રાશિફળ ૬ ડિસેમ્બર : આજે આ ૭ રાશિઓનાં જીવનમાં આવશે ખુશહાલી, જ્યારે અન્ય રાશિઓને થઈ શકે છે પરેશાની

રાશિફળ ૬ ડિસેમ્બર : આજે આ ૭ રાશિઓનાં જીવનમાં આવશે ખુશહાલી, જ્યારે અન્ય રાશિઓને થઈ શકે છે પરેશાની

મેષ રાશિ

આજે તમારા પ્રતિસ્પર્ધીઓનો પરાજય થશે. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ ની સ્થિતિ રહેશે. નોકરીમાં બદલાવ કરવાની દિશામાં પ્રયાસ કરી શકો છો. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે. તમારે પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખતું પડશે અને ભવિષ્ય માટે બચત કરવી મહત્વપૂર્ણ છે. આજનો દિવસ અનુશાસિત રહેવાનો છે. લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આજે તમને દિવસની મધ્યમાં અડચણોનો સામનો કરવો પડશે.

વૃષભ રાશિ

આજે તમારા પરિવારના સદસ્યોનો સહયોગ મળશે. દાંપત્યજીવનમાં પ્રેમનો વધારો થશે અને કાર્યક્ષેત્ર પર તમે પોતાની છાપ છોડી શકશો. પ્રેમ જીવનમાં અમુક કમીઓનો અહેસાસ થશે. પોતાના સાથી સાથે કરેલ કોઈ વચન નિભાવવામાં આજે અસફળ જ રહેશો. જો તમે તુરંત પરિણામ ઈચ્છો તો નિરાશા તેમને ઘેરી શકે છે. એક ટીમનાં રૂપમાં કામ કરવું તમારા માટે સૌથી ફાયદાકારક રહેશે. તમારે પોતાની વાણી પર સંયમ રાખવું જોઈએ.

મિથુન રાશિ

મોસાળ તરફથી સારા સમાચાર મળશે અને લાભ થશે. તમારી ઓફિસમાં અમુક અડચણો તમારા કાર્યમાં બાધા ઉત્પન્ન કરશે, પરંતુ તમે પોતાની તેજ બુદ્ધિથી તેનો ઉકેલ લાવી શકશો. બની શકે છે કે આજે તમને અમુક અફવાઓ સાંભળવા મળી શકે. તમે જે પણ સાંભળો છો તેના પર વિશ્વાસ કરવો નહીં. પોતાના જીવનસાથી સાથે ઝઘડો થવાને કારણે તમારી મુસીબતમાં વધારો થશે. તમારા અંગત જીવનમાં નાના-મોટા ઝઘડા થઈ શકે છે.

કર્ક રાશિ

પારિવારિક જીવન ખુશનુમા રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળવાથી મનમાં ખુશી રહેશે અને તમે પોતાના કાર્યમાં મન લગાવીને કામ કરી શકશો. પારિવારિક જીવનમાં આજનો દિવસ પ્રેમ અને સ્નેહને ભરેલો રહેશે. ઘરે વધારે કામનું દબાણ તમને તણાવ આવી શકે છે. તમારા વરિષ્ઠ અધિકારી તમારા પરિશ્રમને પ્રશંસા કરશે. જીવન સાથે સાથે કોઈ જૂની વાત શેર કરી શકો છો, આવું કરવાથી આજે તમને રાહત મળશે.

સિંહ રાશિ

આજે તમારી વાણીમાં ઉગ્રતા રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું. માનસિક રૂપથી અમુક દબાણ મહેસુસ કરશો અને માતા-પિતાનો વાતચીત સહયોગ તમને આજે કદાચ ન મળી શકે. તમારી કારકિર્દી આજે ચરમ પર છે. તમારા કાર્યસ્થળમાં બધું તમારા મન અનુસાર ચાલશે. અત્યાર સુધી તમે જેટલા પણ કષ્ટ સહન કર્યા છે, તેનું તમને ફળ પ્રાપ્ત થવાનું છે. ગૃહિણીઓ ઘરને વ્યવસ્થિત કરવામાં વ્યસ્ત રહેશે.

કન્યા રાશિ

આજે થોડા વધારે ખર્ચ થઈ શકે છે એટલા માટે તેના પ્રત્યે થોડી સાવધાની રાખવી. પરિવારને તમારા ધન અને સમય બંનેની આવશ્યકતા રહેશે. આજે તમારે પોતાની સુવિધા ક્ષેત્રની બહાર જવું નહીં. તમે જે સારું કાર્ય કરી રહ્યા છો, તેમાં જોડાયેલા રહેવું. તમે પોતાને અમુક મનોરંજક ગતિવિધિઓમાં સામેલ કરવા માંગો છો, પરંતુ કામની જવાબદારીઓ અડચણ સાબિત થઇ શકે છે. કોઈ મહિલા મિત્ર સાથે આજે તમારી મિત્રતા થઈ શકે છે.

તુલા રાશિ

આજે પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો, તે તમારા પારિવારિક જીવન માટે ખૂબ જ સારું રહેશે. કોર્ટ-કચેરી સંબંધિત બાબતોને લીધે આજે પરેશાની ઉભી થઈ શકે છે. ઓફિસમાં આજે કોઈ નવા અને મોટા કામ માટે તમારી પસંદગી કરવામાં આવશે, તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશો. દાંપત્ય જીવનમાં નાની-મોટી વાતોને લઈને તણાવ વધી શકે છે. તમને પોતાના માતા-પિતાનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

કારકિર્દીમાં નવા સહકર્મી અડચણ ઊભી કરશે. જો કોઈ નવા સ્થાન પર છો તો વિરોધનો સામનો કરવો પડી શકે છે. શરૂઆતમાં પરેશાની વધારે રહેશે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો સતત કામ કરવાને લીધે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. એટલા માટે તમને થોડો આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. વેપાર સંબંધી કોઈપણ નિર્ણય લેતા પરિવારની સલાહ અવશ્ય લેવી. પોતાના પ્રેમી પર ગુસ્સો આવી શકે છે અને તેનાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે.

ધન રાશિ

આજે તમે કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત કરશો, જેની સાથે તમારા વિચારો પણ મળતા હોય. આજે પરિવારમાં કોઈ નવા સમાચારને કારણે હર્ષનું વાતાવરણ રહેશે. આજે વડીલો તરફથી આલોચનાઓ સાંભળવી પડશે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ કમજોર થઈ શકે છે, પરંતુ તમારે આ પ્રકારની કડવી વાતોથી પ્રેરણા લેવી જોઈએ. કોઈ સદસ્યના ખરાબ વ્યવહારને કારણે મનમાં દુઃખ થશે. પિયર તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના વધારે રહેલી છે.

મકર રાશિ

સ્વજનો પાસેથી અનપેક્ષિત સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. નાની નાની વાતોને મુદ્દા બનાવવા નહીં. અન્ય લોકોને સમજવાનો પ્રયાસ કરવો. આ સમય તમારે ધીરજથી કામ લેવું જોઈએ. શાંત મગજથી તમારી પરેશાની દૂર કરવાની કોશિશ કરવી. તમને સફળતા જરૂર મળશે. કોમ્પીટીશનની ઈચ્છા ફળીભૂત થઇ શકશે નહીં. કોઈપણ આર્થિક વ્યવહાર કરતાં સમયે સાવધાની રાખવી. પરિવારના કોઈ સદસ્ય તમારાથી નારાજ થઈ શકે છે.

કુંભ રાશિ

આજે સ્થિરતા અને ગંભીરતાથી કરવામાં આવેલ કાર્યમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક ક્ષેત્રમાં મળતા પરિણામો સામાન્ય રહેશે. આજે ખર્ચમાં વધારો રહેશે. જીવનસાથીની સાથે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક પસાર થશે. પોતાના પ્રિય વ્યક્તિનો સાથ મેળવીને તમને ખૂબ જ સારું મહેસુસ થશે. આજે તમે અમુક હદ સુધી વ્યસ્ત રહી શકો છો. નકામાં વિવાદ પણ સામે આવી શકે છે. વિવાહિત લોકોને જીવનનું મહત્વ પૂર્ણ જ્ઞાન મળી શકે છે.

મીન રાશિ

આજે તમે પોતાની આવશ્યકતાઓ અને ઈચ્છાઓને પૂરી કરવામાં પૈસા ખર્ચ કરી શકો છો. બાળકોને લઈને તમે વધારે ચિંતિત રહેશો. તેમની શિક્ષા અને સ્વાસ્થ્ય સંબંધિત વાતો પરેશાન કરી શકે છે. પોતાના પૈસાનાં સંબંધમાં કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં. દાંપત્ય જીવનમાં શાંતિ રહેશે અને જીવનસાથીનો પુરો સહયોગ મળશે. આજે તમને પ્રિય વ્યક્તિની મદદ કોઈ મોટી સમસ્યાનું સમાધાન અપાવી શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *