પ્રેમમાં દગો મળ્યા બાદ ખૂબ જ રડી હતી આ અભિનેત્રીઓ, દિલ તૂટ્યા બાદ જણાવી હતી હકીકત

પ્રેમમાં દગો મળ્યા બાદ ખૂબ જ રડી હતી આ અભિનેત્રીઓ, દિલ તૂટ્યા બાદ જણાવી હતી હકીકત

બોલીવુડ એક એવી જગ્યા છે જ્યાંથી દરરોજ કોઈક નવા સમાચાર સાંભળવા મળે છે. આ ઈન્ડસ્ટ્રી માં કોઈનો સંબંધ ગાઢ બની જાય છે તો કોઈનો સંબંધ તૂટી પણ જાય છે. બોલિવૂડની દુનિયામાં ઘણી લવ સ્ટોરી અને બ્રેકઅપ વિશે ચર્ચાઓ થતી રહે છે. ઘણા સ્ટાર્સ છે જે તેમની ફિલ્મ્સ તેમજ તેમના અંગત જીવન માટે ચર્ચામાં રહે છે.

ફિલ્મોમાં કામ કરતા સમયે ઘણા સ્ટાર્સ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને ઘણા હીરો હિરોઈન ની વાત લગ્ન સુધી પણ પહોંચી ગઈ હતી. પરંતુ તે પહેલાં જ તેમના સંબંધો કોઈ કારણોસર તૂટી ગયા કેટલાક સંબંધો શાંતિથી તૂટી ગયા જ્યારે કેટલાક સંબંધો એ બોલિવૂડ માં ધૂમ મચાવી. આજે તમને આ લેખ દ્વારા એ અભિનેત્રીઓ વિશે માહિતી આપીશું જે  પ્રેમમાં દગો થયા પછી ખૂબ જ રડ્યા અને જાહેરમાં તેમના પ્રેમી વિશે ખુલાસો કર્યો.

દીપિકા પાદુકોણ

હાલમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ રણવિર સિંહ સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે. પરંતુ લગ્ન પહેલા દીપિકા પાદુકોણ નું હૃદય રણવીર કપૂર એ તોડ્યું હતું. બ્રેકઅપ નાં લીધે દીપિકા પાદુકોણ સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી અને તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકાએ બ્રેકઅપ અંગે ઘણા ખુલાસા કર્યા હતા. દીપિકાએ કહ્યું હતું કે, મેં તેને બે વખત તક આપી હતી હું મૂર્ખ હતી.

કેટરીના કેફ

રણવીર કપૂરે કેટરીના કેફ માટે દીપિકા પદુકોણ ને દગો આપ્યો હતો. અને કેટરીના કેફે રણબીર કપૂર માટે સલમાન ખાન ને દગો આપ્યો હતો. પણ તેમની લવસ્ટોરી પૂરી થઈ શકી નહીં. રણબીરે આલિયા ભટ્ટ માટે કેટરીના સાથે દગો કર્યો. સમાચાર અનુસાર એવું કહેવામાં આવે છે, કેટરીના કેફ નું હાર્ટ બ્રેક થયા પછી તે સદમા માં આવી ગઈ હતી. અને એકવાર તે તેમની ગાડી સામે ઊભી રહી ગઇ હતી.

રવિના ટંડન

બોલીવુડની જાણીતી અભિનેત્રી રવીના ટંડન તેણે એક થી વધુ બોલીવુડ મુવી માં કામ કર્યું છે. રવીના ટંડન બોલીવૂડ નાં ઘણાં મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. રવીના ટંડન નું હૃદય એક વખત નહીં પરંતુ બે વખત ખરાબ રીતે તૂટી ગયું હતું. રવીના ટંડન નો પહેલો પ્રેમ બોલિવૂડ નાં જાણીતા અભિનેતા અજય દેવગણ હતા. તે સમય દરમિયાન અજય દેવગણ એ કરિશ્મા માટે રવીના ટંડન ને દગો આપ્યો હતો. રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે, આ સદમા પછી રવીના ટંડન એ પણ જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે અજય દેવગણ પર ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા.ત્યાર પછી અક્ષય કુમાર સાથે રવીના ટંડન નાં અફેર ના સમાચારો સામે આવ્યા. એવું પણ કહેવામાં આવે છે કે તે બંને એ મંદિરમાં સગાઈ કરી લીધી હતી. પરંતુ અક્ષય કુમારે શિલ્પા શેટ્ટી માટે રવીના ટંડન સાથે દગો કર્યો. બીજી વખત હાર્ટબ્રેક પછી રવિના ખુબ જ રડી હતી અને જાહેરમાં અક્ષયને છોકરીઓ સાથે ફ્લર્ટિંગ કરનાર જાહેર કર્યા હતા.

શિલ્પા શેટ્ટી

જ્યારે અક્ષય કુમારે રવીના ટંડન નું હૃદય તોડ્યું ત્યારે તેણે શિલ્પા શેટ્ટી સાથે પ્રેમ થવા લાગ્યો હતો. તેવું કહેવામાં આવે છે કે, શિલ્પા શેટ્ટીએ પણ અક્ષય કુમાર ને સગાઈ ની રિંગ આપી હતી તેના પછી અક્ષય કુમારે પણ શિલ્પા શેટ્ટી સાથે દગો કર્યો અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના નો હાથ પકડ્યો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શિલ્પા શેટ્ટીએ અક્ષય કુમાર પર તેમના બે વખત દિલ તોડયા નો આરોપ લગાવ્યો હતો.

સના ખાન

અભિનેત્રી સના ખાન ને  મેલ્વિન લુઇસ સાથે દગો મળ્યો છે. તે લાંબા સમયથી ડાન્સ કોરિયોગ્રાફર સાથેના સંબંધમાં હતી. અને તેમના લગ્નના સમાચારો પણ સામે આવ્યા હતા. પરંતુ બ્રેકઅપ પછી સના ખાને પણ જીવન ટુંકાવા નો પ્રયાસ કર્યો હતો. હાલમાં સના ખાન ઇન્ડસ્ટ્રી થી ખૂબ જ દૂર છે. ગયા વર્ષે સના ખાન  મૌલાના મુક્તિ અનાસ સાથે લગ્નના કારણે ચર્ચામાં રહી હતી.

સંગીતા બિજલાની

એક વખત પહેલા સલમાન ખાન સંગીતા બિજલાની નું દિલ જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ સંગીતા બિજલાની ને પણ આ સંબંધો થી ખૂબ જ પીડા મળી હતી. રિપોર્ટ અનુસાર ગુસ્સામાં સલમાન ખાને સંગીતા બિજલાની નો પગ તોડી નાંખ્યો હતો. તેવું પણ કહેવામાં આવે છે કે, સલમાન અને સંગીતા એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. અને બંને નાં લગ્ન નાં કાર્ડ પણ છપાયા હતા. પરંતુ અંતિમ ક્ષણે સંબંધ તૂટી ગયો હતો. બ્રેકઅપ પછી સંગીતા બિજલાની એ એક ઇન્ટરવ્યૂમાં સલમાનખાન નાં દગા અંગે ઘણા ખુલાસા કર્યા હતા.

કરિશ્મા કપૂર

જ્યારે અજય દેવગણે રવીના ટંડન ને દગો આપ્યો હતો ત્યાર બાદ કરિશ્મા કપૂર સાથે ડેટિંગ ચાલુ કરી તેઓ એકબીજા ને લગભગ ત્રણ વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ અજય દેવગણે કાજોલ માટે કરિશ્મા સાથે દગો કર્યો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *