રાજેશ ખન્નાની એવી ગર્લફ્રેન્ડ જે છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે રહી હતી, ૭ વર્ષ સુધી બંને એક જ ઘરમાં રહ્યા

હિન્દી સિનેમાનાં પહેલા સુપરસ્ટાર દિવંગત અને દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના ઘણીવાર પોતાના કીસ્સા અને ફિલ્મોને લીધે ચર્ચાનો વિષય બની જાય છે. રાજેશ ખન્નાએ દુનિયાને છોડીને લગભગ ૯ વર્ષ થઈ ગયા છે. જો કે ફેન્સને ઘણીવાર તેમના પ્રિય સુપરસ્ટારની યાદ આવતી હોય છે. રાજેશ ખન્નાનું એક સમય બોલીવુડમાં ખુબ જ મોટું નામ હતું.
રાજેશ ખન્નાનો એક સમય એવો હતો કે નિર્માતાઓ રાજેશ ખન્નાની તેમની ફિલ્મ લેવા માટે વિનંતી કરતા હતા. “કાકા” નાં નામથી જાણીતા રાજેશ ખન્ના એક સમયે સ્ટારડમ ચરમ પર હતું. તે સમયે એવું કહેવાતું હતું કે ઉપર “આકા” નીચે “કાકા”. એટલે કે જ્યાં જુઓ ત્યાં ફક્ત રાજેશ ખન્નાનની અસર જોવા મળતી હતી.
રાજેશ ખન્નાને બોલીવુડમાં જે સ્ટારડમ મળ્યું તેના તો તેના પહેલા કોઈને મળ્યું છે અને ના તો ત્યારબાદ સ્ટારડમ બીજા કોઇ કલાકારે પ્રાપ્ત કર્યું છે. કાકા પછી અને પહેલા પણ બોલીવુડમાં અનેક સારા કલાકારો મળ્યા હતા, પરંતુ સ્ટારડમની દ્રષ્ટિએ કાકા દરેક ઉપર ભારે પડ્યા હતા.
રાજેશ ખન્ના પોતાની ફિલ્મો અને અમીરીની સાથે જ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. ૧૬ વર્ષની ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરવાની વાત હોય અથવા તો સુંદર અભિનેત્રી અંજુ મહેન્દ્ર સાથે અફેર હોય. કાકા ની દરેક ચીજ ખુબ જ ચર્ચામાં રહી છે. રાજેશ ખન્ના અને અંજુ મહેનદૃ સુધી સાથે રહ્યા છે. અંજુ પણ કાકાની સાથે તેમના ઘર પર રહેતી હતી.
અંજુ અને રાજેશ ખન્ના વચ્ચે બધું સારું ચાલી રહ્યું હતું, પરંતુ રાજેશ ખન્નાની ઈચ્છા હતી કે અંજુ ફિલ્મી દુનિયા છોડી દે અને તેમની સાથે લગ્ન કરી ઘર વસાવી લે. પરંતુ અંજુ બોલીવુડમાં પોતાની કરિયર બનાવવા માંગતી હતી. તેવામાં બંનેના સંબંધોમાં તિરાડ પડવા લાગી અને ત્યારબાદ ૧૯૭૧ સુધી બંનેના સંબંધોનો અંત આવી ગયો. કહેવામાં આવે છે કે કાકા હંમેશા અંજુને લઈને પણ તેમને રોકતા રહેતા હતા. ક્યારેક તેમના સ્કર્ટ પહેરવા પર સવાલ કરતા હતા અને ક્યારેક સાડી પહેરવા પર કહેતા કે તું ભારતીય નારી જેવી કેમ દેખાવવા માંગે છે?
બંનેના બ્રેકઅપનું કારણ વેસ્ટ ઈન્ડિઝનાં પૂર્વ ક્રિકેટર ગેરી સોબર્સ સાથે અંજુનાં વધતા સંબંધો પણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે અંજુ એ ગેરી સાથે સગાઈ કરી લીધી હતી, જ્યારે રાજેશ ખન્નાને આ ખબર પડી ત્યારે તેમણે અંજુ સાથે સંબંધ તોડી દીધો. અંજુ બ્રેકઅપ થયા પછી પણ રાજેશ ખન્ના નાં છેલ્લા શ્વાસ સુધી તેની સારી મિત્રના રૂપમાં તેમની સાથે રહી.