પોતાની સરનેમના કારણે મુશ્કેલીમાં ફસાઈ મહિલા, નોકરીની એપ્લિકેશન પણ થઈ ગઈ રિજેક્ટ, જાણો કારણ

પોતાની સરનેમના કારણે મુશ્કેલીમાં ફસાઈ મહિલા, નોકરીની એપ્લિકેશન પણ થઈ ગઈ રિજેક્ટ, જાણો કારણ

એક પ્રખ્યાત કહેવત છે કે “નામ મે ક્યાં રખા હૈ” પરંતુ જે વ્યક્તિએ આ કહેવત કહી હતી તેમણે પણ તે કહેવતની નીચે પોતાનું નામ લખ્યું હતું. તેથી જ નામ કોઈ ને કોઈ જગ્યાએ મહત્વતો રાખે જ છે. હવે નામ અને સરનેમ લઈને ઘણા પ્રકારના વાક્યો બને છે. દુનિયામાં ઘણા જ પ્રકારના નામ અને સરનેમ હોય છે અને ઘણીવાર તે થોડા વિચિત્ર પણ હોય છે. ઘણા મામલામાં તો તેમનો ડબલ મિનિંગ અર્થ પણ નીકળે છે. સ્કૂલ કોલેજ કે ઓફિસમાં પણ કોઈને કોઈ વ્યક્તિ એવો જરૂર હોય છે કે જેને તેમના નામ કે સરનેમના કારણે ચીડવવામાં આવે છે.

Advertisement

મહિલાની સરનેમ બની સમસ્યા

હવે નામ અને સરનેમ લઈને જીવવું તો ખૂબ જ સામાન્ય છે. પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું કે જેને પોતાના સરનેમના કારણે ફક્ત ચીડવવામાં નથી આવતી પરંતુ તેમને નોકરી પણ મળી રહી નથી. અમે અહીંયા જે મહિલાની વાત કરી રહ્યા છીએ તે આસામના ગુવાહાટીની રહેવાવાળી છે. આ મહિલાનું નામ પ્રિયંકા chutia છે.

લોકો ઉડાવે છે મજાક

હકીકતમાં આ મહિલા એક આદિવાસી જાતિની છે. આ જાતિમાં લોકોની બે સરનેમ હોય છે. તેમાં પહેલી chutiya અને બીજી sutiya. હવે આ chutiya શબ્દ ના કારણે પ્રિયંકાને પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંગ્રેજીના આ શબ્દનો શું મતલબ નીકળે છે તે તમે બધા જ લોકો સારી રીતે જાણો છો. બસ આ જ કારણ છે કે લોકો પ્રિયંકાના આ સરનેમની ખૂબ જ મજાક ઉડાવે છે.

નોકરી મળવામાં પણ આવી રહી છે સમસ્યા

હાલમાં જ પ્રિયંકા એક સરકારી નોકરી માટે અરજી કરી હતી પરંતુ તેમની સરનેમના કારણે એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી હતી. પ્રિયંકાએ સરકારી કંપની નેશનલ સીડ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી માટે અરજી કરી હતી. પરંતુ ઓનલાઈન સોફ્ટવેરમાં તેમની સરનેમ વારંવાર રિજેક્ટ થવા લાગી. તે કારણથી તેની ઈચ્છા હોવા છતાં પણ નોકરી માટે અરજી કરી શકી નહી. હવે પ્રિયંકા પોતાની આ સરનેમથી દુઃખી થઈ ચૂકી છે. તેવામાં તેમણે પોતાની આ પીડા સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

પ્રિયંકાની આ સરનેમ સાંભળીને એક ક્ષણ માટે તો તમને પણ હસવું આવી જશે પરંતુ જો આ મામલો જોવામાં આવે તો ખૂબ જ ગંભીર છે. તેમને પોતાની ઇચ્છિત નોકરી કરવામાં આ સરનેમના કારણે ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરથી લોકો તેમની મજાક ઉડાવે છે અને તેના કારણે તે ઘણીવાર તણાવમાં પણ ચાલી જાય છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.