પુખ્ત વય ની થઈ તે પહેલા જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી આ અભિનેત્રીઓ, કોઈએ પતિ સાથે લીધા હતા છૂટાછેડા તો કોઈ ડીવોર્સ વગર જ પતિથી થઈ હતી અલગ

આજના સમાજમાં લગ્ન અને છુટાછેડા ખૂબ જ સામાન્ય બની ગયા છે. લોકો લગ્ન કરી લે છે અને જો સબંધ સારા ના ચાલે તો છૂટાછેડા લઈને આગળ વધે છે. ઘણા ફેમસ સેલેબ્સ પણ તેમના જીવનસાથી થી છૂટાછેડા લીધા પછી અલગ થઈ ગયા હતા. ચાલો જાણીએ કે, એ અભિનેત્રીઓ વિશે જે પુખ્તવ્ય નાં થયા તે પહેલાં જ ગર્ભવતી થઈ હતી. કેટલાક નાં તો છૂટાછેડા પણ થઇ ગયા હતા અને કેટલાક પતિથી છૂટાછેડા લીધા વગર અલગ રહેવા લાગી હતી.
બોબી ફિલ મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી ડિમ્પલ કાપડિયા ૧૬ વર્ષની ઉંમરમાં જ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ કાપડિયા લગ્ન ને થોડાક મહિનામાં જ તે ગર્ભવતી થઈ ગઈ હતી.
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા ને બે પુત્રી છે લગ્ન નાં ૧૨ વર્ષ પછી ડિમ્પલ કાપડિયા રાજેશ ખન્નાથી છૂટાછેડા લીધા વિના તેમનાથી અલગ થઈ ગઈ હતી. અને અલગ રહેવા લાગ્યા હતા.
ટીવી જગતનો પ્રખ્યાત ચહેરો ઉર્વશી ધોળકિયા પણ પુખ્ત અવસ્થામાં પહોંચતા પહેલા જ માતા બની હતી. તેણે ૧૬ વર્ષની ઉંમરે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોના જન્મના કેટલાક મહિના પછી ઉર્વશી એ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. પતિથી છૂટાછેડા લીધા પછી ઉર્વશીએ બાળકોને એકલા હાથે ઉછેર્યા છે.
ભાગ્યશ્રી સલમાન ખાનની સાથે મૈને પ્યાર કિયા થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે સમયે તેમની ઉંમર ૧૭ વર્ષથી પણ ઓછી હતી. આ ફિલ્મ નાં શૂટિંગ દરમિયાન જ ભાગ્યશ્રી એ અભિનેતા હિમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા. આ પ્રકારની વાતો તમામ મીડિયા રિપોર્ટ માં લખવામાં આવી હતી કે, ભાગ્યશ્રી લગ્ન પહેલાં ગર્ભવતી થઈ હતી. તેથી જ તેમણે ઉતાવળમાં લગ્ન કર્યા.