રણવીર સિંહની આ હરકતને જોઈને રવિના ટંડને તેને ફિલ્મનાં સેટ પરથી બહાર કાઢી મુકેલ

રણવીર સિંહ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝનાં તે નામ માંથી એક છે, જેમને કોઈપણ રોલ આપો તે ખુબ જ સરળતાથી કરે છે. પદ્માવત, બાજીરાવ મસ્તાની માં રોયલ અંદાજ અથવા તેમની પહેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત માં સામાન્ય છોકરો દરેક માટે તે ફિટ રહે છે. માત્ર એટલું નહી રણવીર સિંહ પોતાના ફેશન સેન્સ ને લઈને ખુબ જ મશહૂર છે. એક્ટરનાં અતરંગી કપડા વિશે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે, પછી તે કેઝ્યુઅલ આઉટિંગ પર અથવા એરપોર્ટ લુકનાં કપડા, તે હંમેશા લાઈમલાઈટમાં છવાયેલા રહે છે. તેમની ફેન ફોલોઈંગ પણ સારી છે. લોકો તેમને જોવા માટે ઉત્સુક રહે છે.
પરંતુ શું તમે જાણો છો કે એક સમય એવો હતો જ્યારે રણવીરસિંહ પોતે એક અભિનેત્રીનાં ખુબ જ મોટા ફેન હતા. તેના માટે રણવીર ની દીવાનગી કઈક આ રીતે હતી કે તેમના સેટ ઉપર તેમની શુટિંગ જોવા માટે પહોંચી ગયા હતા અને તે અભિનેત્રી રવીના ટંડન હતી. પરંતુ તે બધામાં મજેદાર વાત એ છે કે રણવીર સિંહ સેટ ઉપર પહોંચ્યા ત્યારે રવિના ટંડને તેને ફિલ્મનાં સેટ થી બહાર કાઢી મૂક્યા હતા.
આ વાતથી સમયની છે, જ્યારે વર્ષ ૧૯૯૪માં ફિલ્મ “મોહરા” નું શુટિંગ ચાલી રહ્યું હતું. તે સમયે રણવીર સિંહ માત્ર ૮ થી ૯ વર્ષનાં હતા અને તે ફિલ્મનું શુટીંગ જોવા માટે ગયા હતા. તે સમયે રવીના ટંડન અને અક્ષયની ફિલ્મનાં એક ગીત “ટીપ ટીપ બરસા પાની” નું શુટિંગ ચાલી રહ્યું હતું.
તેવામાં રવિના જ્યારે ગીતનું શુટિંગ કરી રહી હતી. રણવીર સિંહ તેમની સુંદરતાને જોવા માટે પોતાની નજરને હટાવી શક્યા ન હતા અને બસ રવિના ટંડનને જોતાં જ જોઈ રહ્યા હતા. આ વાતનો ખુલાસો રણવીર સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું હતું કે જ્યારે થી ૮ વર્ષનાં હતા, ત્યારે પોતાના કનાડા થી આવેલા એક કઝિન લઈને રવીના ટંડન અને અક્ષય કુમારની ફિલ્મ શુટિંગ જોવા માટે ગયા હતા. તે સમયે રવિના અને અક્ષયનું ફિલ્મનાં ગીત ઉપર શુટિંગ જુહુ માં થઈ રહ્યું હતું.
રવિના પીળા રંગની શિફોન સાડી માં પાણીમાં પલળીને ડાન્સ કરી રહી હતી, ત્યારે રવીનાએ જોયું અને કહ્યું કે આ અજાણ્યો છોકરો કોણ છે.
તે સિવાય રણવીર સિંહે એવું પણ જણાવ્યું હતું કે સેટ માંથી બહાર મોકલી દેવાને લીધે તે ખુબ જ દુઃખી થઈ ગયા હતા. ત્યારબાદ અક્ષય કુમાર આવ્યા અને તેના અજીબ હેર કટ ની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારથી રણવીરસિંહ અક્ષય કુમારનાં પણ ફેન છે.
જ્યારે રણવીરનાં તે ઈન્ટરવ્યુ વિશે રવીના ટંડનને ખબર પડી ત્યારે તેમણે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે રણવીર ખુબ જ શેતાન છે. તે મને હંમેશા આ વાતને લઈને હેરાન કરે છે. મેં તેને બહાર એટલા માટે જવાનું કહ્યું હતું કારણ કે તે સમયે ટીપ ટીપ બરસા ગીતનું શુટિંગ કરી રહી હતી જે એક સેસુઅલ હતું અને તે સમયે રણવીર સિંહ ખુબ જ નાના હતા. જેના લીધે તે અસહજ ફીલ કરતી હતી. તેથી તેણે નિર્માતાને કહીને બાળકને બહાર કાઢી મુક્યો.