PM મોદીનો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ :રામ જન્મભૂમિ પૂજન

PM મોદીનો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ :રામ જન્મભૂમિ પૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારના રોજ રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા પહોંચશે. રામની નગરી આ ઐતિહાસિક અવસર માટે સજીને તૈયાર છે. તમામ સજાવટ અને ભૂમિ પૂજનની તૈયારીઓ પૂરી કરાઇ ચૂકી છે. સુરક્ષાનું ખાસ પ્રબંધ કરાયું છે. સાથો સાથ કોરોના સંકટના લીધે ગાઇડલાઇન્સનું પાલન કરાઇ રહ્યું છે. પીએમ મોદીની પોતાની અયોધ્યા મુલાકાત પર અંદાજે 3 કલાક સુધી રહેશે, જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચના કાર્યક્રમ સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અયોધ્યાનો સંપૂર્ણ કાર્યક્રમ …

  • 5 ઑગસ્ટના રોજ સવારે 9.35 વાગ્યે દિલ્હીથી રવાના થશે
  • સવારે 10: 30 વાગ્યે લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ
  • સવારે 10:40 કલાકે હેલિકોપ્ટરથી અયોધ્યા જવા રવાના
  • સવારે 11:30 વાગ્યે અયોધ્યાની સાકેત કોલેજના હેલીપેડ પર લેન્ડિંગ
  • સવારે 11:40 કલાકે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ સુધી પૂજા-અર્ચના
  • બપોરે 12 વાગ્યે રામ જન્મભૂમિ પરિસરમાં પહોંચવાનો કાર્યક્રમ
  • 10 મિનિટમાં રામલલા વિરાજમાનના દર્શન-પૂજા
  • બપોરે 12: 15 કલાકે રામલલા પરિસરમાં પારિજાતનું વૃક્ષારોપણ
  • બપોરે 12:30 કલાકે ભૂમિપૂજન કાર્યક્રમનો શુભારંભ
  • બપોરે 12:40 વાગ્યે રામ મંદિરના શિલાન્યાસની સ્થાપના
  • બપોરે 02:05 વાગ્યે સાકેત કોલેજ હેલિપેડ માટે રવાના
  • બપોરે 2: 20 વાગ્યે લખનઉ ઉડશે હેલિકોપ્ટર
  • લખનઉથી દિલ્હી જવા રવાના

નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી ઘણી વખત જાહેર સભા કરવા માટે અયોધ્યા આવ્યા છે, પરંતુ રામલલાના દર્શન કર્યા નથી. હવે તેઓ અહીં આવી રહ્યા છે તો તેઓ સીધા મંદિરનો પાયો નાંખવા માટે જ આવી રહ્યા છે. કોરોના મહામારીના લીધે આ કાર્યક્રમ ખૂબ જ કડકાઇ રહેશે જેમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન, માસ્ક પહેરવું અને સતત સેનેટાઇઝેશન કરવાનું છે.

ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન એક મંચ બનાવવામાં આવશે, જેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંઘના પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદી પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર ટ્રસ્ટના નૃત્યગોપાલદાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કુલ 175 પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ અપાયું છે, જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ભૂમિપૂજન કાર્યક્રમ માટે બાબરી મસ્જિદના સમર્થક એવા ઇકબાલ અન્સારીને અન્ય અગ્રણી સંતોની સાથે આમંત્રણ પણ અપાયું છે. બધાને મંગળવારની રાત સુધીમાં અયોધ્યા પહોંચવું પડશે. મંગળવારે જ અયોધ્યાની બાઉન્ડ્રી સીલ કરી દેવાશે. આ વિશેષ પ્રસંગે ટ્રસ્ટ દેશના વિવિધ ભાગો, મંદિરો અને પવિત્ર સ્થળોની માટી, નદીઓ અને પાણી પહોંચ્યું છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *