પ્રેગ્નેન્સી દરમિયાન મખાના ખાવાથી થાય છે આ ફાયદાઓ, જાણો તેના વિશે

મખાના સફેદ રંગનાં હોય છે. અને તેને ગર્ભાવસ્થા દરમિયાન ખાવા લાભકારી ગણવામાં આવે છે. પ્રેગનેન્સી માં તેનું સેવન કરવાથી માં અને શિશુ નું સ્વાસ્થ્ય બરાબર રહે છે. સાથે જ પ્રેગનેન્સી દરમ્યાન થતી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. જો તમે ગર્ભવતી હોવ તો તમારી ડાયટમાં મખાના નો સમાવેશ જરૂર કરવો. મખાના ની ખીર, મીઠાઈ અને નમકીન વગેરે સ્વરૂપો માં તેનું સેવન કરી શકાય છે. તેને ખાવાથી પ્રેગનેન્સી દરમિયાન ઘણા લાભ શરીરને મળે છે. જે આ પ્રકારે છે.
પ્રેગનેન્સીમાં મખાના ખાવાથી થતા ફાયદા
આયર્નની કમી કરે છે દુર
પ્રેગનેન્સી માં હમેશા ઘણી મહિલાઓને આયર્ન ની કમી થઈ જાય છે. લોહી ઓછું થઇ જાય છે. જેના કારણે શિશુ નાં સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. પ્રેગનેન્સી દરમિયાન મખાના નું સેવન કરવામાં આવે તો શરીરમાં આયર્ન ની કમી થતી નથી. મખાના માં આયર્ન ની પુષ્કળ માત્રા હોય છે. જે લોહીનાં સ્તર ને યોગ્ય રાખે છે.
બાળક નો થાય છે સારી રીતે વિકાસ
મખાના નું સેવન કરવાથી બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય છે. મખાના ની અંદર ઘણાં પોષક તત્વો હોય છે. જેની મદદથી માં અને શિશુ બંને સ્વસ્થ રહે છે. મખાના ની અંદર વિટામિન ડી અને કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. આ બન્ને વસ્તુ બાળક નાં હાડકા અને દાંત નાં વિકાસમાં સહાયક થાય છે.
બ્લડ પ્રેશરને રાખે છે નિયંત્રીત
ગર્ભાવસ્થા માં ઘણી મહિલાઓને બ્લડ-પ્રેશરની તકલીફ થાય છે. પ્રેગનેન્સીમાં ઉચ્ચ બ્લડપ્રેશર સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. ઉચ્ચ બ્લડ પ્રેશર નો સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. ગર્ભાવસ્થામાં મખાના ખાવાથી બ્લડ પ્રેશર બરાબર રહેછે.
ડાયેરિયા ની સમસ્યા કરે દૂર
પ્રેગનેન્સીમાં કબજિયાત અને ડાયેરિયા ની સમસ્યા થવા પર મખાના ખાવા ગુણકારી રહે છે. તેનાથી કબજિયાત અને ડાયરાની સમસ્યાથી છુટકારો મળે છે. આ ઉપરાંત ડીહાઇડ્રેશનની સમસ્યા થવા પર એટલે કે, શરીરમાં પાણીની કમી થવી. શરીરમાં પાણીની કમી થવા પર મખાના નું સેવન કરવામાં આવે તો આ સમસ્યા દૂર થાય છે.
સારી રીતે ડીલેવરી થાય છે
આઠ મહિનાથી દૂધની અંદર મખાના નાખીને તેનું સેવન કરવાથી ડીલેવરી સરળતાથી થાય છે. દૂધ અને મખાના નું એક સાથે સેવન કરવાથી શરીરને તાકાત મળે છે. અને બાળક થવામાં પરેશાની થતી નથી. તેથી આઠમો મહિનો શરૂ થાય ત્યારથી તમારે મખાના નું સેવન શરૂ કરવું. અઠવાડિયામાં ત્રણ વાર ડીલેવરી થાય ત્યાં સુધી તેનું સેવન કરવું.
નથી રહેતી કમજોરી
બાળક થયા બાદ ઘણી મહિલાઓને કમજોરી પણ આવી જાય છે. આ કમજોરી દૂર કરવા માટે મખાના વાળુ દૂધ પીવાથી તે દૂર થાય છે. મખાના ને ઘીની અંદર તળીને પછી દૂધની અંદર નાખીને તેનું સેવન કરવું. આ દૂધ પીવાથી કમજોરી દૂર થાય છે. અને શરીરને તાકાત પ્રદાન થાય છે.
મખાના ખાવાથી થતા નુકસાન
વધારે માત્રામાં મખાના ખાવાથી પેટનો દુખાવો, કબજિયાત ની પરેશાની થઇ શકે છે.મખાના ગરમ હોય છે અને તેનું વધારે માત્રામાં સેવન કરવાથી ગરમી પણ થઇ શકે છે. તેથી મખાના નું સેવન વધારે માત્રામાં કરવાથી બચવું.