્યને લઇને આજે કોઈ નવી યોજના બની શકે છે. આજે કોઇપણ પ્રકારની જીદ કરવાથી બચવું. આ રાશિનાં જાતકો જે રાજનીતિ સાથે જોડાયેલા છે તેની સમાજમાં પ્રશંસા થશે. જીવનસાથી સાથે ચાલી રહેલા અણબનાવ નો અંત આવશે. પારિવારિક અને અંગત જીવનમાં પરેશાની રહેશે. નાણાં ઉધાર આપતી વખતે સમજી-વિચારીને આપવા. આજે પરિવારમાં ઘરનાં વડીલોનો સહયોગ મળી રહેશે. આર્થિક લાભ થશે.

કર્ક રાશિ

કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથેનાં સંબંધો સારા રહેશે. પાર્ટનરશીપમાં વ્યવસાય કરતા લોકો ને પાર્ટનર સાથે બોલાચાલી થવાની સંભાવના છે પરંતુ તેનાથી બચવું નહીં તો તમારા વ્યવસાયમાં ખૂબ જ મોટી નુકશાની થઇ શકે છે. તમને માનસિક શાંતિ મળશે અને કાર્યમાં આવતી બાધાઓ પણ દૂર થશે. તમે તમારા મનમાં આવતા નકારાત્મક વિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરશો. પૈસા વધારે ખર્ચ થઇ શકે છે. પિતા નાં સહયોગથી કોઈ બગડેલી વાત બની જશે.

સિંહ રાશિ

આજે તમારા હરીફોની ચાલ નિષ્ફળ રહેશે. તમે તમારી બુદ્ધિ થી અને મીઠી બોલી થી લોકોને પ્રભાવિત કરશો. ભાગ્ય નો  સાથ મળી રહેશે. પરંતુ કોઈ કાર્યને લઇને વધારે  ઉતાવળ તમને પરેશાન કરી શકે છે. અને તેના લીધે કાર્યમાં વિલંબ પણ આવી શકે છે. આવકમાં વધારો થશે. ખર્ચાઓ ઘટશે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમે ખુશ રહેશો. અધિકારીઓનો પૂરો સહયોગ મળશે.

કન્યા રાશિ

તમારી કાર્ય કરવાની પદ્ધતિમાં સુધારો આવશે. તમારો રમૂજી સ્વભાવ બીજાને તમારા તરફ આકર્ષિત કરી શકે છે. અટકેલા નાણાં પરત આવવાની સંભાવના છે. તેથી તમારી આર્થિક બાજુ સારી રહેશે. આજે તમે તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. આજે કોઈ જૂના મિત્ર સાથે સોશિયલ મીડિયા દ્વારા વાત થઇ શકે છે. તમારી દરેક મુશ્કેલીઓ દૂર થશે. તમે ધારેલું કાર્ય પૂરું ના થવાથી તમે નિરાશ રહેશો.

તુલા રાશિ

આજે  જીવન સાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. આર્થિક બાબત માં કરેલા પ્રયત્નો સફળ થશે. અટકેલાં કાર્ય પૂર્ણ થશે. ભાઈ અને પડોશીઓનો સહયોગ મળશે. કર્મચારીઓ તરફથી તણાવ આવી શકે છે. તમારા જીવનસાથીની સલાહ ને મહત્વ આપો. કૌટુંબિક બાબતોમાં અધૂરા કાર્યો તમને પરેશાન કરી શકે છે અને તમારા જીવન સાથી પણ પરેશાન થઈ શકે છે. તમારે જરૂરિયાત પ્રમાણે વસ્તુઓનું સંચાલન કરવું જોઈએ.

વૃશ્ચિક રાશિ

આજે તમને સફળતા ચોક્કસ મળશે. જો ડોક્ટરે કોઈપણ વસ્તુથી દૂર રહેવાનું કહ્યું છે તો તેને ગંભીરતાપૂર્વક ફોલો કરો. નહિ તો તેનો તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. જો માતાનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો તેનું પૂરતું ધ્યાન રાખવું. કેટલીક સ્ત્રીઓ જીદ્દી બની શકે છે જે સામાન્ય રીતે તેનો સ્વભાવ નથી. તમારી પ્રગતિ નિશ્ચિત છે. નજીકનાં લોકો સાથે સમય વિતાવવાથી તમે ખુશી અનુભવુશો.

ધન રાશિ

માતા-પિતાનાં અભિપ્રાય વગર આજે કોઈપણ કાર્ય ના કરવું. આજે સહ કર્મચારીઓ અને મિત્રો સાથે સુમેળથી કાર્ય થશે. જેનાથી તમને ફાયદો થશે. જે લોકો વારસઈ ધંધો કરે છે તેમણે આજે પારિવારિક વિવાદોથી દૂર રહેવું જોઈએ. માનસિક શાંતિ મેળવવા માટે આજે  શાંત મનથી યોગ અને પ્રાણાયામ કરવાથી તમને ખૂબ જ ફાયદો રહેશે. વાણી પર કાબૂ રાખો.

મકર રાશિ

આ રાશિની સ્ત્રીઓ આજે સકારાત્મક સમય વિતાવશે. ધન પ્રાપ્તિ થવાની ઘણી આશાઓ નજર આવશે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વિચાર જરૂર કરવો અથવા કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ ની સલાહ લેવી. અચાનકથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. વાહન ઝડપથી ચલાવશો નહીં. મહેનતનું તમને પૂરતું ફળ મળશે. જુના અટકેલાં દરેક કાર્યો આજે પૂર્ણ થવાની શક્યતા છે.

કુંભ રાશિ

નોકરીમાં વધારે કામ કરવાથી તમે તણાવ અનુભવી શકો છો. કોઈ મોટી ડીલ આજે ના કરવી. તમારૂ સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમે થાક પણ અનુભવી શકો છો. વેપારી લોકોને મોટો ફાયદો થવાની સંભાવના છે. અને સમાજમાં કોઈ મોટા વ્યક્તિને મળવાની પણ આજે તમને તક મળશે. વડીલોની સલાહ લીધા વિના કોઈપણ કાર્ય ન કરવું. નજીકનાં મિત્રો અને ભાગીદારો ગુસ્સો કરીને તમારા જીવન ને મુશ્કેલ બનાવી શકે છે.

મીન રાશિ

આજે તમારા કર્યો યોજના પ્રમાણે પૂર્ણ થશે. આર્થિક લાભ થવાની સંભાવના છે. રોજગારી ની દિશામાં તમને સફળતા મળશે. આવક અને ખર્ચાઓમાં સંતુલન બનાવીને રાખવું. ક્રોધ અને ભાવનાત્મકતા માં લીધેલા નિર્ણયો કષ્ટકારી હોઈ શકે છે. બિનજરૂરી મુશ્કેલીઓ રહી શકે છે. અધૂરા કાર્યો પૂર્ણ થશે. જેને તમે પ્રેમ કરો છો તેની સાથે સમય વિતાવવાની તક મળશે. શેરબજારમાં આર્થિક લાભ થશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *