પોતાના બોડીગાર્ડ ને આટલી સેલેરી આપે છે આ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ, સરકારી નોકરીને પણ મળેછે ટક્કર

બોલિવૂડ અભિનેત્રીઓની વાત કરીએ તો બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યા પછી તેમને શોહરત અને પ્રસિદ્ધિ બંને મળે છે. તેવામાં બોલિવૂડ અભિનેત્રી સામાન્ય જનતાથી ખૂબ જ અલગ થઈ જાય છે અને સેલિબ્રિટી બની જાય છે. જેથી તેમને બોડીગાર્ડ ની જરૂર પડે છે. કારણ કે તે જ્યાં જાય ત્યાં સુરક્ષિત રહી શકે. અનેક બોલિવૂડ સ્ટાર્સ તો એવા હોય છે જેમના બોડીગાર્ડ તેમની જેમ જ ખૂબ જ ફેમસ હોય છે. હવે દરેકને ખબર છે કે, જ્યારે સ્ટાર કોઈ સમસ્યામાં ફસાઈ જાય છે. ત્યારે તેમના બોડીગાર્ડ તેમની સુરક્ષાનું ધ્યાન રાખે છે. તો એવામાં બોલિવૂડની અભિનેત્રીઓ પોતાના બોડીગાર્ડની કેટલી સેલેરી આપે છે એ વિશે તમે વિચાર્યું નહીં હોય તો ચાલો તેના વિશે જાણીએ.
બોડીગાર્ડ ને આટલી સેલેરી આપે છે આ બોલિવૂડ અભિનેત્રીઓ
દીપિકા પાદુકોણ
સૌથી પહેલા આપણે દીપિકાની વાત કરીએ તો બોલિવૂડની મોંઘી અને ફેમસ અભિનેત્રીઓ માંની એક છે. જણાવી દઈએ કે, તેમના પર્સનલ બોડીગાર્ડ નું નામ જલાલ છે. જેને તે પોતાનો ભાઈ માને છે. માત્ર એટલું જ નહીં દિપીકા પોતાના બોડીગાર્ડ ને રાખડી પણ બાંધે છે. અને કોઈપણ ઇવેન્ટ દરમિયાન જલાલ તેમની સાથે જોવા મળે છે. તેવામાં દિપીકા પોતાના બોડીગાર્ડની ૮૦ લાખ રૂપિયા વર્ષની સેલેરી આપે છે.
શ્રદ્ધા કપૂર
જણાવી દઈએ કે, શ્રદ્ધા કપુરે બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો કર્યા પછી ફિલ્મી દુનિયામાં મોટી અભિનેત્રીઓમાં તેમની ઓળખ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, શ્રદ્ધા કપૂર ઘણી વખત લોકો વચ્ચે ફસાઈ ચૂકી છે. અને તેવામાં તેમની સુરક્ષા માટે પર્સનલ બોડીગાર્ડ રાખવાનું ચાલુ કર્યું. તેમના બોડીગાર્ડ નું નામ અતુલ કમ્બલ છે. અને પોતાના બોડીગાર્ડની તે હંમેશા પોતાના પરિવારનો હિસ્સો માને છે. શ્રદ્ધા પોતાના બોડીગાર્ડ ને ૮૦ લાખ રૂપિયા વર્ષ ની સેલરી આપે છે.
અનુષ્કા શર્મા
જણાવી દઈએ કે, અનુષ્કા માત્ર બોલિવૂડ અભિનેત્રી નહીં. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી ની પત્ની પણ છે. અનુષ્કાએ ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે. પરંતુ આજકાલ તે ફિલ્મ દુનિયાથી દૂર છે. જ્યારે પણ તે પોતાના ચાહકોની વચ્ચે આવે છે ત્યારે પોતાની સુરક્ષાનું વધારે ધ્યાન આપે છે. અને અત્યાર ના સમય દરમિયાન તેમનો બોડીગાર્ડ પણ તેમની સાથે હોય છે. અનુષ્કાનો બોડીગાર્ડ નું નામ પ્રકાશ સિંહ છે. જેને તે એક કરોડ રૂપિયા વર્ષની સેલેરી આપે છે.
સનીલીયોન
જણાવી દઈએ કે, સનીલીયોન જ્યાં પણ જાય છે. ત્યાં લોકોની ભીડ જમા થઈ જાય છે. તેથી સનીલીયોન હંમેશા પોતાના બોડીગાર્ડ ને સાથે રાખે છે. અને તે તેની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખે છે. સની ના પર્સનલ બોડીગાર્ડ નું નામ યુસુફ ઈબ્રાહિમ છે. અને સની પોતાના બોડીગાર્ડ ને દોઢ કરોડ રૂપિયા સેલેરી આપે છે. બોલિવૂડની આ ફેમસ અભિનેત્રીઓ પોતાના બોડીગાર્ડની ને આટલી સેલરી આપે છે. અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે છે.