રાશિફળ ૫ મે ૨૦૨૧ : ગણેશજીની કૃપાથી આજે આ ૫ રાશિવાળા જાતકો ની પૈસાની કમી થશે દૂર, થશે ફાયદો

મેષ રાશિ
તમારો આજનો દિવસ પરોપકારનાં કાર્યોમાં વ્યસ્ત રહેશે. આજે તમને બીજાની મદદ કરવાથી શાંતિ મળશે. ઘરનાં વડીલોનાં આશીર્વાદ આજે તમને પ્રેરણા આપશે. સાંજનાં સમયે ઘરનાં કોઇ સભ્ય ની તબિયત ખરાબ થઈ શકે છે. જેનાથી તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ભાગ-દોડ પણ વધારે રહેશે અને ખર્ચો પણ વધારે થશે. કાર્યક્ષેત્રમાં તમારા પદ માં થોડા પરિવર્તન થઈ શકે છે. તેથી તમારી કાર્યકુશળતા માં વૃદ્ધિ થશે. પરંતુ તે જોઈને તમારા સહકર્મચારીઓ નો મૂડ ખરાબ થઈ શકે છે. જેના કારણે તમારા કેટલાક નવા દુશ્મનો પણ ઉભા થઇ શકે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનાં માર્ગ મળી શકે છે.
વૃષભ રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયી રહેશે. આજે તમે તમારા પરિવારનાં સભ્યો સાથે સુખદ સમય પસાર કરી શકશો અને તમને કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે ધનલાભ થઈ શકે છે. અને તેઓની આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે. સાંજનાં સમયે તમારા ઘરે મહેમાનો આવી શકે છે અને કોઈ સમારંભમાં જવાથી તમારૂ માન સન્માન વધશે. વ્યવસાયમાં સમયસર લીધેલો નિર્ણય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
મિથુન રાશિ
આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળ આપનાર રહેશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિ તમારા પર રહેશે. જેના કારણે તમારું પ્રમોશન પણ થઈ શકે છે. કાર્ય વ્યસ્તતાની વચ્ચે પણ તમે તમારી લવ લાઇફ માટે સમય કાઢી શકશો જેના કારણે જીવનસાથી સાથે તમારો સંબંધ વધારે મજબૂત બનશે. ભાઇઓની મદદથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને આજે લાભ થશે અને આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. સાંજનાં સમયે વાહન ચલાવતી વખતે સાવધાન રહો નહીતો લાગવાની સંભાવના છે.
કર્ક રાશિ
આજનો દિવસ તમારા માટે નિશ્ચિત રૂપે લાભ આપનારો રહેશે. પારિવારિક સંબંધોથી લાભ રહેશે. તમારા ફસાયેલા નાણાં પ્રાપ્ત થવાની સંભાવના છે. આવકમાં વધારો થશે. આજે તમારે બહારનું ખાવા-પીવા થી બચવા ની જરૂર છે. નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે અને ભેટ પણ મળવાની સંભાવના છે. આવકમાં પાછલા દિવસોની કમ્પેર માં વધારો રહેશે. રોજિંદા ખર્ચાઓ સરળતાથી નીકળશે અને ભવિષ્યની ચિંતા પણ ઓછી થશે. વ્યવસાયની યોજનાઓને આજે ગતિ મળશે. અને તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે. સાસરી પક્ષ તરફથી ધનલાભ થશે.
સિંહ રાશિ
આજે દિવસનાં પ્રારંભમાં જ તમારે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે નિર્ણય લેવો પડી શકે છે. જેમાં પરિવારનાં સભ્યો અથવા કોઈ વડીલ સભ્ય નું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. સાંજનો સમય તમને ગમતાં વ્યક્તિને મળવામાં પસાર થશે. સ્પર્ધાત્મક ક્ષેત્રમાં આગળ વધી શકશો અને મિત્રોનો સહયોગ પણ આજે તમને મળશે. તમારું અટકાયેલું ધન મળવાની સંભાવના છે. રાજનૈતિક ક્ષેત્ર માં કરેલા પ્રયત્નો સફળ રહેશે. આજે તમે તમારા કોઈ મિત્રની મદદ માટે આગળ આવશો તો તેમાં પણ તમને લાભ મળશે.
કન્યા રાશિ
આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળ આપનારો રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમને ભાગ્યનો સાથ મળવાથી તમે સંતોષ અનુભવશો. આજે તમે વૃદ્ધ લોકોની સેવા કરવા જેવા પુણ્ય કાર્ય કરી શકો છો. વિવાહિત જીવનમાં સુખનો અનુભવ થશે. નોકરીયાત લોકો એ આજે નાની-મોટી દલીલ થી બચવા ની જરૂર છે નહિ તો ભવિષ્યમાં તમારા સંબંધ ખરાબ થઈ શકે છે. વ્યવસાયમાં પ્રતિસ્પર્ધીઓ માટે આજે તમે માથાનો દુખાવો બની શકો છો. સંતાન નાં લગ્ન બાબતે આવતી બાધાઓ દૂર થઇ શકે છે.
તુલા રાશિ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શિક્ષા અને સ્પર્ધાત્મક ક્ષેત્રમાં વિશેષ સફળતા આપનારો રહેશે. જીવનસાથી નો પુરો સહયોગ મળશે. વ્યવસાય માં ભાગ-દોડ વધારે રહેવાને કારણે તમારા સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે. તેથી સાવધાન રહેવું. પરિવારનાં સભ્યો અથવા કોઇ નજીકનાં સંબંધી દ્વારા આજે તમને ભેટ મળી શકે છે. તેના પાછળ કોઈ જાતનો સ્વાર્થ પણ હોઈ શકે છે. નોકરી કરતા લોકો બીજા લોકો કરતા સારું કામ કરવા બદલ માન મેળવશે. જો તમારે તમારા ભાઈઓ સાથે કોઈ ઝઘડો ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થશે. ભગીદારી માં કોઈ વ્યવસાય કરવા માંગો છો તો તેના માટે આજનો દિવસ સારો રહેશે.
વૃશ્ચિક રાશિ
આજનો દિવસ તમને માન સન્માન અપાવશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે. જેના કારણે તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં કોઈ જૂની વાત લઈને મિત્રો સાથે ભેદભાવ વધશે. પરંતુ તમારા વિવેક નાં કારણે તમે સ્થિતિ ને ગંભીર થતી રોકી શકશો. સાંજનાં સમયે પરિવારનાં સભ્યો સાથે બેસીને તમે હસી ખુશી થી સમય વિતાવી શકશો. આજે તમારા કેટલાક જૂના વ્યવસાયિક સંબંધો ખરાબ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબધિત આજે થોડી ભાગદોડ કરવી પડશે.
ધન રાશિ
આજનો દિવસ તમારા માટે સારા પરિણામ લઇને આવશે. સાંસારિક સુખ નાં સાધનો માં વૃદ્ધિ થશે. વેપારીઓની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરિયાત લોકોને કોઇ કર્મચારી નાં લીધે આજે થોડો તણાવ વધી શકે છે. પરંતુ તમારે તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર રહેશે. જો કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહી હોય તો તેના લીધે તમારી આજે કોર્ટ કચેરી માં જવાનુ થઈ શકે છે. પૈસાની લેવડ-દેવડ માં સાવધાની રાખો નહીં તો તમે પરેશાન થઈ શકો છો. વ્યવસાયમાં આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. આજે તમારા વિરોધીઓ તમારા વિરૂદ્ધ કોઈ ષડ્યંત્ર રચી શકે છે.
મકર રાશિ
આજનો દિવસ તમારા માટે પ્રગતિ આપનાર રહેશે. સામાજિક ક્ષેત્રે તમે ખૂબ જ બુદ્ધિશાળી ગણશો. પરંતુ આજે તમારે તમારા માતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે અને તેમને બહારનું ખાવાપીવા થી સાવધાન રહેવાનું પણ કહેવું પડશે. સાંજનાં સમયે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકો છો. વાહન ચલાવતી વખતે આજે ધ્યાન રાખવું. અકસ્માત થવાના યોગ બની રહ્યા છે. સામાજિક ક્ષેત્રે તમે ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવશો. પરંતુ ઘરમાં તમારી પ્રતિષ્ઠા એટલી સારી રહેશે નહીં. ઘરેલુ કાર્યમાં ધ્યાન ન આપતા ઘરમાં અશાંતિ ઊભી થઈ શકે છે. આજે કેટલીક ઉપયોગી વસ્તુઓ પર ખર્ચો થઈ શકે છે.
કુંભ રાશિ
આજનો દિવસ તમારા માટે થોડો પ્રગતિકારક રહેશે. આજે તમને તમારા મિત્રો તરફથી થોડી નિરાશા મળી શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો પર આજે જવાબદારીઓ વધી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં આજે તમારી ઈચ્છા અનુકૂળ લાભ થવાથી તમે ખુશ રહેશો. આજે કોઈ સંપત્તિની ખરીદી થઇ શકે છે. પરંતુ સંપત્તિની ખરીદી કરતા પહેલા તેને લગતા પેપરો ધ્યાનથી જોઈ લેવા તમારા માટે સારું રહેશે. જો તમે વ્યવસાય પરિવર્તનનું મન બનાવી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. સાસરી પક્ષ તરફ સંબંધોમાં જો કોઈ અણબનાવ ચાલી રહયો હોય તો તે આજે સમાપ્ત થશે. તમારા પડોશીઓ સાથે આજે કોઈ વાદ-વિવાદ થઈ શકે છે.
મીન રાશિ
આજનો દિવસ તમારા માટે સફળતા આપનારો રહેશે. તેથી આજે એ જ કાર્ય કરો કે જે પૂરા થવાની પૂરી આશા હોય. નવા કાર્યો માં માતા-પિતાની સલાહ તમારા માટે લાભદાયક રહેશે. આજે તમારી નજીકની અથવા દૂર ની મુસાફરી સફળ થઈ શકે છે. વ્યવસાય માં થતી પ્રગતિ જોઇને તમે ખુબ ખુશ રહેશો. વિવાહિત જીવનમાં આનંદનો અનુભવ થશે. વિવાહ યોગ્ય જાતકો માટે આજે લગ્ન માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. વિદ્યાર્થીઓએ શિક્ષણ માં આવતી બાધાઓ દૂર કરવા માટે આજે ગુરુ ની મદદ લેવી અનુકુળ રહેશે.