રણબીર કપુરે નાકમાં આંગળી નાંખીને અનુષ્કા શર્માનાં કપડાંમાં સાફ કર્યું, એક્ટ્રેસે આપ્યો ઠપકો, જુઓ વિડિયો

રણબીર કપુર અને અનુષ્કા શર્મા એ એ દિલ હે મુશ્કિલ, સંજુ અને બોમ્બે વેલવેટ જેવી ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. લોકોને તેમની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન કેમેસ્ટ્રી ખુબ જ પસંદ આવી છે. એ દિલ હે મુશ્કિલ નાં પ્રમોશન દરમિયાન બંને એ ખુબ જ મસ્તી કરી હતી. હાલમાં એક યુટ્યુબનાં યુઝરે તે એક્ટર્સનો એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં રણબીરને ઠપકો આપતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં રણવીર અને અનુષ્કાનો એક ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે, તે દરમિયાન રણવીર કપુર પોતાના નાકમાં આંગળી કરે છે અને ત્યારબાદ અનુષ્કાનાં કપડા પર તે આંગળી લગાવે છે, તેનાથી અનુષ્કાને ગંદુ લાગે છે અને કહે છે કે તે હંમેશાં નાકમાં આંગળી કરે છે જેમ અત્યારે કરી રહ્યો છે.
રણબીરે અનુષ્કાની ડ્રેસની ઉડાવી મજાક
અનુષ્કા આગળ કહે છે કે, “શું તું ઉભો રહીશ? આ ભાડાના કપડાં છે.” તે આગળ ક્લિયર કરે છે કે, “આ નહીં, આ મારા પોતાના છે.” તેની ઉપર અનુષ્કાને ડ્રેસની મજાક ઉડાવતા રણવીર કહે છે કે તે ડોક્ટરનાં કોટ જેવો છે.
હવે આ ફિલ્મમાં જોવા મળશે રણબિર
વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લી વખત શાહરુખ ખાન અને કેટરીના કેફની સાથે “ઝીરો” માં જોવા મળી હતી. અત્યારે તે પોતાનાં મધરહુડ ફેઝ એન્જોય કરી રહી છે. વળી બીજી બાજુ રણબીર હવે “બ્રહ્માસ્ત્ર” અને “શમશેરા” જેવી ફિલ્મોમાં જોવા મળશે.