રાશિફળ ૭ મે આજે આ ૬ રાશિનાં જાતકો માટે શુભ ફળ આપનારો રહેશે દિવસ, કાર્યક્ષેત્રમાં મળશે માન-સન્માન

રાશિફળ ૭ મે આજે આ ૬ રાશિનાં જાતકો માટે શુભ ફળ આપનારો રહેશે દિવસ, કાર્યક્ષેત્રમાં મળશે માન-સન્માન

મેષ રાશિ

આજે કેરિયરમાં તમને ઉન્નતી મળશે. તમારા કામનો સારો પ્રભાવ પાડવા માટે પ્રયત્ન કરવો. પરિવાર નું વાતાવરણ પણ સારું રહેશે. એકબીજા પ્રત્યે લાગણી રહેશે. જો જમીનની બાબતને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે પ્રત્યે સાવચેત રહેવું. એવું ના બને કે વાત તમારા હાથમાંથી નીકળી જાય. વિવાહિત લોકોનાં જીવનમાં એકબીજા પ્રત્યે નું ખરાબ વર્તન મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે.

વૃષભ રાશિ

આજે કોઇપણ કાર્ય કરતી વખતે તમારે ઉતાવળ કરવાથી બચવું જોઈએ. શેર બજાર સાથે જોડાયેલ બાબતોમાં સફળતા મળવાનાં યોગ બની રહ્યા છે. તમારે તમારા ખાવાપીવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અચાનક ધનલાભ થવાનાં યોગ બની રહ્યા છે. તમારી માતાનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. આજનાં દિવસનો સારો ઉપયોગ તમે તમારું ભવિષ્ય સારું બનાવવાની યોજના બનાવવા માટે કરી શકો છો. જે લોકો સિંગલ છે તેઓ આજે ખૂબ જ સારી રીતે દિવસો પસાર કરી શકશે.

મિથુન રાશિ

તમારા માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી સમજદારીથી તમારા પ્રોજેક્ટ ની યોજના ખૂબ જ સારી રીતે બનાવશો. પૈસાની બાબતમાં સ્થિતિ સારી રહેશે. વધારે પડતો ક્રોધ કરવાથી બચવું. વધારે પડતો ક્રોધ તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. પરિવારની જવાબદારીઓ નિભાવવામાં તમે સફળ રહેશો. જૂના ખર્ચાઓ જે તમારા માટે ટેન્શનનું કારણ બની ગયા છે તેને પણ દૂર કરવાની કોશિશ કરશો. રચનાત્મક કાર્યો નું ફળ પ્રાપ્ત થશે.

કર્ક રાશિ

આજે તમે જોશો કે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય સફળ થઇ રહ્યા છે. જેથી તમારી પ્રસન્નતા વધશે. આજે તમે તમારા વ્યવસાયને કંઈક નવો મોડ આપવાનું વિચારશો અને તેમાં સફળ પણ થશો. તમે તમારા પરિવાર માટે સમય કાઢી શકશો. પરિવારનાં લોકોની સલાહ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. તમે ખાવા-પીવામાં ગેરજિમ્મેદારી રાખશો તો તમને મુશ્કેલીઓ થશે. તમારી પર્સનલ બાબતોમાં સફળતા મળવાનાં યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ

આજે બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું. તમારા અધુરા કાર્યો આજે પૂરા થવાની દિશામાં આગળ વધશે. તમે આજે નવા વ્યવસાય તરફ આકર્ષિત રહેશો. નોકરીમાં બદલાવનાં  યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થઇ શકે છે. કોઈ જૂની યોજના અચાનકથી યાદ આવશે અને તમે તેના પર કાર્ય કરવાનો પ્રયત્ન કરશો. કોઈ નવા રસ્તા પર ચાલવા માટે થઈને તમે કોઈ જૂના સંબંધો ને બગાડો નહીં તેનું ધ્યાન રાખવું. આજે વિરોધીઓ ફાવશે નહીં.

કન્યા રાશિ

આજે તમારો દિવસ ખૂબ જ ખુશીઓ ભરેલો રહેશે. તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી અણબનાવની સમસ્યાઓ દૂર થશે. તમારે આવનારા પડકારની ચિંતા ના કરવી જોઈએ. ગૃહસ્થ જીવન ખુશીઓથી ભરેલું રહેશે અને પ્રેમ જીવન પણ સારું રહેશે. તમારા પ્રિય તમારા સાથે રોમાંટિક વાતો કરશે. અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ના કરવો. નહિતર તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને લાભ થશે.

તુલા રાશિ

સાહિત્ય લેખનમાં તમે તમારી પ્રતિભા બતાવી શકશો. વ્યવસાયમાં વધારો થવાની સંભાવના છે. તમારા પ્રયત્નો સફળ થશે જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. આજે તમારી કોઈ ઈચ્છા પૂર્ણ થઇ શકે છે. સિંગલ લોકો માટે દિવસ સારો રહેશે. સામાજિક રીતે માનહાનિ નો કોઈ પ્રસંગ ના ઉત્પન્ન થાય તે વિશે ખાસ ધ્યાન રાખવું. પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે તમને થાકનો અનુભવ થશે. વાતચીત કરીને તમારા સંબંધો સુધારવાનાં પ્રયત્ન કરવો. વાહન ધીરે ચલાવવું. આજે શત્રુઓ પ્રબળ રહેશે. તેથી આજનાં દિવસે સાવચેત રહીને કાર્ય વ્યવહાર કરવો. આજે તમારા નજીકનાં કોઇ વ્યક્તિની ઈર્ષા કરવાનું ટાળો નહીં તો તમારા સંબંધમાં દૂરી આવી શકે છે. તમારા સારા સ્વાસ્થ્ય માટે તળેલા ખોરાક થી દુર રહો અને નિયમિત વ્યાયામ કરો. પતિ પત્ની નું પ્રેમ જીવન વધારે સારું બનશે.

ધન રાશિ

ધન રાશિનાં જાતકોએ આજે નવી વસ્તુઓ પર ધ્યાન આપવું પડી શકે છે. મિત્રો તરફથી કોઈ સારી સલાહ મળી શકે છે. કોઈ જૂનો વિવાદ સામે આવી શકે છે. પરિવારમાં થોડી સમસ્યાઓ રહેશે. માનસિક મુશ્કેલીઓ વધી શકે છે. નજીક નાં સંબંધો માં અચાનકથી કોઈ મુશ્કેલી આવવાનાં યોગ બની રહ્યા છે. જેનાથી તમે થોડા પરેશાન રહી શકો છો. પરિવારનાં  કોઈ સભ્ય નું  સ્વાસ્થ્ય બગડી શકે છે. મિત્રો તરફથી કોઈ મોંઘી ગિફ્ટ મળવાની સંભાવના છે.

મકર રાશિ

આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થશે. તમારા કાર્યક્ષેત્રમાં તમે  વર્ચસ્વ અને પ્રભાવ બનાવી શકશો. કોઈ કાર્ય પૂરું થવા અને ના થવા નાં વિચાર ને કારણે મનમાં ભય રહેશે. પરંતુ શાંતિ પણ મળશે. તમારી સારી વાતો બીજા પર તમારી છાપ છોડી જશે. સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો. વડીલોની વાતો નું પાલન અવશ્ય કરો. રોજગારમાં સફળતા મળશે. તમે તમારી આસપાસનાં દરેક લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો.

કુંભ રાશિ

આજે તમારે તમારું જીવન સુધારવા માટે તમારી કલા ને ઉભારવાની જરૂર છે. તમારા પર થોડી નવી જવાબદારીઓ પણ આવી શકે છે. જેને તમે સફળતાપૂર્વક નિભાવી શકશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ભાગીદારીનાં વ્યવસાયમાં લાભ થશે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. દરેક પ્રકારની યોજના માં આજે તમને સફળતા મળશે. કોઈ સંપત્તિ ખરીદવાનો તમે પ્લાન બનાવી શકો છો.

મીન રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આજનો દિવસ તમારા માટે ધન લાભ લઇને આવ્યો છે. સાંજ સુધીમાં પૈસા ની સ્થિતિમાં સુધારો આવશે. આ ઉપરાંત કોઈ નવા વ્યવસાય માં પણ તમને સફળતા મળવાનાં યોગ બની રહ્યા છે. વિરોધીઓ ઇચ્છવા છતાં પણ આજે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આજે તમે તમારી વાતોથી બીજાઓનું દિલ જીતી શકશો. આજે તમારો મન ખુબ જ સચેત રહેશે અને તમે દેખાડાથી પ્રભાવિત થયા વગર સાચા સંબંધોને ઓળખી શકશો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *