“પ્રિયંકા ચોપડાને લીધે મને કોઈ કામ મળ્યું નથી” – બહેન મીરા ચોપડાએ જણાવી આપવીતી

“પ્રિયંકા ચોપડાને લીધે મને કોઈ કામ મળ્યું નથી” – બહેન મીરા ચોપડાએ જણાવી આપવીતી

પ્રિયંકા ચોપડાની બહેન મેરા ચોપડાએ ૨૦૧૪માં ફિલ્મ ગેંગ ઓફ ઘોટ્સ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ૨૦૦૫માં કામ કરી રહી હતી, તેમ છતાં પણ તેને હિન્દી ફિલ્મી કારકિર્દી સારી રહી. મીરા ચોપડાએ કહ્યું કે તેમની આજ સુધી કોઈ પણ ફિલ્મ અથવા કામ પ્રિયંકા ચોપડાને લીધે મળ્યું નથી. મીરાંનું કહેવું છે કે તેમને જેટલું પણ કામ મળ્યું છે તે પોતાના દ્વારા મળ્યું છે.

પ્રિયંકાએ ન કરી કોઈ મદદ

મીરા ચોપડાને પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત તમિલ અને તેલુગુ ફિલ્મોથી કરી હતી. “1920 લંડન” જેવી ફિલ્મોમાં જોવા મળેલી મીરા કહે છે કે “જ્યારે મે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી ત્યારે દરેક તરફ ચર્ચામાં થઈ રહી હતી કે પ્રિયંકા ચોપડાની બહેન આવી ગઈ છે. જ્યારે ઈમાનદારીથી કહું છું તો મને પ્રિયંકાને લીધે કોઈપણ કામ મળ્યું નથી. તેમણે ક્યારેય મને કોઈ રોલ અપાવવામાં મદદ કરી નથી.

પ્રિયંકાની બહેન હોવાનો ફકત એક ફાયદો મળ્યો

એક સહયોગી ન્યુઝ વેબસાઇટ સાથે વાત કરતાં સમયે તેણે જણાવ્યું હતું કે મને ક્યારેય પણ કોઈ પ્રોડ્યૂસરની જરૂર થઈ, તો તે લોકોએ મને કાસ્ટ કરી. કારણ કે હું પ્રિયંકા ચોપડાની બહેન છું. સાચું એ છે કે પ્રિયંકાનાં સબંધ હોવાથી મારા કારકિર્દી કોઈપણ રૂપમાં મદદગાર સાબિત થઈ નહીં. હા એટલું જરૂર થયું કે લોકો મને ગંભીરતાથી લેતા હતા.

મીરાએ કહ્યું કરવી પડી છે ખુબ જ સ્ટ્રગલ

મીરા કહે છે કે બોલિવૂડમાં મને ક્યારેય ગ્રાન્ટેડ ના લીધી. એવું એટલા માટે કેમ કે તેમને ખબર હતી કે હું તામિલ ફિલ્મોમાં કામ કરી આવી છુ. લોકોને તે પણ ખબર હતી કે હું ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવું છું. મને પ્રિયંકા ની બહેન હોવાનો એટલો ફાયદો થયો. બાકી મેં પણ કારકિર્દીમાં ખુબ જ સ્ટ્રગલ કરી છે.

બંને બહેનો સાથે ક્યારેય નથી થઇ તુલના

પ્રિયંકા ચોપડા સિવાય પરિણીતી ચોપડા પણ મીરા ની બહેન છે. મીરા કહે છે કે હું આ વાતમાં ભાગ્યશાળી રહી છું કે મારા કામમાં ક્યારેય મારી બહેનોની તુલના કરવામાં આવી નથી. પ્રિયંકા ચોપડા હવે બોલિવૂડની સાથે અને હોલિવૂડમાં નામ મેળવી રહી છે. વળી, પરિણીતી ચોપડા હાલમાં “સાઇના” અને “ધ ગર્લ ઓન ધ ટ્રેન” અને “સંદીપ ઔર પિંકી ફરાર” જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

પોલીસવાળાનાં રોલમાં OTT પર ડેબ્યુ

મીરા ચોપરા છેલ્લી વખત બોલીવુડ ફિલ્મ “સેકશન 375” માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય ખન્ના અને રિચા ચઢ્ઢા પણ હતી. મીરાં ચોપડાએ હવે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. તે “કમાઠીપુરા” માં લીડ રોલ પ્લે કરી રહી છે. જ્યારે આગળ અર્જુન રામપાલની સાથે તેમની ફિલ્મ “નાસ્તિક” આવવાની હતી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *