રાશીફળ ૩ મે : આજે આ ૪ રાશિનું ભાગ્ય ઊંચાઈઓ પર જશે, ઘરમાં ખુશીઓનું થશે આગમન

રાશીફળ ૩ મે : આજે આ ૪ રાશિનું ભાગ્ય ઊંચાઈઓ પર જશે, ઘરમાં ખુશીઓનું થશે આગમન

મેષ રાશિ

આજે તમે શારીરિક અને માનસિક તાજગીનો અનુભવ કરશો. તમારું ભાગ્ય સુગંધની જેમ દરેક જગ્યાએ ખીલી ઉઠશે. તમને કોઈ મહાન ખ્યાતિ મળવાના યોગ બની રહ્યા છે. પરિવારનું કોઈ જરૂરી કાર્ય પૂર્ણ થવાથી તમે પ્રસન્નતા અનુભવશો. પ્રોપર્ટી થી સંકળાયેલી બાબતો થી આજે તમે મુશ્કેલીમાં રહેશો. માતા-પિતાનાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આવનારા થોડા દિવસો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

વૃષભ રાશિ

આજે કોઇ નવા કાર્યની શરૂઆત કરવી ફાયદાકારક રહેશે નહિ. આજે ધંધાકીય કાર્ય નાં લીધે તમારે બહાર  નીકળવાનું થશે. નાણાકીય બાબતમાં તમારે તમારા જીવનસાથીની જરૂર પડી શકે છે. પારિવારિક સંબંધો સારા બનશે. લવમેટસે  એક બીજાની ભાવનાઓની કદર કરશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈ નાની વાતને લઈને તમારા પ્રેમી સાથે તમારી નોક જોક થઈ શકે છે. બાળકો રમતમાં તેમનો સમય વિતાવશે.

મિથુન રાશિ

કોઈપણ પ્રકારનાં પડકારને કારણે તમારો અસંતોષ વધવા દેશો નહિ. આવકનાં નવા સ્ત્રોત ઉપલબ્ધ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ રહેશે. સાથે સાથે ઘરનાં વડીલોનાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. પરિવારનાં કોઈ સભ્ય સાથે વાતચીત કરતી વખતે શબ્દો ને સમજી વિચારીને બોલવા તમારા માટે ફાયદાકારક રહેશે. નહિ તો ઘરનાં સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોનું ફળ જરૂર મળશે.

કર્ક રાશિ

આજે તમે પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. મનમાં દ્વિધા ના કારણે તમે કોઈ નિર્ણય લઈ શકશો નહીં. આસપાસનાં બગડેલા કાર્ય સુધારવા માટે આજે તમે પ્રયત્ન કરશો. આજથી તમે નવી જીવનશૈલીની શરૂઆત કરશો. જેમાં તમારા પ્રયત્નો સફળ થશે. સફળતા માટે ખૂબ ઉત્સાહ અને ધીરજની જરૂર છે. જીવનસાથી નાં કારણે તમારે તમારું મન ના હોવા છતાં પણ બહાર જવું પડશે.

સિંહ રાશિ

આજે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. તમારા સારા સ્વભાવ નાં કારણે કાર્યમાં સફળતાનાં યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં અધિકારી વર્ગથી તમને મદદ મળી રહેશે. આર્થિક દિશામાં સફળતા મળશે. વાણી ની કુશળતા તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. આજે તમારે હકારાત્મક વિચારોને અપનાવવા પડી શકે છે. જીવનમાં ખૂબ મોટા ફેરફારો તમને જોવા મળશે.

કન્યા રાશિ

આજે તમારે વધુ મહેનત કરવી પડશે. માતાનાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે. મનમાં કાલ્પનિક વિચારોનો પ્રભાવ રહેશે. તમારે સમજદારીથી ભ્રમ ની દુનિયા માંથી બહાર નીકળવું પડશે. ખાનગી નોકરીમાં કામ કરતા લોકોને આજે ખૂબ જ મહેનત કરવી પડશે. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો વ્યવસાયમાં આજે સારી ઉન્નતિ થવાના યોગ બની રહ્યા છે. મકાન વાહન વગેરેની સુવિધા પ્રાપ્ત થશે.

તુલા રાશિ

વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. તમારા પ્રિય તરફથી કહેવામાં આવતી વાતોથી તમે ખૂબ જ સંવેદનશીલ રહેશો. ખુશ રહેવું તમારા માટે થોડા અંશે મુશ્કેલ થઈ જશે. કારણ કે તમારી આસપાસ એવી વસ્તુઓ હશે કે જે તમારી ઈચ્છાથી વિરુદ્ધ થતી હશે. તેથી જેટલું બની શકે તેટલું તમારું મન સકારાત્મક વિચારોમાં રાખશો તો મનમાં પ્રસન્નતા અનુભવશો. કાર્યક્ષેત્રમાં કેટલાક લોકો સાથે ઓળખાણ થશે અને તેમાં તમે ખ્યાતિ પણ મેળવશો.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારી ઈચ્છા પૂર્ણ થવા માટે સારો છે. અચાનક ધનલાભ થી મન પ્રસન્ન રહેશે. ઓછા પ્રયત્નોથી તમને ખ્યાતિ પ્રાપ્ત થશે. આજે કાયમી સંપતી ની બાબતમાં કોઈપણ નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકશે. કોઈ કીમતી વસ્તુ ખોવાઈ જવાની અથવા ચોરી થવાની સંભાવના છે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. આજે મુસાફરી કરવી તમારા માટે અનુકૂળ રહેશે નહીં. જો તમે તમારું જ્ઞાન અને અનુભવ બીજા સાથે શેયર કરશો તો તમને ચોક્કસ પણે પ્રતિષ્ઠા મળશે.

ધન રાશિ

 

વિદ્યાર્થીઓને આજે કારકિર્દીમાં કોઈ મોટી સફળતા મળશે. પ્રેમ સંબંધમાં સૂમેળ રહેશે. કેટલીક વાતો નાં કારણે લોકો તમારો મજાક પણ બનાવી શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકો પોતાના સંબંધોને પ્રભાવિત ના થવા દે. તમારું સ્વાસ્થ્ય સાચવવા માટે વધારે પડતો મસાલાવાળો ખોરાક લેવાનું ટાળવો. તમારી લાગણીને નિયંત્રણમાં રાખવી. વધારે પડતા લાગણીશીલ ન બનવું. આજે એકલા રહેતા લોકોને પ્રેમ મળવાની સંભાવના છે.

મકર રાશિ

આજે તમારા વિવાહિત સંબંધો મજબૂત રહેશે. ઘરમાં કેટલાક ફેરફારો કરવા માટે દરેક સભ્યોનું મંતવ્ય લેવું. તમારું વૈવાહિક જીવન સુખી રહેશે. આજે તમારી મહેનત રંગ લાવશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે. નવી તકો જીવનમાં પરિવર્તન  લાવશે. તમારા પ્રિયજનો નો સાથ મળશે. મિત્રોનો પણ સાથ મળી રહેશે. તમે તમારા જીવનમાં ઝડપથી પ્રગતિ કરતા સફળતા તરફ આગળ કોઈ નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં સફળ રહેશો.

કુંભ રાશિ

આજે તમારા જીવનસાથી અને બાળકો પ્રત્યેનો તમારો પ્રેમ વધશે. તમને વિદેશ તરફથી કોઈ નવા પ્રપોઝલ આવી રહ્યા છે તો તેના માટે વિચાર જરૂર કરવો. પરંતુ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ જોઈએ તો નિયમિતરૂપે મોર્નિંગ વોક કરવું. તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. પિતાનાં શિસ્તબદ્ધ વર્તનથી તમે થોડા પરેશાન રહી શકો છો. પરિવારમાં કોઈ વડીલ નું   સ્વાસ્થ્ય બગડવાની ચિંતા રહેશે. કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં પરીક્ષણ લેવાનું પણ તમે વિચારી શકો છો.

મીન રાશિ

આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે અને માસ્ક લગાવીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. તમારા પરિવારનાં હેતુ વિરુદ્ધ કોઈપણ કાર્ય ન કરવું. એવું બની શકે કે તમે વધારે કામ હોવાના કારણે તમે પરિવારને પૂરતો સમય આપી શકશો નહીં. કોઇપણ ધાર્મિક વિવાદમાં સામેલ થવું તમારા માટે યોગ્ય નથી. આજીવિકાનાં ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નો તમારા માટે ફળદાકીય રહેશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *