રણવીર પહેલા અડધો ડઝન યુવકો સાથે દિપીકા પાદુકોણ લડાવી ચુકી છે ઈશ્ક, બે દિગ્ગજ ક્રિકેટર્સનાં નામ પણ સામેલ

જ્યારે પણ આજના સમયની સૌથી ચર્ચિત અને સફળ બોલીવુડ અભિનેત્રીઓની વાત કરવામાં આવે ત્યારે આ લિસ્ટમાં દીપિકા પાદુકોણ પહેલા નંબર પર આવે છે. પાછલાં ૧૪ વર્ષોથી દીપિકા બોલીવુડમાં કામ કરી રહી છે અને તેમણે આ ૧૪ વર્ષમાં એક થી એક હિટ ફિલ્મો આપી છે. હવે દીપિકા બોલીવુડની હિટ અભિનેત્રીઓમાં ગણતરી કરવામાં આવે છે અને તે બોલીવુડ પર રાજ કરી રહી છે.
વર્ષ ૨૦૦૭માં શાહરૂખ ખાનની સાથે આવેલી ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” થી દીપિકાએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. દીપિકા પાદુકોણનાં ચાહકો તેમના અભિનયની સાથે જ તેમની સુંદરતાના પણ દિવાના છે અને તે પોતાના અફેરને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહી છે. તો ચાલો આજે જાણીએ દીપિકાના અફેર્સ વિશે.
દીપિકા પાદુકોણ અને નીહાર પંડ્યા
દીપિકા પાદુકોણનું નામ સૌથી પહેલા મોડેલિંગના સમયે મુંબઈના નિહાર પંડયા સાથે જોડાયું હતું. બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે માનીએ તો તે બંને પોતાના સંબંધને લઇને ગંભીર હતા. તે બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પરંતુ ત્રણ વર્ષ પછી તે બંનેનો સંબંધ પૂર્ણ થઈ ગયો.
દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલ
નિહાર પંડયા સાથે સંબંધ પૂર્ણ થયા પછી દીપિકા પાદુકોણ ઉપેન પટેલને પ્રેમ કરી બેઠી. પરંતુ તે બંને ખૂબ જ ઓછો સમય સાથે રહ્યાં અને બન્નેનું બ્રેકઅપ થઈ ગયું અને બ્રેકઅપનું કારણ ઉપેન પટેલને માનવામાં આવે છે. જાણકારી પ્રમાણે ઇપેન પટેલ દીપિકાની સાથે લોંગ ટર્મ રિલેશનશીપ માટે તૈયાર ન હતા તેથી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.
દીપિકા પાદુકોણ અને મહેન્દ્ર સિંહ ધોની
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નામ દિપીકા પાદુકોણ સાથે જોડાઈ ચૂક્યું છે. બંને અનેક અવસર પર સાથે જોવા મળ્યા હતા. તે બન્નેની મુલાકાત શાહરૂખ ખાને કરાવી હતી. તે બંને થોડોક સમય સાથે રહ્યાં, પરંતુ તેમના સંબંધને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ અને ખૂબ જ જલ્દી તેમના સંબંધોનો અંત થઈ ગયું.
દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહ
ધોની થી અલગ થયા પછી દીપીકા ભારતના એક દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહને ડેટ કરવા લાગી. યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણનો સંબંધ તે સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યો. તે બન્નેની સગાઈનાં સમાચાર પણ સામે આવવા લાગ્યા હતા. પરંતુ આ જોડી લાંબો સમય સુધી સાથી રહી નહીં અને બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.
દીપીકા પાદુકોણ અને રણવીર કપુર
દીપીકાનું સૌથી ચર્ચિત અફેર રણવીર કપુર સાથે રહ્યું છે. રણબીર સાથેના બ્રેકઅપ પછી દીપિકા પૂરી રીતે તૂટી ગઈ હતી અને ખુબ જ રડી પણ હતી. દીપિકાએ આ વાતનો ખુલાસો જાતે કર્યો છે કે તે રણબીરને બીજા કોઈની સાથે રંગે હાથે પકડી લાવી હતી. બંને એકબીજાને “બચના એ હસીના” થી ડેટ કરી રહ્યા હતા, પરંતુ રણબીર કેટરીનાનાં પ્રેમમાં પડી ગયા હતા અને તેમણે દીપિકા સાથેના સંબંધનો અંત કર્યો હતો.
દીપિકા પાદુકોણ અને સિધ્ધાર્થ માલ્યા
દીપિકા અને બિયર કિંગ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા સાથેના સંબંધો પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. સિદ્ધાર્થે આઈપીએલ મેચ દરમિયાન દીપિકા પાદુકોણને બધા વચ્ચે કિસ પણ કરી હતી. આઈપીએલ મેચ પાર્ટી અને એવોર્ડ શોમાં પણ આ જોડી સાથે જોવા મળી હતી. વર્ષ ૨૦૧૧માં બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બે વર્ષના ડેટિંગ પછી બંનેના સંબંધોનો અંત થઈ ગયો. દીપિકાએ બ્રેકઅપનું કારણ સિદ્ધાર્થ માલ્યાની ખરાબ આદતો જણાવી હતી અને સિદ્ધાર્થ દીપિકાને ક્રેઝી છોકરી કહ્યું હતું. બ્રેકઅપ પછી બંને એકબીજા ઉપર આરોપ લગાવતા હતા.