પોતાની સગી માં કરતાં પણ વધારે સાવકી માં ને પ્રેમ કરે છે આ બોલીવુડ સિતારાઓ

પોતાની સગી માં કરતાં પણ વધારે સાવકી માં ને પ્રેમ કરે છે આ બોલીવુડ સિતારાઓ

માં નો દરજ્જો દુનિયામાં સૌથી મોટો હોય છે. માં ની જગ્યા દુનિયામાં કોઈ લઈ શકતું નથી. માં મમતાની મૂરત હોય છે. તે પોતાના બાળકોની ખુશી માટે દુનિયા સાથે પણ લડી લેતી હોય છે. એક માં પોતે તો તકલીફ સહન કરી લેશે પરંતુ પોતાના બાળક પર તકલીફનો પડછાયો પણ પડવા નહિ દે. માં આખરે માં હોય છે પછી તે સગી હોય કે સાવકી. એ વાત અલગ છે કે ઘણીવાર અમુક બાળકો પોતાની સાવકી માં ને એક માં ના રૂપમાં અપનાવી શકતા નથી તો ઘણીવાર કોઈ માં બીજાના બાળકોને પોતાના બાળકો જેટલો પ્રેમ આપી શકતી નથી.

તમે ઘણી વાર જોયું હશે કે સાંભળ્યું હશે કે જ્યારે સાવકી માં-દિકરો એકબીજા સાથે નફરત કરે છે તો તેમનું એકબીજા સાથે બનતું નથી. તેવામાં બોલીવુડ આપણને શીખવે છે કે આપણે આપણી સાવકી માં કે દિકરા સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. બોલીવુડમાં ઘણા એવા સિતારાઓ હાજર છે. જે પોતાની સાવકી માં ના પ્રત્યે સન્માન રાખે છે. આ સિતારાઓ સાવકી માં ને પણ પોતાની સગી માં ની જેમ જ પ્રેમ કરે છે. આજની પોસ્ટમાં અમે તમને એવા જ અમુક સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સારા અલી ખાન

સતત બે હિટ ફિલ્મો આપ્યા બાદ સારા અલી ખાન બોલીવુડની સેન્સેશન બની ગઈ છે. તેની રિલીઝ થયેલી એક ફિલ્મ કેદારનાથ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ત્યારબાદ તેની બીજી ફિલ્મ સિમ્બા રિલીઝ થયેલી અને થોડા જ દિવસોમાં આ ફિલ્મ એ પણ ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે સારા અલી ખાન સૈફ અને અમૃતાની પુત્રી છે પરંતુ તેમ છતાં પણ તે પોતાની સાવકી માં કરીના કપૂરની ખૂબ જ નજીક છે અને તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તેમની બંનેની વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. વળી કરીના પણ પોતાની સાવકી દિકરીને ખૂબ જ પ્રેમ કરે છે.

સની દેઓલ

૯૦ ના દશકમાં સની દેઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર કલાકાર હતા. તેમણે તે જમાનામાં જિદ્દી, ઘાતક, બોર્ડર અને ગદ્દર જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી. સની દેઓલ પણ પોતાની સાવકી માં હેમા માલિનીને પોતાની સગી માં ની જેમ જ પ્રેમ કરે છે. એક વાત અલગ છે કે આ બંને એક સાથે ખૂબ જ ઓછા જોવા મળે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તે બન્નેની વચ્ચે પ્રેમ નથી. સની દેઓલ પોતાની સાવકી માં ને કેટલો પ્રેમ કરે છે તે વાતની સાબિતી આપે છે કે જ્યારે હેમા માલિની રોડ એક્સિડન્ટમાં ઘાયલ થઈ હતી ત્યારે સૌથી પહેલા સની દેઓલ જ તેમને જોવા માટે હોસ્પિટલ પહોંચી ચૂક્યા હતા.

શાહિદ કપૂર

શાહિદ ઇન્ડસ્ટ્રીના એવા કલાકારો છે જે પોતાના ખૂબ જ સારા અભિનય અને ડાન્સ માટે જાણીતા છે. શાહિદ કપૂર બોલીવૂડના એક એવા વર્સટાઇલ એક્ટર છે. જેમને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. આપણે બધા જ જાણીએ છીએ કે શાહિદ કપૂર પંકજ કપૂરના દિકરા છે. પંકજ કપૂરે બે લગ્ન કર્યા છે. પંકજ કપૂરની પહેલી પત્નીનું નામ નીલિમા અઝીમ છે અને શાહિદ કપૂર તેમના પુત્ર છે. પંકજ કપૂરની બીજી પત્નીનું નામ સુપ્રિયા પાઠક છે. જેને શાહિદ કપૂર ખૂબ જ વધારે પ્રેમ કરે છે. તે ઘણીવાર પોતાની સાવકી માં ની સાથે જોવા મળે છે. સુપ્રિયા પાઠકનો પણ શાહિદ અને પોતાના બાળકો સાથે ખૂબ જ સારો સંબંધ છે.

સલમાન ખાન

સલમાન ખાન બોલિવૂડના એકમાત્ર એવા અભિનેતા છે જે ઘણીવાર કોઈના કોઈ કારણે મીડિયાની હેડલાઇન બનેલા રહે છે. સાથે જ સલમાન ખાન બોલિવૂડના એવા કલાકાર છે. જે લોકોની મદદ કરવા માટે હંમેશા સૌથી આગળ રહે છે. સલમાન ખાન પોતાના પરિવારને પણ ખૂબ જ પ્રેમ કરે છે. તે પોતાના ભાઈ-બહેનોનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે. પરંતુ સૌથી વધારે પ્રેમ તે પોતાની બંને માં ને કરે છે. જણાવી દઈએ કે સલમાન ખાનની સગી માં નું નામ સલમા ખાન છે અને સાવકી માં નું નામ હેલેન છે. સલમાન ખાન પોતાની સગી માં ને તો પ્રેમ કરે જ છે પરંતુ પોતાની સાવકી માં હેલેનને પણ ખૂબ જ પ્રેમ કરે છે. તે પોતાની બંને માં ને એકસરખું જ સન્માન આપે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *