રાશિફળ ૫ જુન : કર્ક સહિત આ રાશિનાં જાતકો માટે લાભદાયી રહેશે દિવસ, ધન સાથે જોડાયેલી પરેશાની થશે દુર

રાશિફળ ૫ જુન : કર્ક સહિત આ રાશિનાં જાતકો માટે લાભદાયી રહેશે દિવસ, ધન સાથે જોડાયેલી પરેશાની થશે દુર

મેષ રાશિ

આજે સારા સ્વાસ્થ્યનાં કારણે તમે કોઈ રમતગમતની સ્પર્ધા માં ભાગ લઇ શકો છો. તમારી જવાબદારીઓ કંઈક વધતી જોવા મળશે. જોકે પરિવારનાં સભ્યોનાં સ્નેહ અને સહયોગ નાં  કારણે તમારે વધારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે નહીં. નવો ધંધો કે નોકરી ની સંભાવના છે. જુના ભૂલાઈ ગયેલા મિત્રો અને સ્વજનોને મળવાનું થઈ શકે છે. જીવનસાથી સાથેનાં સંબંધોમાં મધુરતા વધશે. વિવાહિત જીવન ખુશહાલ રહેશે.

વૃષભ રાશિ

આજે શૈક્ષણિક કાર્યમાં તમારી રુચિ વધશે. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળશે. રોકાણ કરેલા પૈસામાં પણ લાભ મળશે. તમારી પાસે તમારા વ્યવહાર નાં કારણે કોઈ પણ પર જાદુ કરવાની તાકાત છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. આંખમાં દુઃખાવો થઈ શકે છે. બહેનો સાથે વિવાદ થઈ શકે છે. તમારા વિચારોમાં રચનાત્મકતા લાવો. અને પછી જુઓ તમારો કયો વિચાર તમારા માટે કામ આવી જાય. નવી આર્થિક નીતિ બની શકે છે. તમારા કાર્ય પદ્ધતિમાં તમે સુધારો લાવી શકો છો.

મિથુન રાશિ

પૈસાની સ્થિતિ સંતોષકારક રહેશે. જો તમે શિક્ષણ ને લગતા કોઈ પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં તમારી મહેનત રંગ લાવશે. આજે તમારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમારા આ નિર્ણય તમને આગામી દિવસોમાં સારા ફાયદા અપાવી શકે છે. મિત્રો તરફથી આજે લાભ થશે. અને તેમની પાછળ પૈસા પણ ખર્ચ થઈ શકે છે. તમારા હરીફો પર તમે વિજય પ્રાપ્ત કરશો.

કર્ક રાશિ

તમારા પરિવારનાં સભ્યોની લાગણી દુભાય નહીં તે માટે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરુર રહેશે. તમારી વર્તણૂકનાં કારણે કાર્ય બગડી શકે છે. અને વિવાદ પણ વધી શકે છે. આજે દુઃખદ સમાચાર મળી શકે છે. જોખમ અને ગેરંટી માં પડવાનાં કાર્યોથી દૂર રહો. તમે કોઈ નવા વિષયનો અભ્યાસ કરવાનું મન બનાવી શકો છો. અનાથાશ્રમમાં જરૂરી કેટલીક વસ્તુઓ નું દાન કરી શકો છો. ધંધામાં લાભ મળશે. આવકનાં નવા સ્ત્રોત મળી શકે છે.

સિંહ રાશિ

આજે તમારી કોઈ નજીકની વ્યક્તિ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. કોઈ પણ કામ આજે આવતીકાલ સુધી મુલતવી રાખશો નહીં. વ્યવસાય સંબંધિત લોકો આજે તેમની આવક કરતા વધારે ખર્ચ કરે તેવી સંભાવના છે. લાંબા સમયથી તમે જો કોઈ લોન લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તે આજે મળી શકે છે. ઘરનું વાતાવરણ સારું રહેશે નહીં. પરિવાર તમારા થી નાખુશ રહી શકે છે. આજે જોખમ ન લેવું. વ્યવસાયિક બનો અને પરંપરાગત માર્ગ પર જ ચાલો.

કન્યા રાશિ

આજે સમજદારીથી ખર્ચા કરવા. સરકારી કામમાં પ્રગતી ની થોડી તક મળશે. કોઈ પણ બાબતમાં ઉતાવળિયો કે ગુસ્સેથી નિર્ણય લેશો નહીં. પરસ્પર સંબંધો અને મિત્રતા મજબૂત થશે. ઓફિસમાં તમારા સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ તમારા કાર્ય થી સંતુષ્ટ અને ખુશ થવાની સંભાવના છે. તમારી સર્જનાત્મકતાની પ્રશંસા કરવામાં આવશે. પારિવારિક જીવન સારું રહેશે. આરોગ્ય પ્રત્યે કાળજી રાખવાની જરૂર રહેશે. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળશે.

તુલા રાશિ

કોઈ એવા બદલાવ પાછળ ના ભાગો કે જેમાં તમારી મુશ્કેલીઓ છૂપાયેલી હોય. માતા અથવા ભાઈ બહેન સાથે મતભેદ થવાની સંભાવના છે. પેટ અને સ્કિન ને લગતા રોગો થઇ શકે છે. કોઈ સાથે વિવાદ થઈ શકે છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. લવ લાઇફમાં દૂરી આવવાની શક્યતા છે. કાર્ય પૂર્ણ થવાથી તમારા ઉત્સાહ અને પ્રસન્નતા માં વધારો થશે. નવી વસ્તુઓ માટે કોશિશ કરવા અને જોખમ લેવા માટે આ એક સારો દિવસ છે.

વૃશ્ચિક રાશિ

આજે તમે બીજા લોકોને મુશ્કેલ સમસ્યાઓ માંથી બહાર કાઢવા માટે રસ્તો બતાવી શકો છો. આજે ઘરને સંબંધિત વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવના છે. આજે તમે એકલા સમય ના વિતાવશો બાળકો સાથે સમય વિતાવવાથી તમે થોડીક રાહત અનુભવી શકો છો. આજે કોઈ એવા વ્યક્તિ સાથે મળવાનું થશે કે જે તમને વેપાર માં ઘણો ફાયદો અપાવી શકે છે. તમે જે કંઈપણ બોલો સમજી વિચારીને બોલો.

ધન રાશિ

પૈસા ખર્ચ થવાની સંભાવના છે. આજે તમે માર્ગદર્શન માટે તમારી આધ્યાત્મિકતા અને માન્યતાઓનો સહારો લઈ શકો છો. તમે કોઈ આધ્યાત્મિક વ્યક્તિની સલાહ પણ લઈ શકો છો. કોઈ તમને કોર્ટ કેસમાં ફસાવી શકે છે. વિવાહિત જીવનની દ્રષ્ટિ આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેશે. તમે એકબીજા સાથે એક સારી સાંજ વિતાવવા ની યોજના બનાવી શકો છો. આજે તમને તણાવથી મુક્તિ મળશે. ઘણા સમય પછી કોઈ જૂના મિત્રોને મળવાનું થઈ શકે છે.

મકર રાશિ

કાર્યક્ષેત્રમાં આજે પ્રતિકૂળ પરિસ્થિતિ રહેશે. મહેનત વધારે રહેશે. મહેનતથી કામમાં સફળતા મળશે. ઓફિસમાં આજે તમને સહયોગ મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. કોઈ જુનો નાણાંકીય વ્યવહાર કે જે તમે ભૂલી જ ગયા છો તેનો લાભ આજે તમને મળી શકે છે. સ્વાસ્થ્ય માં થોડી તકલીફ આવી શકે છે. અટકાયેલા કાર્યો શરૂ થવાની સંભાવના છે. ઉતાવળ તમને નુકસાન પહોંચાડી શકે છે.

કુંભ રાશિ

આજે ખોટી લાલચ વાળી ઓફર માં ફસાસો નહીં. કોઈપણ પ્રકારની ભાગીદારી કરો તે પહેલા તેના વિશે આંતરિક બધી બાબતો જરૂરથી જાણી લેશો. આજે વ્યવસાયમાં રોકાણ કરતા પહેલા સંશોધન કરવું. નોકરી શોધનારા લોકો માટે થોડી ધીરજ રાખવાની જરૂર છે. આજે કોઈ નાની બાબત પણ મોટું સ્વરૂપ લઈ લે તેવી સંભાવના છે. તેથી સાવધાન રહો. આર્થિક ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે. આજે તમારા સાથીઓ સાથે મતભેદ થઈ શકે છે. મતભેદ ને ટાળો.

મીન રાશિ

આજે તમે તમારા વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. આજે તમને બાળકો તરફથી આનંદનાં સમાચાર મળી શકે છે. લેખનની બાબતમાં લાભ થશે. સામાજિક જવાબદારીઓ પૂરી કરી શકશો. સ્વાસ્થ્ય માં ઉતાર-ચડાવ રહી શકે છે. નવી નોકરી શરૂ કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો. મુસાફરીમાં અડચણો આવી શકે છે. કોઈ કારણનાં લીધે તમારી દિનચર્યામાં અડચણ આવી શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *