રાશિફળ ૧૬ ડિસેમ્બર : આજે ૫ રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા મળશે

મેષ રાશિ
આજે તમને રોજગારનાં નવા અવસર પ્રદાન થશે. તમારા હાથે ધાર્મિક અને માંગલિક કાર્ય થશે. સ્નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. ઉઘરાણી માટેના પ્રયાસ સફળ રહેશે. આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે. આજે જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. સ્વાદિષ્ટ ભોજનનો લાભ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો પર ધન ખર્ચ કરવો પડી શકે છે. કમિશનનાં કાર્યમાં લાભ મળી શકે છે.
વૃષભ રાશિ
આજે તમારું પારિવારિક વાતાવરણ સારું રહેશે. વેપારીઓને નફા વાળા સોદા થઈ શકે છે. કોઈ જગ્યાએથી શુભ સમાચાર મળવાના સંકેત મળી રહ્યા છે. યોજનાઓ ફળીભૂત થશે. ઘણા સમયથી અટવાયેલા કાર્ય પૂર્ણ થઇ શકે છે. તમે પોતાના કાર્યમાં વ્યવસ્થિત રૂપથી આગળ વધી શકશો અને યોજનાઓ અનુસાર કાર્ય કરી શકશો. આજે નકામી યાત્રા કરવી પડી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પરેશાની થઇ શકે છે.
મિથુન રાશિ
રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ રહેશે. આજે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. માતા અથવા ઘરના કોઈ વડીલ મહિલાનાં સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવી. માનસિક મૂંઝવણ થી ઘણા કામ અધુરા રહી શકે છે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. જૂના રોગ ફરી થઇ શકે છે. પ્રેમી વર્ગના લોકો માટે સમય અનુકૂળ રહેશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. વેપાર ખૂબ જ સારો ચાલશે વ્યવસાયિક યાત્રા સફળ રહેશે.
કર્ક રાશિ
આજે તમારી આવકમાં વૃદ્ધિ થશે. નવી સફળતાઓ પ્રાપ્ત થઇ શકે છે. યોજનાઓ ફળીભૂત થવાથી મન પ્રસન્ન રહેશે. ધનલાભ થઈ શકે છે. બેરોજગારી દૂર થશે. તમે પોતાના જીવનસાથી સાથે કોઇ વાતને લઇને ગંભીર ચર્ચા વિચારણા કરી શકો છો. વેપારની બાબતમાં સફળતા મળશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી માર્ગદર્શન પ્રાપ્ત થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. લેવડદેવડમાં સાવધાની રાખવી.
સિંહ રાશિ
આજે સમજી-વિચારીને કાર્ય કરવું. મનમાં નકારાત્મક વિચારોને આવવા દેવા નહીં. સમય સામાજિક કાર્યોમાં પસાર થશે. પરિવારનાં કોઈ સદસ્ય સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે. પરંતુ તમારે સુજબૂજથી આ સ્થિતિને સંભાળી લેવાની છે. પરિશ્રમની અપેક્ષામાં સફળતાની પ્રાપ્તિ ઓછી થશે. ભુતકાળમાં કરવામાં આવેલ પુણ્ય કાર્યનું આજે ફળ મળશે. આજના દિવસે મંદિર અવશ્ય જવું. પરિવારજનોની સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો.
કન્યા રાશિ
તમારા કામકાજની બાબતમાં આજનો દિવસ સકારાત્મક રહેવાની ભવિષ્યવાણી છે. કાર્યોમાં રુચિ અને સફળતા મળશે તથા નવી યોજનાઓથી ભરેલો દિવસ રહેશે. ઉત્સાહવર્ધક સૂચનાઓ પ્રાપ્ત થશે. ઉત્તેજના પર નિયંત્રણ રાખવું. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. સુખનાં સાધન વધારો થશે. ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ થઈ શકે છે. જે લોકો ફિલ્મોમાં કામ કરે છે અથવા ગ્લેમરસ ફિલ્ડ સાથે જોડાયેલા છે તેમના માટે સમય ખૂબ જ સારો છે. ટૂંકી માનસિકતાથી તમે ક્યારેય આગળ વધી શકશો નહીં.
તુલા રાશી
સાથે કામ કરતાં લોકો આજે તમને મદદગાર રહેશે. પૂજા-પાઠથી મનપસંદ રહેશે. સંતાન પક્ષથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારમાં કોઈ અવસર હાથ લાગી શકે છે. આધ્યાત્મિકતાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. મન પ્રફુલ્લિત રહેશે. કાર્યમાં મન લાગશે. પોતાની કારકિર્દી પર ફોકસ કરવું. તમારા જીવન માટે ખૂબ જ વધારે મહત્વપૂર્ણ સાબિત થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. કુલ મળીને આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે.
વૃશ્ચિક રાશિ
આજે બુદ્ધિ વિવેકથી લાભ સંભવ છે. પાડોશી અને ભાઈ-બહેનોની સાથે વધારે મધુરતા રહેશે. વેપારની બાબતમાં આજે પરિણામ સારા મળશે. કોઈ સમારોહમાં બધા લોકોની નજર તમારા તરફ રહેશે. થોડી પરેશાની વાળો સમય પણ આવશે, જેથી સાવધાનીપૂર્વક ચાલવું. ચિંતા રહેશે પરંતુ પોતાના મન ઉપર કાબુ રાખવો. તમે સમજી વિચારીને જે કાર્ય કરશો તેમાં તમને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં મિત્રોના આગમનથી આનંદમય દિવસ પસાર થશે.
ધન રાશિ
આજે અમુક સુવર્ણ અવસર મળશે, જે તમને કારકિર્દીમાં ઉંચાઈઓ પર લઈ જવામાં મદદ કરશે. આવકમાં ઘટાડો થઈ શકે છે અને ખર્ચમાં વધારો થવાની પૂરી સંભાવના છે. પોતાના શત્રુઓ સાથે હાથ મિલાવવો વધારે યોગ્ય રહેશે. પરિવારમાં ખુશીઓ જાળવી રાખવા માટે પોતાના ઓફિસનુ કામ ઘરે લઈ જવું નહીં. કોઈ સુંદર યાત્રા પર જવાની ઇચ્છા થઈ શકે છે. કોઈ સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે. નાના ભાઈ-બહેનોના સુખમાં વધારો થશે.
મકર રાશિ
આજે કોઈ પણ વાતને વધારે ચિંતા કરવી નહીં તમારા માટે વધારે સારું રહેશે. દાંપત્યજીવન માટે દિવસ થોડો કમજોર રહેશે. જીવન સાથે સાથે કોઇ વાતને લઇને લડાઈ-ઝઘડા કરવાથી બચવું. તમારા કોઈ નજીકના વ્યક્તિ તમારો પ્લાન બદલી શકે છે. નોકરીની બાબતમાં આજે યાત્રા કરવી પડી શકે છે. પારિવારિક જીવનને લઈને તમારા મનમાં અસંતોષની ભાવના રહેશે. ભાગ્ય કોઈ લાભ થઈ શકે છે. અટવાયેલું કાર્ય ફરીથી ગતિમા આવશે.
કુંભ રાશિ
વેપાર અને નોકરીમાં ઇચ્છિત લાભ પ્રાપ્ત થશે. નોકરીની બાબતમાં કરવામાં આવેલ પ્રયાસ સફળ રહેશે. પ્રેમ જીવન સામાન્ય રહેશે. કાર્યક્ષેત્ર પર તમે પોતાના શત્રુઓથી સાવધાન રહેશો. ગૃહિણીઓને ઘરકામમાં કોઈ વ્યક્તિની મદદ મળી શકે છે. પરિવારનાં વ્યક્તિ તમારા સંબંધ બગાડી શકે છે. કાર્યાલયમાં સહકાર્યકરોનો સહયોગ મળશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. વડીલોના આશીર્વાદ મળશે સરકારી તંત્ર થી લાભ મળી શકે છે.
મીન રાશિ
પરિવારનું વાતાવરણ તમને પરેશાન કરી શકે છે. આજે ગજબનો આત્મવિશ્વાસ રહેવાના યોગ બની રહ્યા છે. તે તમારી આર્થિક સ્થિતિને સારી બનાવવામાં સહાયક સિદ્ધ થશે. કાર્યક્ષેત્ર પણ તમારા દ્વારા કરવામાં આવેલા બદલાવથી બધા લોકો પ્રસન્ન થશે. ઊર્જાના સ્તરમાં વધારો થશે. પરિવારના કોઈ વડીલ વ્યક્તિ સાથે સંબંધો સુધરી શકે છે. પ્રેમ જીવન સામાન્ય રહે છે, પરંતુ કોઈ નવા કામની પહેલ કરવી નહીં. આજે પરાક્રમથી લાભ થશે.