રાજ કપુરનાં જીવન સાથે જોડાયેલા આ ૨ રહસ્યો વિશે બહુ ઓછા લોકો જાણતા હશે

ભારતીય સિનેમામાં “શો મેન” નાં નામથી ચર્ચિત રાજ કપુર ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સાથે જોડાયેલા અનેક કિસ્સા આજે પણ મશહૂર છે. પછી વાત ભલે એક્ટ્રેસ નરગિસની સાથે તેમના લવ અફેરની હોય, મુવીમાં અભિનેત્રીનાં બોલ્ડ સીન કરવાની હોય અથવા તો તેમના પરિવાર સાથે જોડાયેલું કોઈ પણ રહસ્ય હોય, રાજ કપુર સાથે જોડાયેલી દરેક વાત આજે તેમના ચાહકો જાણવા માંગે છે.
આજે તમને રાજ કપુરનાં જીવન સાથે જોડાયેલા એવા રહસ્ય જણાવીશું, જે કદાચ તમને ખબર નહીં હોય. આ રહસ્ય તેમના પરિવાર સાથે જોડાયેલું છે અને રાજ કપુરનાં જીવનમાં આ બંને ઘટનાઓની ખૂબ જ ઉંડી અસર થઇ હતી.
પહેલું રહસ્ય
તે વાત તો દરેક લોકો જાણે છે કે ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન નરગીસ અને રાજ કપુરની કેમિસ્ટ્રી શું હતી. બંનેનાં પ્રેમની ચર્ચા માત્ર ઈન્ડસ્ટ્રીઝમાં નહીં, પરંતુ રાજ કપુરના ઘરમાં પણ દરેક લોકો જાણતા હતા. રાજ કપુર અને નરગીસ એકબીજાને એટલો પ્રેમ કરતા હતા. વળી રાજ કપુરની પત્ની ક્રિષ્ના રાજ કપુરને પણ આ વાત ખબર હતી. પરંતુ તે જાણતાં હતાં પણ તેમણે પતિ રાજ કપુર સાથે સંબંધ તોડ્યો નહીં અને પોતાના પાંચ બાળકોની સંપુર્ણ દેખભાળ કરતી રહી.
પરંતુ રાજ કપૂરે પણ પોતાની પત્ની કૃષ્ણ રાજ કપુરને ક્યારેય એકલી મૂકી નહીં. નરગીસને પૂરી આશા હતી કે રાજ કપુર તેની સાથે લગ્ન કરશે. પરંતુ રાજ કપૂરે નરગીસને તે વાત સ્પષ્ટ કહી હતી કે તે પોતાના બાળકોની માતાને ક્યારેય એકલી નહીં મુકે. આ વાતથી ઉદાસ થઈ. નરગીસ આરકે સ્ટુડિયો દ્વારા બનેલી ફિલ્મ જાગતે રહો માં કામ કર્યા પછી પણ તે સ્ટુડિયોમાં પગ ન રાખવાના કસમ લીધી હતી. આ ફિલ્મ વર્ષ ૧૯૫૬માં પૂરી થઈ હતી અને વર્ષ ૧૯૫૮માં નરગીસે પોતાના કો-સ્ટાર સુનીલ દત્ત સાથે લગ્ન કરી લીધા.
પોતાનાં પુસ્તક “ખુલ્લમ ખુલ્લા” માં રિશી કપૂરે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. મારા લગ્ન આરકે સ્ટુડિયો માં થયા હતા. લગ્નનું ખૂબ જ મોટું જશ્ન રાખવામાં આવ્યું હતું. મારા લગ્નમાં ફિલ્મી જગતના દરેક સ્ટાર આવ્યા હતા. ૨૪ વર્ષ પછી નરગીસજી એ આરકે સ્ટુડિયો માં પગ રાખ્યો હતો. તે પોતાના પૂરા પરિવારની સાથે મારા લગ્નમાં આવ્યા હતા, પરંતુ મને ખબર હતી કે તે ખૂબ જ ઉદાસ હતા. મારી માતાએ તેમની ઉદાસી જોઈ લીધી હતી અને તેમની પાસે જઈને બોલી મારા પતિ ખૂબ જ હેન્ડસમ છે અને રોમેન્ટિક પણ છે. તેમના પ્રત્યે આકર્ષિત થવાની વાતને હું સમજી શકું છું. પરંતુ પોતાના ભૂતકાળ ને પોતાના ઉપર હાવી થવા દેવો જોઈએ નહીં. તમે મારા ઘરે ખુશીનાં અવસર ઉપર આવ્યા છો અને મારા મિત્ર છો.” કૃષ્ણા રાજ કપુરે પોતાના આ વ્યવહારથી નરગીસનું દિલ જીતી લીધું હતું અને ત્યારબાદ નરગીસ કમ્ફર્ટેબલ થઈ ગઈ હતી.
બીજું રહસ્ય
વર્ષ ૧૯૮૫ ની વાત છે આરકે સ્ટુડિયો દ્વારા બનાવેલી ફિલ્મ “રામ તેરી ગંગા મેલી હો ગઇ” માં રાજ કપૂરે પોતાના સૌથી નાના પુત્ર રાજીવ કપુરને લોન્ચ કર્યો હતો. ફિલ્મમાં રાજીવના અપોઝિટ મંદાકિની હતી. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. પરંતુ તે ફિલ્મની સફળતાનો પૂરી જવાબદારી મંદાકિની ને માનવામાં આવી.
ફિલ્મમાં મંદાકિની ઝરણાની નીચે બેસી અને વાઇટ સાડીમાં એક સીન આપ્યો હતો. તે ફિલ્મમાં મંદાકિની દ્વારા અન્ય પણ અનેક ગ્લેમરસ સીન આપવામાં આવ્યા છે. તેને લોકોએ ખૂબ જ પસંદ કરી અને મંદાકિની રાતોરાત સ્ટાર બની ગઈ. આ વાતથી ઉદાસ થઈ રાજીવ કપૂરે પોતાના પિતા રાજ કપૂરે કહ્યું કે હવે તે બીજી એક ફિલ્મ બનાવશે જેમાં તેમનું પાત્ર મજબૂત થશે. પરંતુ રાજ કપૂરે આવું કરવાના બદલે ફિલ્મોમાં આસિસ્ટન્ટ બનાવી લીધા અને રાજ કપુર રાજીવ પાસે એવા દરેક કામ કરાવવા લાગ્યા, જે એક સ્પોટ બોય કરે છે. જો કે રાજીવે અન્ય બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જે આરકે સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી ન હોય અને તેમાંથી એક ફિલ્મ ચાલી નહીં. આ ફિલ્મ પછી રાજ કપુર અને રાજીવ કપુરનાં સંબંધોમાં ખૂબ જ કડવાશ આવી ગઈ.