પબ્લિકે કે આર કે વિરુદ્ધ સલમાન ખાન અને મિકા સિંહ નો આપ્યો સાથ

સુપરસ્ટાર સલમાન ખાન અને સિંગર મીકા સિંહ સાથે પંગો લીધા પછી ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાનની સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ખરાબ રીતે આલોચના થઈ રહી છે. ફેન્સ કે આર કે નાં વિરુદ્ધ મિકા સિંહ અને ભાઈજાન નાં સપોર્ટમાં આવ્યા છે. હાલમાં જ એક યૂઝરે કેઆરકે ની જ્યારે કુતરા સાથે તુલના કરી ત્યારે તેની પર મિકા સિંહ એ રીએકશન આપ્યું છે. જે ખૂબ જ વાયરલ થઈ ગયું છે.
ગયા દિવસોમાં કેઆરકે પોતાના ટ્વિટર એકાઉન્ટ ને લોક કરી લીધું છે. ત્યારબાદ તેમના ટ્વીટ્ર ને માત્ર તે લોકો વાંચી શકે છે જે તેમને ફોલો કરે છે તેની પર પનું માન નામના એક યુઝરે રિએક્ટ કરતાં લખ્યું હવે ટ્વિટર પ્રાઇવેટ કરીને પીઠ બતાવી રહ્યા છો. હૈશટગ કે આર કે કુતરો, હવે તને તે દુઃખની ખબર પડશે જેમાંથી દરેક ફિલ્મ એક્ટર અને એક્ટ્રેસેસ પસાર થઈ છે. માત્ર એક વ્યક્તિ આગળ આવ્યો છે અને ધન્યવાદ માટે ઉભો થયો છે. મિકા સિંહ અમે તમારા ઉદાર સ્વભાવ અને પ્રતિભા માટે તમને પ્રેમ કરીએ છીએ.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, રાત્રે એક સ્ટ્રીટ કૂતરો ફરતો જોવા મળી રહ્યો છે. અને યુઝર નો અવાજ સંભળાઈ રહ્યો છે. જે કુતરા સાથે વાત કરતાં કે આર કે પર નિશાનો કરી રહ્યા છે અને કહી રહ્યા છે ઓય કે આર કે શું હાલ છે તારો હવે શું થયું ટ્વિટર પ્રાઇવેટ કરી દીધું. આખી દુનીયા રાહ જોઈ રહી છે તારા જવાબની.
યુઝરના આ ટ્વીટને રીટ્વીટ કરતા મીકા સિંહે લખ્યું હું તમને બધાને આગ્રહ કરું છું. પ્લીઝ કૂતરાનું મજાક ઉડાવશો નહીં. હું મારી વાત ફરી કહું છું, કે આર કે ની તુલના કુતરા ની સાથે કરો નહીં. મારી તમને બધાને વિનંતી છે. તેના પહેલા મીકા સિંહે પોતાના ટ્વીટ્ દ્વારા કે આર કે ની લતાડ લગાવી હતી. તેમણે કહ્યું હતું કે, કે આર કે નો સામનો અત્યાર સુધી માત્ર સીધા લોકોથી થયો છે. હું અનુરાગ કશ્યપ અથવા કરણ જોહર નથી હું તારો બાપ છુ.