રાહુ-કેતુથી છો પરેશાન તો આ દિવસે કરો આ વસ્તુઓનું દાન, દરેક પરેશાનીનો માંથી મળશે છુટકારો

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને પાપ ગ્રહ માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે, રાહુ અને કેતુનાં કારણે મનુષ્ય નાં જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. જો કોઇ વ્યક્તિની રાશિમાં રાહુ અને કેતુની અશુભ સ્થિતિ હોય તો તેના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. પરંતુ એવું નથી કે હંમેશા રાહુ અને કેતુ અશુભ ફળ જ આપે. તમને જણાવી દઈએ કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ શુભ હોય તો તેના કારણે જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળે છે.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ-કેતુનો દોષ હોય અને તે હંમેશા પોતાના જીવનમાં પરેશાન રહેતા હોય તો અને કોઈને કોઈ વાતને લઈને જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થતી રહેતી હોય. તો એવું પરંતુ એવું નથી કે રાહુ અને કેતુ નાં દોષ માંથી છુટકારો પ્રાપ્ત ન કરી શકાય. જ્યોતિષશાસ્ત્ર માં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેની મદદથી તમે રાહુ અને કેતુ નાં દોષ થી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો. રાહુ અને કેતુ તમને પરેશાન કરી રહ્યા હોય તો એવી સ્થિતિમાં કેટલીક વિશેષ વસ્તુઓ દાન દિવસ અનુસાર કરવાથી રાહુ અને કેતુ ની પરેશાનીમાંથી રાહત પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ, રાહુ અને કેતુ નાં અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે કઈ વસ્તુઓ નું કયા દિવસે દાન કરવું જોઈએ.
રાહુ નાં દોષ થી છુટકારો મેળવવા માટે આ વસ્તુઓનું કરો દાન
જો કોઈ વ્યક્તિ રાહુ દોષ નાં કારણે પરેશાન હોય તો એવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલા આ ઉપાય અપનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ રાહુ નાં પ્રભાવ થી પીડિત હોય તેને ચાની ભૂકી, અગરબત્તી, કાળા અને સફેદ ઘાબળા અને સિક્કા નું દાન કરવું જોઈએ. તેનાથી રાહુના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત સંભવ હોય તો નેત્રહીન અને કુષ્ટ રોગ થી પીડિત લોકોની મદદ જરૂર કરવી. અને સપ્ત અનાજ નું કીડિયારું પૂરવું.
આ વિશેષ દિવસે કરવું દાન
જે લોકો રાહુ થી પરેશાન હોય તેઓએ આ દરેક સામગ્રી નું શનિવાર નાં દિવસે દાન કરવું જોઈએ પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે, તમારે આ દરેક વસ્તુઓનું દાન શનિવાર નાં દિવસે સૂર્યાસ્ત પછી કરવું. જ્યારે પણ તમે આ વસ્તુઓનું દાન કરી રહ્યા હોય તે સમયે “ऊं रां राहवे नमः” આ મંત્રનો જાપ મનમાં કરવો. આ ઉપરાંત નિયમિત રૂપથી સાંજના સાત વાગ્યા બાદ અથવા તો જ્યારે પણ સુવા જઈ રહયા હોવ ત્યારે ઉપર જણાવેલ મંત્રનો જાપ ૧૧,૨૧,૫૧ અથવા તો ૧૦૮ વાર કરવો. એવું જણાવવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી રાહુ નાં પ્રભાવમાંથી ખૂબ જ જલ્દી છુટકારો મળી શકે છે.
કેતુ નાં દોષ થી રાહત મેળવવા માટે કરો આ વસ્તુઓનું દાન
જે લોકો કેતુ દોષ થી પીડિત હોય તેણે કાળા અને સફેદ રંગ નાં કપડા નું દાન કરવું જોઈએ. આ ઉપરાંત આંબળા અને આંબળા નો મુરબ્બો, લીંબુ ચાકુ વગેરે વસ્તુઓનું દાન કરવું. એવું કહેવામાં આવે છે કે, આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ પરથી કેતુ નો અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે. તમે કૂતરાને રોટલી પણ ખવડાવી શકો છો.
આ વિશેષ દિવસે કરવું દાન
જે લોકો પર કેતુની ખરાબ દશા ચાલી રહી હોય તેને મંગળવાર અને બુધવાર નાં દિવસે ઉપર જણાવેલી વસ્તુઓ નું દાન કરવું. તેની સાથે જ્યારે પણ તમે દાન કરો છો તે સમય દરમ્યાન “ॐ स्रां स्रीं स्रौं सः केतवे नमः।” આ મંત્રનો જાપ કરવો. આ ઉપરાંત નિયમિત રૂપથી સાંજના ૭ કલાકે અથવા તો સુવાના સમયે આ મંત્રનો ૧૧, ૨૧, ૫૧ કે ૧૦૮ વાર જાપ કરવો. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી કેતુ દોષ થી મુક્તિ મળે છે.