રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ આવ્યા છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમને ઓક્સિજન પર રાખ્યા છે. નૃત્ય ગોપાલ દાસ અત્યારે મથુરામાં છે. આગ્રાના સીએમઓ અને તમામ ડૉકટર્સ નૃત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે.

આ બધાની વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલ દાસના સમર્થકો અને મથુરાના જિલ્લાધિકારી સાથે વાત કરી છે. તેની સાથે જ સીએમ યોગીએ મેદાંતા હોસ્પિટલના ડૉકટર નરેશ ત્રેહાન સાથે વાત કરી અને મહંત નૃત્ય ગોપાલ દાસને જરૂરી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવાનો આદેશ આપ્યો છે.

મથુરામાં નૃત્ય ગોપાલ દાસ
ઉલ્લેખનીય છે કે નૃત્ય ગોપાલ દાસ દર વર્ષે જન્માષ્ટમી દરમ્યાન મથુરા આવે છે. મથુરા યાત્રા દરમ્યાન આજે તેમની તબિયત લથડી. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો.

ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં અયોધ્યામાં રામલલાના બે પૂજારી કોરોના સંક્રમિત મળ્યા હતા. આ સિવાય કેટલાંય પોલીસકર્મી પણ કોરોના પોઝિટિવ મળ્યા હતા. કોરોના સંકટને જોતા રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં ખાસ બંદોબસ્ત કરાયો હતો. માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાયું હતું.
