પુરુષો માટે વરદાન છે “સરગવો”, તેને ખાવાથી પુરુષોને નથી થતી આ અંદરની બિમારીઓ, જાણો તેના લાભ

પુરુષો માટે વરદાન છે “સરગવો”, તેને ખાવાથી પુરુષોને નથી થતી આ અંદરની બિમારીઓ, જાણો તેના લાભ

પુરુષો માટે પૌષ્ટિક આહાર જરૂરી છે. પૌષ્ટિક આહાર ખાવાથી શરીરને તાકાત મળે છે અને ઘણા પ્રકારના રોગોથી તેની રક્ષા પણ થાય છે. પુરુષો માટે સરગવો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીરનો બચાવ ઘણી બધી બિમારીઓથી થાય છે. એટલા માટે તમારે પોતાની ડાયટમાં સરગવાને જરૂરથી સામેલ કરવો જોઈએ.

Advertisement

સરગવાને મોરિંગા અને ડ્રમસ્ટિક નામથી ઓળખવામાં આવે છે. તેની અંદર ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે. સરગવાની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયરન અને ઝીંક ભરપૂર માત્રામાં હોય છે. એટલું જ નહીં તે વિટામિન-એ, વિટામિન-કે, બીટા-કેરોટિન, વિટામિન-બી, વિટામીન-સી, વિટામીન-ડી અને વિટામીન-ઇ થી યુક્ત હોય છે. તેને ખાવાથી પુરુષોને અંદરનાં રોગ થતા નથી. તો ચાલો જાણીએ કે તેને ખાવાથી ક્યાં રોગમાંથી છુટકારો મળે છે.

પ્રોસ્ટેટ કેન્સરથી બચાવ

જે પુરુષો સરગવાનું સેવન કરે છે, તેમને પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. તેના બી અને પાનમાં સલ્ફર યુક્ત કમ્પાઉન્ડ એટલે કે ગ્લુકોસાઈનોલેટ્સ મળી આવે છે, જેમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. સરગવા પર કરવામાં આવેલ અધ્યયનમાં તે વાત સાબિત થઈ ચૂકી છે કે તેને ખાવાથી પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર કોશિકાઓની વૃદ્ધિ થતી નથી અને આ કેન્સરથી તેમનો બચાવ થાય છે. સાથોસાથ સોફ્ટ પ્રોસ્ટેસ્ટ હાઇપરપ્લાસીયા ને રોકવામાં પણ મદદગાર હોય છે. સોફ્ટ પ્રોસ્ટેટ હાઇપરપ્લાસીયા ને કારણે પેશાબ આવવામાં પરેશાની થાય છે.

ઇરેકટાઇલ ડિસફંકશન દૂર થાય છે

સરગવો ખાવાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શન ની સમસ્યા ઊભી થતી નથી. સરગવાના બી અને પાનની અંદર મળી આવતા તત્વ ઇરેક્ટાઇલ ડિસફંક્શનને ઓછું કરવાનું કામ કરે છે. એટલા માટે જે લોકોને તેવી સમસ્યા હોય તેઓ પોતાની ડાયટમાં સરગવાને જરૂરથી શામેલ કરે.

બ્લડ શુગર કંટ્રોલમાં રહે

બ્લડ સુગરની સમસ્યાથી બચવા માટે સરગવો ખૂબ જ લાભકારી છે. તેને ખાવાથી ટાઈપ-૨ ડાયાબિટીસ થતું નથી અને સુગર હમેશાં કન્ટ્રોલમાં રહે છે. હકીકતમાં પર્યાપ્ત ઇન્સ્યુલિનનું ઉત્પાદન નહીં થવાને કારણે શુગર થાય છે. જોકે સરગવો ખાવાથી ઇન્સ્યુલીનનું ઉત્પાદન યોગ્ય રીતે થાય છે અને તે રક્ત શર્કરામાં વૃદ્ધિ થવા દેતું નથી. એટલા માટે સરગવો ખાવાથી સુગરને રોકવામાં પણ મદદગાર બને છે.

પ્રજનન ક્ષમતા વધે છે

પ્રજનન ક્ષમતાને મજબૂત બનાવી રાખવા માટે આ શાક ખૂબ જ કારગર સાબિત થાય છે. તેનું નિયમિત રૂપથી સેવન કરવાથી પ્રજનન ક્ષમતા કમજોર થતી નથી. હકીકતમાં સરગવાનાં પાન અને બી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. વળી આ શાકભાજી પર કરવામાં આવેલા સંશોધનમાં મળી આવ્યું છે કે જે પુરુષો તેનું સેવન કરે છે. તેની પ્રજનન ક્ષમતા ઉંમરની સાથે કમજોર પડતી નથી.

આવી રીતે કરવું સરગવાનું સેવન

સરગવાનું સેવન ઘણા પ્રકારે કરવામાં આવે છે. ઘણા લોકો તેનું શાક બનાવીને ખાય છે, જ્યારે અમુક લોકો તેનું ચૂરણ બનાવીને સેવન કરે છે. સરગવાનું ચૂર્ણ તૈયાર કરવો ખુબ જ સરળ છે. તમારે તેના પાન અને બીજને સાફ કરીને તડકામાં સૂકવી દેવાના છે. જ્યારે તે સારી રીતે સૂકાઈ જાય, તો તેને પીસીને પાવડર તૈયાર કરી લેવો. આ ચૂર્ણને ડબ્બામાં ભરીને રાખી લેવું અને દરરોજ એક ચમચી તેનું સેવન કરવું.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.