રાશિફળ ૨૦ મે : આજનો દિવસ આ ૩ રાશિના જાતકો માટે રહેશે ભારે, રહેવું સાવધાન

રાશિફળ ૨૦ મે : આજનો દિવસ આ ૩ રાશિના જાતકો માટે રહેશે ભારે, રહેવું સાવધાન

મેષ રાશિ

આજના દિવસે તમારી બધી મોટી સમસ્યાઓ સમાપ્ત થવાની શરૂઆત થશે. લાભ જોઈને કોઈ સાથે મિત્રતા ન કરો. નોકરી ને લઈને નકારાત્મક વિચાર શાંતિને ભંગ કરી શકે છે. આ સમય બીમારીઓ અથવા એવી બાબતોને ઉપરથી જ હલ કરવાનો નથી. તમારે આ બધી બાબતોને મૂળ માંથી હટાવવાનો પ્રયત્ન કરવો પડશે. જે વેપારીઓ વેપાર બદલવાનો વિચાર કરી રહ્યા છે તેમણે કોઈ અનુભવી ની સલાહ વગર કોઈપણ ડગલું આગળ ભરવું જોઈએ નહીં.

વૃષભ રાશિ

આજે તણાવની સ્થિતિ રહેશે. છતાંપણ તમે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો. આજે તમે જેટલું કર્મ કરશો ભાગ્ય તમને તેનાથી બમણું સારૂ ફળ આપશે. તમને પરાક્રમથી સફળતા મળશે. આજે અસફળતાની સાથે સાથે ધનહાનિ ની પણ સંભાવના છે. તમારી વાણી પર સંયમ રાખો તથા સંબંધોમાં વિશ્વાસ બનાવી રાખવાનો પ્રયત્ન કરો. કોઇ મિત્ર સાથે થયેલ અચાનક મુલાકાત તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવવાનાં યોગ બનાવી રહ્યો છે.

મિથુન રાશિ

વ્યવસાયમાં સફળતા નાં યોગ બની રહ્યા છે. બેરોજગાર લોકોને રોજગારી મળવાની સંભાવના છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. સંગીત સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી ઓફર મળી શકે છે. મિત્રો સાથે સંબંધ સારા રહેશે. નકારાત્મક વિચારો તમારી પરેશાની વધારી શકે છે. દરેક કાર્યોમાં માતા-પિતાનો પૂરો સહયોગ મળશે. તેનાથી તમે જીવનમાં આગળ વધવામાં સક્ષમ રહેશો. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.  પૈસાનું રોકાણ કરતાં પહેલા વિચાર કરવો.

કર્ક રાશિ

સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે પૂરી મહેનત કરો. તમારે તમારા કાર્યો પર ધ્યાન આપવું. આજે તમે એવા લોકો ને મળી શકો છો કે, જેઓ તમને ભ્રમિત કરવા નો પ્રયત્ન કરી શકે છે. તેથી દિલ કરતા દિમાગનો વધારે ઉપયોગ કરો. સાર્વજનિક જીવનમાં તમને સન્માન મળશે. વિવાહિત સુખની પ્રાપ્તિ થશે. સાંજનો સમય લવ લાઈફ માટે સારો રહેશે. સકારાત્મક વિચારોને છોડશો નહીં. કેમ કે તમારું મનોબળ જેવું નબળું પડશે તેવા તમારા શત્રુઓ ફાવી જશે.

સિંહ રાશિ

આજે મહેનત વધારે રહેશે. કેટલાક જૂના મિત્રોને મળવાનું થઈ શકે છે. પરિવારમાં આજે સંતાનની કોઈ વાત થી મન દુઃખી થઈ શકે છે. પરંતુ પરિસ્થિતિ ઝડપથી જ સરખી થઇ જવાની સંભાવના છે. જમીન અને મિલકત સાથે જોડાયેલી બાબતો થી આજે દૂર રહેવું. પારિવારિક દ્રષ્ટિએ આજે દિવસ મિશ્રિત રહેશે. પરંતુ માતાપિતાનાં સ્વાસ્થ્ય ની થોડી ચિંતા રહી શકે છે. આજે તમારા જીવનસાથી ની નાની-નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. લવ લાઈફ માટે દિવસ સારો નથી.

કન્યા રાશિ

આ રાશી નાં વકીલો માટે આજનો દિવસ ભાગ્ય વૃદ્ધિ કરનારો રહેશે. એવી બાબતોને ટાળો કે જેને નીપટાવવા માં તમે પરેશાન રહી શકો છો. જરૂરી કાર્યો પૂર્ણ કરવામાં કેટલાક લોકોની મદદ મળી શકે છે. નોકરીમાં બદલાવ પરેશાનીનું કારણ બની શકે છે. આવકની અપેક્ષાનાં પ્રમાણમાં ખર્ચાઓ વધારે થશે. પરોપકાર ને બદલે તમને ઉપકાર મળી શકે છે. કોઈપણ મોટું પગલું ભરતાં પહેલા ખૂબ જ સારી રીતે વિચાર કરી લો. કોઈ અનુભવીની સલાહ જરૂર લેવી.

તુલા રાશિ

આજે કોઈકની કંઈક વાત થી તમને મન દુઃખ થઇ શકે છે. ભગવાન પ્રત્યે તમારી શ્રદ્ધા વધશે. નવા કાર્યોમાં રૂચિ વધશે. જેના દ્વારા તમને કંઈક નવું શીખવા મળશે. તમારી આર્થિક બાબત પહેલાની સરખામણીમાં વધારે મજબૂત રહેશે. આજે તમે નવા મિત્રો બનાવી શકશો. કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. સાંજનાં સમયે ઘર પર બાળકો સાથે કોઈ ગેઈમ રમી શકો છો. ધનલાભની સારી તકો તમને મળશે.

વૃશ્ચિક રાશિ

આજે ધન નો વ્યય થવા ની સંભાવના છે. વિવાદની બાબતોથી પોતાને  દૂર રાખવાનો પ્રયત્ન કરો. આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા શરીર અને મનને ફરીથી તાજા કરવા માટે કંઈક નવા રસ્તાઓ શોધવા તમારા માટે સારા રહેશે. કેટલાક વિવાદોમાં સમાધાન થઇ શકે છે. નાણાકીય બાબતમાં પ્રગતિ રહેશે. જુના અટકેલા કાર્યોમાં પણ ગતિ આવી શકે છે. થોડો તણાવ તમને કાર્ય કરવા માટે પ્રેરિત કરી શકે છે.

ધન રાશિ

આજે તમે ભવિષ્ય માટે ચિંતિત રહેશો. વિદ્યાર્થીઓ તેમના ભણવાની પદ્ધતિ માં થોડો બદલાવ કરવાનું વિચારી શકે છે. જે તેના ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. આ રાશિનાં નાના બાળકો ને પિતા તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે. મનોરંજન અને એશોઆરામ નાં  સાધનો પર જરૂરતથી વધારે ખર્ચા ના કરશો. આજે ઓફિસ નું વાતાવરણ થોડું અલગ રહેશે. જંકફૂડ ખાવાથી તમારે બચવા ની જરૂર છે. વ્યવસાયમાં સફળતા મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે.

મકર રાશિ

આજે વ્યવસાય માં નુકસાન થવાની સંભાવના છે. રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિઓને પ્રગતિની ઘણી તકો મળશે. આજે કોઇપણ પ્રકારનું કન્ફ્યુઝન હશે તો તે દૂર થશે. આજે પૈસા અને અન્ય બાબતોમાં ફાયદા વાળો દિવસ રહેશે. માનસિક રીતે તમે સક્રિય રહેશો. અટકેલા કાર્યો પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સાધારણ રહેશે. મિત્રો સાથે સમય પસાર કરવાથી તમે પ્રસન્ન રહેશો. આજે તમે કામકાજમાં વ્યસ્ત રહેશો. તમારી સામે કેટલાક જવાબદારી વાળા કાર્યો પણ આવી શકે છે.

કુંભ રાશિ

તમારા પગાર વધારા માટે તમારી યોગ્યતા નું અવલોકન થઈ શકે છે. જે ખૂબ જ ધીમી ગતિએ થશે. કપડાનાં વેપારીઓ માટે દિવસ કષ્ટકારી રહેશે. ગૃહિણીઓએ આજે વધારે કાર્યભાર સંભાળવો પડી શકે છે. સ્વાસ્થ્ય ને લઈને સાવધાન રહેવું. કોઈ મિત્ર તરફથી ખરાબ સમાચાર આવી શકે છે. નોકરીયાત લોકો માટે દિવસ સારો નથી. કોઈની વાતો ને દિલ પર ના લો. ઘર અને પરિવાર નાં સંબંધોમાં સમાનતા બનાવવા નાં પ્રયત્નો કરશો.

મીન રાશિ

આજે તમારા સહ કર્મચારી અને તમારા ઉપરી અધિકારીઓ એક મતે તમારા કાર્યની પ્રશંસા કરશે. તમારે તમારા પરિવારનાં સભ્યો અને નજીકનાં મિત્રો પર સંપૂર્ણ વિશ્વાસ કરવો જોઈએ. તમારા સંબંધોમાં શંકાને આવવા ના દો. તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. નહીં તો લોકો તમારાથી દૂરી બનાવી શકે છે. તમારા જીવનનું સુખ એ વાત પર જ નિર્ભર કરશે કે તમે લોકો સાથે કેટલા જોડાયેલા રહી શકો છો. આજે તમે કંઇક નવું શીખવા નાં મુડ માં રહેશો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *