રાખી સાવંત થી લઈને આયશા ટાકિયા સુધી, જ્યારે પ્લાસ્ટિક સર્જરી એ બગાડી નાખ્યા આ હસીનાઓના ચહેરા

બોલીવુડમાં દમદાર અભિનયની સાથે સાથે સુંદરતા પર પણ વધારે ધ્યાન આપવામાં આવે છે. આજ કારણ છે કે બોલીવુડની હિરોઈનો પોતાની સુંદરતાનું ધ્યાન રાખતી હોય છે. કોઈ યોગાથી પોતાની સ્કીનને સુંદર બનાવે છે તો કોઈ બધા જ પ્રકારના ઘરેલુ નુસ્ખા અપનાવીને પોતાના શરીરની સુંદરતા બનાવી રાખે છે.
જો કે ઘણી અભિનેત્રીઓ એવી પણ છે કે જેમણે વધારે સુંદર દેખાવાના ચક્કરમાં પ્લાસ્ટિક સર્જરી સુધીનો સહારો લઈ લીધો હતો. જો કે વધારે સુંદર દેખાવાનું તો દૂર પરંતુ પ્લાસ્ટિક સર્જરીના ચક્કરમાં આ સુંદર અભિનેત્રીઓના ચહેરા બગડી ગયા. સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીને પોતાના બગડેલા ચહેરાના કારણે ઘણીવાર ફેન્સની આલોચનાનો શિકાર પણ થવું પડ્યું છે. તમને જણાવીએ અભિનેત્રીઓના વિશે જે સર્જરીના કારણે ફેન્સના નિશાના પર આવી ચૂકી છે.
રાખી સાવંત
રાખી બોલિવુડની હિરોઈન તો નથી પરંતુ આઈટમ ગર્લ રહી ચૂકી છે. પોતાનો બિન્દાસ અંદાજ અને જબરદસ્ત ડાન્સથી તેમણે લોકોની વચ્ચે ઓળખ બનાવી. ફિલ્મ “અગ્નિચક્ર” થી રાખી એ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેના સિવાય તે ફિલ્મ “મૈ હું ના” માં પણ જોવા મળી હતી. જો કે પોતાને વધારે સુંદર બનાવવા માટે રાખી એ પ્લાસ્ટિક સર્જરીની મદદ લીધી હતી. જેના લીધે તેના હોઠ ખૂબ જ મોટા થઈ ગયા. રાખીએ ઘણી સર્જરી કરાવી જેના લીધે તેના ગાલ, આંખ બધામાં જ બદલાવ થઈ ગયો. જો કે દર્શકોને તેમનો આ અંદાજ પસંદ ના આવ્યો અને તેમને પ્લાસ્ટિકની દુકાન કહી દીધી. સોશિયલ મીડિયા પર ઘણીવાર તેની મજાક ઊડતી રહે છે.
કોઈના મિત્રા
બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી કોઈના મિત્રા પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂકી છે અને તેને તે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ માને છે. ફિલ્મોમાં પહેલા કોઈના ખૂબ જ હોટ નજર આવતી હતી. એટ્રેક્ટિવ દેખાવાના ચક્કરમાં તેમણે નાક અને હોઠની સર્જરી કરાવી હતી. આ સર્જરી પછી તેનો ચહેરો સારો થવાની જગ્યાએ બગડી ગયો હતો. જેના લીધે તેમની પાસે ફિલ્મોની અછત થવા લાગી હતી. કોઈના મિત્ર બિગ બોસ-૧૩ માં સામેલ થઈ હતી અને તેમાં તેમણે પ્લાસ્ટિક સર્જરીની વાત પણ સ્વીકારી હતી.
શ્રુતિ હસન
કમલ હસનની પુત્રી શ્રુતિ બોલિવૂડ ફિલ્મો સિવાય સાઉથની ફિલ્મોમાં પણ પોતાનો જાદુ ચલાવી ચૂકી છે. તે એક અભિનેત્રી હોવાની સાથે-સાથે એક ખૂબ જ સારી સિંગર પણ છે. શ્રુતિ ખૂબ જ સુંદર અભિનેત્રી છે પરંતુ તેમણે પણ નાકની સર્જરી કરાવી હતી. જો કે નાકની સર્જરી પછી તેમના ચહેરા પર બદલાવ જોવા મળે છે. તેમણે પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમણે સર્જરી કરાવી હતી. જણાવી દઈએ કે શ્રુતિ પૃથ્વી, આયીરામ જેવી ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.
સહર
મસૂર હોલિવૂડ અભિનેત્રી એન્જેલીના જોલી લાખો લોકોની પ્રેરણા છે અને તેમની સુંદરતા પર દરેક લોકો ફિદા છે. જોકે સોશિયલ મીડિયા સ્ટાર સહર એ એન્જેલીના જોલી જેવી દેખાવા માટે લગભગ ૫૦ સર્જરી કરાવી છે. તે એન્જલિના જોલી જેવી તો ના બની શકી પરંતુ તેમનો ચહેરો પૂરી રીતે બરબાદ થઈ ગયો. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો ખૂબ જ વાયરલ થાય છે પરંતુ લોકો તેમને ઝોમ્બી, ભૂત જેવી કોમેન્ટ કરતા રહે છે. સહર એ જણાવ્યું હતું કે તે પોતાનું વજન ૪૦ કિલો થી વધારે વધારતી નથી.
આયશા ટાકિયા
આયશાને બોલિવૂડની અભિનેત્રીઓમાંથી સૌથી સુંદર માનવામાં આવતી હતી. પરંતુ પ્લાસ્ટિક સર્જરી પછી તેમના માટે લોકોનું મંતવ્ય બદલાઈ ગયું. ટારઝન ગર્લ આયશા ટાકિયાએ હોઠની સર્જરી કરાવી હતી પરંતુ સર્જરી પછી તેમનો પૂરો ચહેરો જ બદલાઇ ગયો. ફેન્સને આયશાનો અંદાજ બિલકુલ પણ પસંદ ના આવ્યો અને લોકોએ તેમને ખૂબ જ ટ્રોલ પણ કરી હતી. સર્જરી પછી આયશાને તો ફિલ્મો મળવાની પણ બંધ થઈ ગઈ. પાછલા ઘણા સમયથી આયશા કોઈ ફિલ્મ કે પ્રોજેક્ટમાં નજર આવી નથી.