રાશિફળ ૧૫ મે : શનિદેવ આજે આ રાશિનાં જાતકો પર કરશે કૃપા, ભાગ્ય માં આવતા અવરોધો થશે દુર

રાશિફળ ૧૫ મે : શનિદેવ આજે આ રાશિનાં જાતકો પર કરશે કૃપા, ભાગ્ય માં આવતા અવરોધો થશે દુર

મેષ રાશિ

આજે તમે સામાન્ય દૈનિક કાર્યો ભૂલીને આનંદ પ્રમોદમાં ખોવાઈ શકો છો. રોજિંદા કાર્યો પૂર્ણ કરવા માટે વધારાનાં પ્રયત્નો કરવા જરુરી રહેશે. તમારી જવાબદારીઓને ધ્યાનમાં રાખો. તમારા સમય અને ધીરજ નો પૂરો ઉપયોગ કરો. આજે તેની આવશ્યકતા રહેશે. સાસરી પક્ષ તરફથી લાભ મળશે. ભૂતકાળનાં કડવા અનુભવોને અવરોધ ના બનવા દો. કોઈ સ્ત્રી તરફથી તમને દગો મળી શકે છે. કોઈ મોટો ફાયદો થવાની સંભાવના છે.

વૃષભ રાશિ

વ્યસ્તતા નાં કારણે આજે તમે ઘરેલું કાર્યોમાં ધ્યાન આપી શકશો નહીં. નકારાત્મક વિચારો વાળા લોકો થી અંતર બનાવીને રાખો. કામની સાથે સાથે સામાજિક બાબતોમાં પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. એ વાતનું પણ ધ્યાન રાખો કે ભૂલ થી પણ તમારા મોઢા માંથી અપશબ્દો ના નીકળે. સંતાન ને લઈને ફરીયાદ આવી શકે છે. વ્યવસાયો અને નોકરીમાં પરિવારનાં સભ્યો તરફથી સહયોગ મળી રહેશે. કાર્યસ્થળ પર સંયમ રાખો સમજી વિચારીને અને કાળજીપૂર્વક વાત કરો.

મિથુન રાશિ

મિથુન રાશિ નાં લોકો તેમના નિયમિત કાર્ય થી કંઈક અલગ કરવાનો પ્રયાસ કરશે. તેમાં તેમને સફળતા પણ મળશે. ઇચ્છિત કાર્યો ને પૂર્ણ કરવા માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે. તમારા મનમાં નોકરી ને લઈને કોઈ અનિચ્છનીય ડર ની સમસ્યા રહી શકે છે. આજે તમારી મહેનત થી તમને મોટો લાભ મળી શકે છે. તેનું કારણ એ છે કે, તમારા માં ક્ષમતા પણ છે અને તમે કંઈક નવું અને સારું કરવાની ભવના પણ રાખો છો. મહેનતથી સફળતા મળવા ની સંભાવના છે.

કર્ક રાશિ

આજે સંતાન સુખ મળશે. બીજાઓ સાથે ગેર વર્તન  ના કરો. સંતાન તરફથી આનંદની લાગણી મળશે. તેથી તમારી ખુશીઓમાં વધારો થશે. ઓફિસમાં તમને જવાબદારી વાળું કામ મળી શકે છે. તેને તમે પૂર્ણ કરવામાં સફળ રહેશો. તમારા ક્રોધ પર કાબૂ રાખવાની જરૂર છે. કોઈ પણ બિનજરૂરી વાત ને વધારે મહત્વ આપવાની જરૂર નથી નહીંતર તમે પરેશાન થઇ શકો છો.

સિંહ રાશિ

જુનાં વચનો પૂરા કરવા માટે આજનો સમય યોગ્ય છે. નોકરી અને કેરિયરનાં ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળી રહેશે. આજે તમારા કાર્યમાં જીવનસાથી નો સહયોગ પ્રાપ્ત થશે. નવા વ્યવસાયમાં રોકાણ કરવા માટે તમે વિચાર કરી શકો છો. રોકાણ કરતા પહેલા તે વિષે જાણકાર વ્યક્તિની સલાહ લેવી સારી રહેશે. વિરોધીઓનો પ્રભાવ ઓછો થઇ શકે છે. વાણી માં નમ્રતા જ તમને સફળ બનાવી શકે છે. બીજાની બાબતોમાં ઓછા માં ઓછી દખલગીરી કરો.

કન્યા રાશિ

આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં પરિવર્તન ની સંભાવના બની રહી છે. આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે તેથી તમારું મન પ્રસન્ન રહેશે. નવી યોજનાઓ સફળતા અપાવશે. ઘણા પ્રકારનાં નેગેટિવ વિચારો તમારા મનમાં આવી શકે છે. પરિવારનાં સભ્યોની જરૂરિયાતો ને પ્રાધાન્ય આપો. તેમની ખુશી અને દુઃખનાં ભાગીદાર બનો. મિત્રોનો સહયોગ અને વડીલોનાં આશીર્વાદ કાર્ય સફળતા માં ઉપયોગી થશે. સ્વાસ્થ્ય  સારું રહેશે.

તુલા રાશિ

પ્રેમની બાબતમાં ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવાનું ટાળવું. વ્યવસાય અને નોકરીનાં  ક્ષેત્રમાં સ્પર્ધા રહેશે. આજે તમારા કેટલાક મિત્રો મદદગાર સાબિત થશે. ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા થશે. તમને અચાનક ધનલાભ થવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. સહયોગી સહકાર માટે હાથ લંબાવી શકે છે. તમારા કામ થી જ કામ રાખવું તમારા માટે વધુ સારું રહેશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી કાર્યક્ષમતા વધેશે.

વૃશ્ચિક રાશિ

આવકમાં વધારો થશે. સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે. જેઓ નોકરી કરી રહ્યા છે તેમણે કોમ્યુનિકેશન સ્કીલ માં પોતાનું જ્ઞાન વધારવાની જરૂર રહેશે. ખાસ કરીને જે માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તે લોકોને આ તરફ વધારે ધ્યાન આપવું પડશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તમારા વિશે વિવિધ વાતો ફેલાવી રહ્યા હતા તે તમારા મિત્ર હતા. આવા લોકોથી સાવધાન રહો. આજે તમારે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે.

ધન રાશિ

આજે ધનલાભ અને આનંદ નો માર્ગ મોકળો થશે. તમારી મહેનતનું ફળ મળશે. આજે કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ જવાની સંભાવના છે. તમારા કોઈ નજીકની વ્યક્તિ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે. ભાગીદારીમાં ફાયદાકારક નિર્ણય થશે. કેટલાક લોકો તમારી પાસેથી પોતાનું કામ કઢાવવા માટેનાં પ્રયત્નો કરશે તેથી સાવધાન રહો. આર્થિક રીતે ખર્ચાઓ વધશે. વડીલો સાથે વાતચીત કરતી વખતે સાવધાની રાખો. નહીં તો સંબંધોમાં ખટાશ આવી શકે છે.

મકર રાશિ

આજે તમે સમજદારી થી કરેલું કાર્ય તમને લાભ આપી શકે છે. ધન લાભનાં પણ સંયોગ બની રહ્યા છે. અટકેલા કાર્યો હલ કરવા માટે પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમારા વિચાર કરવા ની રીત બદલી શકે છે. લાગણીમાં આવીને આજે કોઈ પણ નિર્ણય નાં લો.  પ્રેમની બાબતમાં પરિવારનાં સભ્યોનો સહયોગ મળશે. તમે દરેક બાબતો હલ કરવાનો પ્રયત્ન કરી શકો છો. મિત્રો તરફથી સમયસર મદદ મળી રહેશે. આજે ઘર-પરિવારનાં કાર્ય પૂર્ણ કરવામાં પણ તમે ધ્યાન આપી શકશો.

કુંભ રાશિ

જો તમે જીવનસાથીની શોધમાં છો તો તમને એક સુંદર જીવનસાથી મળી શકે છે. કાર્યભાર વધારે રહેશે. જેના કારણે તમે ચિંતીત રહેશો. વેપારીવર્ગ તેમના વ્યવસાયને આગળ વિસ્તૃત કરવા માટે યોજના બનાવી શકો છે. સંયુક્ત કુટુંબમાં રહેતા લોકોએ એકબીજા સાથે તાલ-મેળ બનાવીને રાખવાની જરૂર રહેશે. રોજિંદા કાર્યોમાં વધારો રહેવાના કારણે તમે થોડો થાક અનુભવી શકો છો. સામાજિક પ્રતિષ્ઠા માં સુધારો આવશે. કેરિયર ને લઈને કોઈ નવા વિચારો તમારા મનમાં આવી શકે છે.

મીન રાશિ

આજે તમે કેટલીક સારી યોજનાઓ બનાવશો. જેનો તમને આગામી દિવસોમાં ફાયદો થવાની સંભાવના છે. આજનો દિવસ રાહત અને આનંદથી ભરપૂર રહેશે. આજે તમને માનસિક તણાવ થી મુક્તિ મળશે. નવી શક્તિઓનો સંચાર મનને ખુશ રાખશે. તેના કારણે પરિવારમાં પણ ખુશીઓનો માહોલ રહેશે. આજે તમારે કોઇ ઉતાવળયો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. આ સાથે તમારે શંકા કરવાની તમારી આદતને પણ નિયંત્રિત કરવાની જરૂર રહેશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *