પોતાના મોબાઈલ માં આ નામથી સેવ કર્યા છે, અમિતાભ બચ્ચને વાઈફ જયા બચ્ચન નાં નંબર

પોતાના મોબાઈલ માં આ નામથી સેવ કર્યા છે, અમિતાભ બચ્ચને વાઈફ જયા બચ્ચન નાં નંબર

ભારતમાં એક અજીબ પ્રથા છે. લગ્ન પછી પત્ની પોતાના પતિ નું નામ નથી લઈ શકતી. મહિલાઓ આજે પણ પોતાના પતિને સંબોધિત કરવા માટે ઓ જી નો પ્રયોગ કરે છે. આજે આપણે વીસમી સદીમાં હોય અને રિવાજો જુનો કેમ ના હોય પરિણીત મહિલાઓ તેને હંમેશા ખુશીથી સ્વીકાર કરે છે. પરંતુ સમય બદલાઈ ગયો છે અને મહિલાઓ નાં વિચાર પણ બદલાઈ રહ્યા છે. નવા ફેશન ટ્રેન્ડ પ્રમાણે પતિ પત્ની ખૂબ જ સામાન્ય રીતે એક બીજાનું નામ લેતા હોય છે. અને મહિલાઓ તો લગ્ન પછી પણ પોતાની સરનેમ ને પણ બદલતી નથી. તેમજ મોબાઇલ ફોન પર પણ લોકો પોતાના પાર્ટનર નાં નંબર અલગ અલગ અને ક્રિએટિવ અંદાજમાં સેવ કરે છે.

સામાન્ય માણસો નહીં પરંતુ આ કામ બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ કરે છે. આ સેલિબ્રિટીઝમાં એક નામ મહાનાયક અમિતાભ બચ્ચન નું છે. રિયાલિટી શો ‘કોન બનેગા કરોડપતિ સીઝન ૧૧’ નાં હોસ્ટ કરતા અમિતાભ બચ્ચને કહ્યું હતું. તેમણે પોતાના ફોનમાં તેમની પત્ની જયા બચ્ચન નો નંબર J.B  નાં નામથી સેવ કર્યો છે. J.B નો અર્થ છે જયા બચ્ચન.

આ વાત અમિતાભ બચ્ચને ત્યારે જણાવી હતી જ્યારે હોટ સીટ પર બેસેલા કન્ટેસ્ટન્ટ્સ સુમિતને તેમણે કહ્યું હતું કે, તે પોતાની પત્નીને લગ્ન પહેલાંથી પ્રેમ કરતા હતા. પરંતુ તેમના માતા-પિતા ને આ વાત ખબર ન હતી. કઈ રીતે તેમણે પોતાના લવ મેરેજ ને એરેન્જ કર્યા. એટલું જ નહીં સુમિત એ પણ કહ્યું કે, તેમની વાઈફ આજે પણ તેમને નામથી નથી બોલાવતી તે તેમને સાંભળો જી કહે છે.

સુમિત ની આ વાત પર અમિતાભ બચ્ચને કહ્યું કે, તે અને જયા બંને એકબીજા નાં નામ લેતા હોય છે પરંતુ સાથે જી લગાવવા નો પ્રયત્ન કરે છે. તમને જણાવી દઈએ કે, ૩ જૂન ૧૯૭૩ માં અમિતાભ અને જયા બચ્ચન નાં લગ્ન થયા હતા બંનેના લવ મેરેજ છે.

જયા બચ્ચને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, અમારા લવ મેરેજ થયા છે. પરંતુ લગ્ન પહેલાં અમે એકબીજા સાથે ખૂબ જ ઓછી વાતો કરતા હતા. અને મળતા પણ ન હતા અમિતાભ માટે જયા એ પણ કહ્યું હતું કે તે ખૂબ જ અનરોમેન્ટિક છે. અને કદાચ પોતાની ગર્લફ્રેન્ડ સાથે રોમાંસ તેમણે કર્યો હશે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન નાં લગ્ન નો પણ અલગ કિસ્સો છે. બંનેએ જંજીર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. બંને નો પ્લાન હતો ફિલ્મ હિટ થવા ની ખુશી લન્ડન માં ઉજવશે. પરંતુ આ વાત અમિતાભ ના પિતા હરિવંશરાય બચ્ચન ને ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે, લન્ડન જતા પહેલા લગ્ન કરી લો આ રીતે ખૂબ જ પ્રાઇવેટ ફંક્શનમાં જયા અને અમિતાભ બચ્ચન ના લગ્ન થયા હતા. બંનેના લગ્ન ને ૪૭ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. પરંતુ બંને વચ્ચેનો પ્રેમ અને અંડર સ્ટેન્ડિંગ ખૂબ જ સારી છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *