રાશિફળ ૧૭ મે : આજે શિવજી નાં આશીર્વાદ થી આ ૫ રાશિનાં જાતકોનો થશે ભાગ્યોદય આવકનાં સ્રોતમાં થશે વૃદ્ધિ

રાશિફળ ૧૭ મે : આજે શિવજી નાં આશીર્વાદ થી આ ૫ રાશિનાં જાતકોનો થશે ભાગ્યોદય આવકનાં સ્રોતમાં થશે વૃદ્ધિ

મેષ રાશિ

આજે દુષ્ટ લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે. તેથી કોઈની સાથે દલીલ ના કરવી. આજનો દિવસ નવી ઊર્જા અને નવી શક્યતાઓ લઈને આવ્યો છે. આજે તમે તમારા પ્રિયજનોને મળી શકશો. આજે જમીનને લઇને કોઇ વિવાદ થઈ શકે છે. તેથી તમારે આવી બાબત થી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યવસાયમાં પ્રગતિની તક મળશે. પરંતુ સમજી-વિચારીને કાર્ય વ્યવહાર કરવાથી જ લાભ મળશે. સાસરી પક્ષ તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે.

વૃષભ રાશિ

નવા ધંધા માટે કરેલા પ્રયત્નો સફળ થવાના યોગ બની રહ્યા છે. આજે તમારી બુદ્ધિ ખૂબ જ મજબૂત રહેશે. તેના કારણે પૈસા કમાવવા માટે ઘણા બધા વિચારો આવી શકે છે. પ્રોફેશનલ રીતે વિચારવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. દરેક પ્રકારનાં શૈક્ષણિક કાર્યો ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે. નોકરીમાં કેટલાક મોટા મત ભેદો તમને જોવા મળી શકે છે. કોઇને લોન પર આપેલા પૈસા આજે પરત મળી શકે છે. સારા સમાચાર મળવાની સંભાવના છે.

મિથુન રાશિ

કેટલીક બાબતોમાં સંજોગો તમને અનુકૂળ રહેશે નહીં. હિંમત અને મગજ થી બગડેલ પરિસ્થિતિ નિયંત્રિત કરવામાં તમે કેટલાક અંશે સફળ થઇ શકો છો. તમારા સારા વર્તન નાં  કારણે તમને કેટલાક લોકોની મદદ મળી શકે છે. કુનેહ થી કેટલીક સમસ્યાનું સમાધાન થઇ શકે છે. વિવાહિત લોકોને તેમના જીવનસાથી પાસેથી સારી ભેટ મળી શકે છે. અટકેલા કાર્યો પૂરા થશે. વિચાર કર્યા વગર કોઈ મોટા નિર્ણયો લેવાથી તમને નુકસાન થવાની સંભાવના છે.

કર્ક રાશિ

આજે ભાગ્યનો સાથ મળી રહેશે. પરંતુ તેમ છતાં પણ વિચાર્યા વગર કરેલા કામમાં નુકસાન થઈ શકે છે. શત્રુઓ આજે નિર્બળ રહેશે. શક્ય તેટલી વહેલી તકે નવી યોજનાઓનો અમલ કરો. સમય તમારા પક્ષમાં છે. આ સમયે કરેલા કાર્યો તમારા માટે શુભ સાબિત થશે. નોકરી બદલવા વિશે તમે વિચારી શકો છો. દરેક પ્રકારની ખુશીઓ તમને આવનારા દિવસોમાં મળી શકે છે. પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે.

સિંહ રાશિ

આજે તમે તમારી મહેનતથી તમારા પોતાના લોકોનું દિલ જીતી શકશો. તમે અમુક પ્રકારનાં વિચારો માં ખોવાઈ શકો છો. તેના કારણે કોઈ ખાસ તક તમારા હાથમાંથી જઈ શકે છે. તમારા મનમાં નવા નવા વિચારો આવશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. તમે જે કાર્ય સાથે જોડાયેલા છો તેમાં તમારું સમર્પણ તમારો વિશ્વાસ વધારશે. વડીલોનાં સ્વાસ્થ્ય ની ચિંતા રહી શકે છે. નવા કાર્યો માટે યોજના બનાવી શકશો.

કન્યા રાશિ

વેપારીઓ કોઈ નવું સાહસ કરશે જે તેમના માટે રસપ્રદ રહેશે. જે કાર્યો અને વસ્તુઓ અટકી રહ્યા છે તેના માટે તમે કોઈ મધ્યસ્થ રસ્તો પણ કાઢી શકશો. કાર્યમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારો સ્વભાવ નાના બાળક જેવો રહેશે અને તમે થોડા તોફાનનાં મૂડ માં પણ રહેશો. આજે તમે એક સાથે ઘણા બધા કાર્યો પુરા કરવા માટે પ્રયત્ન કરી શકો છો. જીવનસાથી તરફથી મદદ મળી શકે છે. વિચાર્યા વગર કોઈપણ કાનૂની બાબત માં પડવું  નહીં.

તુલા રાશિ

આજે આવક ઓછી અને ખર્ચો વધારે થશે. આજે એક તરફ તમે ઉદાસી રહશે અને બીજી તરફ ભવિષ્યની ચિંતા પણ રહેશે. તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે વિવાદ થઈ શકે છે. ધંધામાં નવી શક્યતાઓ સામે આવી શકે છે. કુટુંબી તણાવ વધી શકે છે. ભગવાનમાં વિશ્વાસ રાખો. તમારો ભાગ્યોદય ધીમે ધીમે થશે તેથી થોડો સમય રાહ જુઓ અને સંયમ રાખો.

વૃશ્ચિક રાશિ

તમારા જીવનસાથી તરફથી જાણી જોઈને તમને ભાવનાત્મક ઇજા થઇ શકે છે. તેના કારણે તમે ઉદાસ રહી શકો છો. તમારા પ્રયત્નો માં તમે સફળ રહેશો. કંઈક નવું શીખવા મળશે. નવા સ્થળે પણ જઈ શકો છો. ઈચ્છા ના હોવા છતાં પણ તમારે અમુક કાર્યો કરવા પડી શકે છે. તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખો. તમે તમારી મીઠી વાણીથી બીજા લોકો પાસેથી કામ કઢાવી શકશો. આજે તમને ભાગ્યનો સાથ પણ મળશે.

ધન રાશિ

ધંધામાં મહેનત વધારે કરવી પડશે. વાણીની કુશળતાથી તમને લાભ થશે. એકંદરે  આજનો દિવસ સારો રહેશે. વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે. લવ મેટસ એકબીજાની લાગણીઓ ની પ્રશંસા કરશે. જીવનસાથી તમારા વર્તનથી ખુશ રહેશે. સંબંધો મજબૂત બનશે. તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારું ધ્યાન સમસ્યાઓ તરફ જશે નહીં. આરોગ્ય પ્રત્યે કાળજી રાખવી જરૂરી રહેશે. આજે નવા વ્યવસાયિક આયોજનો થઇ શકે છે. આવકનાં સ્રોતમાં વધારો થશે.

મકર રાશિ

આજે પરોપકારી અને સામાજિક કાર્યો તમને આકર્ષિત કરશે. તમારી અનુકૂળતા મુજબ આજે તમારૂ મન અને મગજ ખૂબ જ ઝડપથી કાર્ય કરશે. તમારી બુદ્ધિ આરામ કરવાના મૂડ માં રહેશે. વેપારી વર્ગે આજે કાનૂની દાવપેચ થી બચવા ની જરૂર છે. આજે તમે થોડા સારા કાર્યોમાં થોડો સમય વિતાવશો તો તમે ઘણા બધા સકારાત્મક પરિવર્તન પણ લાવી શકો છો. નાની-નાની વાતોને લઈને સહ કર્મચારી પર ગુસ્સો કરવાનું ટાળો.

કુંભ રાશિ

આજે તમારે તમારા જીવનમાં નકારાત્મકતા લાવનારા લોકોથી દૂર રહેવાની જરૂર છે. લવ મેટ્સ માટે દિવસ સારો રહેશે. ઘરેલુ વાતાવરણ સારું રહેશે. ખર્ચ વધારે રહેશે. વાણીમાં થોડી કઠોરતા નો પ્રભાવ આવી શકે છે. અચાનકથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તેનાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ ઊભું થશે. તમે કોઈ નવું કાર્ય કરવાનું વિચારશો. દરેક વ્યક્તિ તમારી વાતને ધ્યાનથી સાંભળશે. અટકેલા કાર્યો આજે પૂર્ણ થઇ શકે છે.

મીન રાશિ

આજે વધારાનું કામ થઈ શકે છે. આજે તમને તમારા મોટા ભાગનાં કાર્યોનાં પરિણામો મળી શકે છે. આજે મનને ખુશ રાખવા માટે ખાસ કાળજી લેવી. બિનજરૂરી વાતોને માનસિક અને શારીરિક સ્તર સુધી ના પહોચવા દો. આજે તમને કિંમતી વસ્તુઓ મળવાની તક મળશે. પૈસાની પ્રાપ્તિ સરળ રહેશે. કોઈ જૂના સંબંધો ની નિકટતા વધી શકે છે. નકારાત્મક ગ્રહોનાં  પ્રભાવથી તમારા બનતા કાર્ય માં વિક્ષેપ આવી શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *