રાશિફળ ૨૪ મે ૨૦૨૧ : આજે શિવજી આ ૪ રાશી પર રહેશે સંપૂર્ણ પ્રશન્ન, ધન સંપત્તિમાં થશે વૃદ્ધિ

રાશિફળ ૨૪ મે ૨૦૨૧ : આજે શિવજી આ ૪ રાશી  પર રહેશે સંપૂર્ણ પ્રશન્ન, ધન સંપત્તિમાં થશે વૃદ્ધિ

મેષ રાશિ

આજે દિવસની શરૂઆતમાં તમે થોડી સુસ્તી અનુભવી શકો છો. સ્વાસ્થ્ય માં ઉતાર-ચડાવ થી બચવા માટે તમારે તમારા ખાવા-પીવા પર ધ્યાન આપવું પડશે. રોકાણ માટે આજનો દિવસ સારો છે. તમારે કોઈપણ પ્રકારની જીદ કરવાથી આજે બચવા ની જરૂર છે. નહી તો તમને પરેશાની થઇ શકે છે. પૈસાની બાબતમાં લોકો પર જરૂરીયાત થી વધારે વિશ્વાસ ના કરો. કોઈને ઉધાર પૈસા આપતા પહેલા વિચાર કરો.

વૃષભ રાશિ

આજે તમારું દુઃખ બરફ ની જેમ પીગળી જશે. વર્તમાન સમયમાં કરેલી ભાગીદારી સારા પરિણામ લાવશે નહીં. તમને અને તમારા જીવનસાથીને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્ય માં કેલ્શિયમની ઉણપનાં લીધે ઘણા રોગોથી ધ્યાન રાખવાની જરૂર છે. ખાવા-પીવા પર ધ્યાન આપવું. મહેનતથી કરેલા કાર્યોનું શુભ પરિણામ મળશે. સમય તમારા પક્ષમાં રહેશે. અધિકારીઓનો પૂરો સહયોગ મળશે.

મિથુન રાશિ

આર્થિક બાજુ પહેલાં કરતાં સારી રહેશે. કેટલાક તણાવ અને મતભેદો તમને ચીડીયા બનાવી શકે છે. જે વિદ્યાર્થીઓને કેરિયર સંબંધિત કોઈ મુશ્કેલી આવી રહી છે તેમને આજે મોટા ભાઈ અથવા બહેન ની મદદ મળી શકે છે. જીવનસાથીનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તેમની અચાનકથી તબિયત બગડી શકે છે. મિત્રો અને પરિવારનાં સભ્યો સાથે ખૂબ જ સારો સમય વીતશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.

કર્ક રાશિ

તમારા નજીકનાં સંબંધો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજનાં  દિવસે તમારે તમારા કાર્યમાં પ્લાનિંગ કરવું પડશે. યાદ રાખો હંમેશા બળ થી જ કામ ના થાય મગજ પણ લગાવવું પડે. તમારી વ્યવસાયિક યોજનાઓમાં થોડો વિલંબ આવી શકે છે. અને તેની  તમારા જીવન પર પણ અસર પડી શકે છે. કોઈ પણ જોખમ લેવા અને ઉતાવળ કરવાનું ટાળો. વધારે પડતી ઉતાવળ તમને નુકસાન પહોંચાડી શકે છે. કાર્ડ દ્વારા બિનજરૂરી ખરીદી કરવાનું ટાળો.

સિંહ રાશિ

 

મહિલાઓ માટે આજનો દિવસ રાહત આપનારો રહેશે. પહેલાથી નક્કી કરેલા કાર્યક્રમો આજે તમારે મોકૂફ રાખવા પડી શકે છે. આજે તમે તમારી જાતે જ  તમારી સમસ્યાઓ સમાપ્ત કરવાનાં પ્રયત્નો કરશો. તેમાં તેમને સફળતા પણ મળશે. આજે માતાનાં સ્વાસ્થ્ય માં  ચાલતી મુશ્કેલી થી છુટકારો મળશે. તમારા સ્નેહીજનો અને હમદર્દીઓ સાથે બુદ્ધિ અને ચતુરાઇ વાપરશો નહીં.

કન્યા રાશિ

અપરણિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. મૂડી રોકાણમાં સાવધાની રાખો. જો તમે ક્યાંક બહાર જમવા જવાનું વિચારી રહ્યા છો તો સમય જોતા બહાર જમવાનું ટાળો. પરીવારીક વિવાદનો ઉકેલ આવશે જેનાથી તમે આનંદ અનુભવશો. ડ્રાઇવિંગ કરતી વખતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. આર્થિક બાબતો મજબૂત રહેશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવી શકે છે.

તુલા રાશિ

માતા-પિતા સાથે તમારી ખુશીઓ શેયર કરો. તેમને અનુભવ થવા દો કે તમારા માટે તેઓ કેટલાક મહત્વપૂર્ણ છે. રોકાણથી બચો. વધારે પડતા આત્મવિશ્વાસથી બચો. આજે તમને ગેસ સંબંધીત તકલીફ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે. વ્યવસાયમાં પણ ફાયદો થઈ શકે છે. સહનશીલતાને પ્રાથમિકતા આપો. જો મહેનત યોગ્ય દિશામાં નહીં કરો તો તમારું નુકસાન થશે.

વૃશ્ચિક રાશિ

ખર્ચા ઉપર બને તેટલુ નિયંત્રણ રાખો. જો કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય સારો છે. વેપારનાં ક્ષેત્રમાં અકલ્પનીય સફળતા મળશે. આજે તમારા સહ કર્મચારીઓ દ્વારા કરેલી મદદથી તમારી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થશે. કોઈ કાનૂની વિવાદ અથવા મુદ્દા માં જીત તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. વ્યર્થ વિચારવાનું બંધ કરો અને ચિંતા છોડો.

ધન રાશિ

આજે તમે ભૂતકાળની મુશ્કેલીથી છુટકારો મેળવશો. જેના કારણે તમારા જીવનમાં એક નવી ઉર્જા આવશે. નોકરીમાં જવાબદારીઓ વધી શકે છે. પેટ સંબંધિત રોગ થઈ શકે છે. જીવનસાથીનું વર્તન તમને ચિંતા કરાવી શકે છે. ખર્ચાઓ વધારે થશે. તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે. રોકાણ કરવા માટે નવી તકો મળી શકે છે. કોઈ સાથે બિનજરૂરી વિવાદમાં પડશો નહીં. કેટલાક દિવસોથી અટકાયેલા મુદ્દાઓ આજે ઉકેલાઈ જશે.

મકર રાશિ

આજે વાહન પર ખર્ચ થઈ શકે છે. કોઈપણ પ્રકારની ઉતાવળ અથવા ઉત્તેજના થી બચો. જેથી તમારી આર્થિક સ્થિતિ જળવાઇ રહે. આજે તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યક્મ થઈ શકે છે. તેથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વાણીની સંયમતા તમને માન અપાવશે. તમે એવું પણ કંઇ કરી શકો છો કે જેના વિશે તમે વિચાર્યું ના હોય. નવો વ્યવસાય શરૂ કરતાની સાથે જ કાનૂની અડચણો આવી શકે છે.

કુંભ રાશિ

આજે તમારું ભાગ્ય તમને પૂરો સાથ આપશે. વ્યવસાયમાં ફાયદાઓ થઈ શકે છે. આજે કાર્યસ્થળ પર કોઈ અલગ પ્રકારની સ્થિતિનો તમારે સામનો કરવો પડી શકે છે. જીવનસાથીનો સાથ મળવાથી મન પ્રસન્ન રહેશે. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થશે. વેપાર માટે દિવસ સારો છે. મુસાફરીમાં નુકસાન થઈ શકે છે. કેટલાક અનિચ્છનીય કામ કરવા પડી શકે છે.

મીન રાશિ

આજે તમારા પ્રયત્નોથી પ્રગતિનો માર્ગ મોકળો થશે. ઇચ્છિત કાર્યો પૂરા થશે. જોખમ ભરેલા  રોકાણ માં લાભ થશે. આર્થિક બાબત માં પ્રગતિ જોવા મળશે. રાજકીય દૃષ્ટિએ જોડાયેલા લોકોનાં માન અને પ્રતિષ્ઠા વધશે. બાળકની જવાબદારી નિભાવી શકશો. સ્વાસ્થ્ય માં સુધારો થશે. સંતાન તરફથી તમને સંતોષ જનક સમાચાર મળશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *