રાશિફળ ૧૬ એપ્રિલ : આજે ધનમાં વૃદ્ધિ થવાથી ખુશ રહેશે આ ૩ રાશિનાં જાતકો, માં લક્ષ્મી કરશે કૃપા

રાશિફળ ૧૬ એપ્રિલ : આજે ધનમાં વૃદ્ધિ થવાથી ખુશ રહેશે આ ૩ રાશિનાં જાતકો, માં લક્ષ્મી કરશે કૃપા

મેષ રાશિ

વાણી પર સંયમ તમને વાદ-વિવાદથી બચાવી શકે છે. જો નફાનું પ્રમાણ ઓછું રહે તો ચિંતા કરશો નહીં. લોકોની દખલગીરી તમારા વિવાહિત જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પરંતુ શાંત રહેવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજે તમે કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકો છો. નવો ધંધો શરૂ કરવામાં પરિવારનો સંપૂર્ણ સહયોગ તમારી સાથે રહેશે. અચાનકથી ધનલાભ થવાની સંભાવના છે.

વૃષભ રાશિ

આજે તમારું કાર્ય યોજના મુજબ થઈ શકશે. અધૂરા કાર્યો પૂરા થશે. આજનો દિવસ તમારા માટે સારો સંકેત આપનાર રહેશે. ઓફિસમાં કામનો ભાર વધારે રહેશે. તમારા બોશ તરફ થી આજે તમને ઠપકો સાંભળવા મળી શકે છે. પરિવારને આજે સમય આપી શકશો નહીં. આજે કોઈ પર આંધળો વિશ્વાસ ના કરશો. તમારા સહ કર્મચારીઓ તમારું કામ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. સામાજિક માન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. તમારી દરેક વાત લોકો સાથે શેયર ના કરવી.

મિથુન રાશિ

 

આજે તમે જે કાર્ય કરશો તે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. આજે તમે સપનામાં જે જોયું હશે તેનો વિચાર કરી શકો છો અને તમારું સપનું પૂરું કરવા માટે પૂરો પ્રયાસ કરશો. સંપતિ સાથે જોડાયેલા પ્રશ્નો આજે દૂર થઈ શકે છે. મુશ્કેલીઓનો અંત આવશે. ધાર્મિક આયોજન પર ખર્ચો થઈ શકે છે. આજે તમારી લાગણી માં વધારો થશે. આજ નાં  દિવસે તમે રાહતનો અનુભવ કરશો. શિક્ષણ નાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.

કર્ક રાશિ

આજે તમારું સ્વાસ્થ્ય થોડા અંશે તમને પ્રભાવિત કરી શકે છે. સંતાન પક્ષ તરફથી આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે જૂના મિત્રોને મળી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. મન પ્રફુલ્લિત રહેશે. કાર્યમાં મન લાગશે. તેનાથી તમારા દરેક કાર્યો સરળતાથી થતાં જશે. આજે તમે તમારા જૂના મિત્રોને મળી શકશો. જે તમને ખૂબ જ આનંદિત કરશે.

સિંહ રાશિ

આજે તમારો ઈર્ષાળુ સ્વભાવ તમને ઉદાસ અને દુઃખી કરી શકે છે. બીજા પર આદેશો ચલાવવાના બદલે તેમનો અભિપ્રાય લો અને પછી તમારી સલાહ આપો. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચડાવ જોવા મળશે. આજે તમે તમારા વિવેક થી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. આજે દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે. એક ટીમ બનીને કાર્ય કરો નહીં કે એક બોશ બનીને. વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે.

કન્યા રાશિ

આજે તમારો વ્યવસાય આગળ વધવાની સંભાવના છે. ધન સંબંધી લાભ થવાની સંભાવના છે. આજે વહીવટી કાર્યોમાં અડચણો આવી શકે છે. ઉતાવળમાં કોઈપણ કાર્ય ન કરવું. યોગ્ય સમયની રાહ જોવી. કાનૂની બાબતો માં સાવધાની રાખવી. તમારા દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે. સ્વાસ્થ્ય માં સુધારો થશે. વાહન સુખ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સમય વિતાવી શકશો. વિદેશમાં રહેતા તમારા સંબધીઓ તરફથી સારા સમાચાર મળશે.

તુલા રાશિ

સખત મહેનતથી તમે સફળતાનાં ઉચ્ચ શિખર સુધી પહોંચી શકશો. આજે તમે રોકાણ કરવાનું અથવા તો બચત યોજના શરૂ કરવાનું નક્કી કરી રહ્યા છો તો તે તમારા માટે ખૂબ જ સારું રહેશે. આજે તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકશો. આજે કોઈ વિશિષ્ટ વ્યક્તિ નો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. બેરોજગાર લોકોને રોજગારી મેળવવામાં સફળતા મળશે. રોજગાર માટે પ્રયત્ન કરતા લોકોને શુભ સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારે તમારા કાર્યની પ્રાથમિક સમજવાની જરૂર રહેશે અને તે તરફ જ તમારું પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવું. આજે તમે પોતાને એકલા અનુભવશો. આજે તમારામાં શક્તિ ભરપૂર રહેશે. આજે તમે કોઈપણ કાર્ય એકદમ ફટાફટ પૂર્ણ કરી શકશો. અફવાઓથી દુર રહેવું અને કોઇ ના પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરશો. આજે કાર્યસ્થળ પર તમારા પર ખોટા આક્ષેપો લાગી શકે છે. સાવધાન રહેવું. માતા-પિતા સાથે વિવાદની સ્થિતિ ઉભી થઇ શકે છે. પાર્ટનરશીપ થી તમને લાભ થશે.

ધન રાશિ

સવારે મોટી ખુશખબરી તમારો આખો દિવસ બનાવી દેશે. કોઈપણ નવા કાર્યની શરૂઆત વિચાર કર્યા વગર ના કરશો. માતા-પિતા સાથે કોઈ વાતને લઈને વાદ વિવાદ થઈ શકે છે. આજે તમે મોટા ભાગના કાર્યોમાં તમારી જાતને ભાગ્યશાળી અનુભવશો. આ રાશિનાં  જાતકો જે વૈજ્ઞાનિક છે તેમને કોઈ મોટી સફળતા મળી શકે છે. આજે તમારે લોન લેવી પડી શકે છે. કરેલા રોકાણમાં લાંબા ગાળે ફાયદો થશે. પૈસા વધવાથી તમને ખુશી મળી શકે છે.

મકર રાશિ

આજે આર્થિક બાબતો માં સુધારો આવશે. આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ વધશે. જરૂરિયાતનાં સમયમાં લોકો તમારી પાસે સલાહ લેવા માટે આવી શકે છે. તમારા તરફથી તેને સૌથી સારી સલાહ મળી શકે છે. તમે તમારી પોતાની આપેલી સલાહનું પાલન કરવું ભૂલશો નહીં. આજે કલાત્મક કાર્યો પ્રત્યે રૂચિ વધશે. આજે તમારા ગ્રહ ખૂબ જ મજબૂત છે. તેથી કોઈ પણ વ્યક્તિ ને કોઈ ખોટું વચન આપશો નહીં. નહીં તો તમે વચન તોડનાર વ્યક્તિઓ નાં લીસ્ટ માં તમારું નામ દાખલ કરશો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

કુંભ રાશિ

આજે તમારા સંતાનો તમને ગૌરવનો અનુભવ કરાવશે. ખર્ચાઓમાં અચાનકથી વધારો થઇ શકે છે. તેથી તમારે સાવધાન રહેવું પડશે. તમારા જૂના રોકાણને કારણે આવકમાં વધારો થઇ શકે છે. ઘરમાં બાળકો સાથે થોડો સમય પસાર કરી શકશો. આજે કોઈ પણ જોખમી નિર્ણય લેવાનું ટાળવું. ઓફિસમાં કોઇ સાથે વાદવિવાદમાં પડશો નહીં. નહીં તો તમને નુકસાની થઇ શકે છે. પૈસા ની દ્રષ્ટિએ કોઇ નજીકનાં સંબંધી તમને મદદરૂપ થઈ શકે છે. ચાલતી વખતે સાવચેત રહેવું.

મીન રાશિ

આજે તમારી કલા અને સંગીતમાં રૂચિ વધશે. ભૂતકાળનાં લીધેલા નિર્ણયો બદલવા પડશે. સંતાનોનાં ભાવી ને લઈને આજે કોઈ સખત નિર્ણયો લેવા પડી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. રાજકીય કાર્યોમાં અવરોધ આવી શકે છે. પરંતુ તમારા વિવેક થી તમે તે અવરોધ દૂર કરવામાં સફળ રહેશો. પ્રિય વ્યક્તિ નો સાથ અને સમાજ માં સન્માન મળી શકે છે. આજે તમારું મન થોડું ઉદાસ રહી શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *