પીએમ મોદીની કટ્ટર સમર્થક છે આ પાંચ અભિનેત્રીઓ, નંબર ૪ તો વિરોધીઓને આપે છે જડબાતોડ જવાબ

વર્ષ ૨૦૧૪ માં નરેન્દ્ર મોદીએ બહુમતીથી સરકાર બનાવી હતી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૯ માં પણ તેમને બહુમતી સરકાર બનાવવાનો અવસર મળ્યો. પ્રધાનમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદીએ ઘણા મહત્વના નિર્ણય લીધા. જેના કારણે ભારતના અમુક લોકો ખુશ તો અમુક લોકો ખૂબ જ નારાજ થયા. દેશની જનતા અલગ-અલગ જૂથમાં વેચાઈ ગઈ અને તેમાં અમુક બોલીવુડ સિતારાઓ પણ સામેલ છે. નરેન્દ્ર મોદીની સમર્થક બનનારી આ અભિનેત્રીઓએ હંમેશા પ્રધાનમંત્રી મંત્રી મોદી દ્વારા લેવાયેલ દરેક નિર્ણયની પ્રશંસા કરી છે. નરેન્દ્ર મોદી દેશના એક એવા પ્રધાનમંત્રી છે જેમને દુનિયાના શક્તિશાળી લીડર બતાવવામાં આવે છે.
નરેન્દ્ર મોદીનું સમર્થન કરનાર અભિનેત્રીઓ
દેશના અત્યાર સુધીના સૌથી પ્રતિભાશાળી પ્રધાનમંત્રીઓનો ઉલ્લેખ થતો હોય અને તેમાં નરેન્દ્ર મોદીનું નામ ના આવે એવું તો બની જ ના શકે. દેશભરમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવનારમાં નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને થાકતા નથી. ઈન્ટરનેશનલ મિડિયામાં આ વાતને પબ્લિશ પણ કરવામાં આવી છે કે મોદી સરકાર અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી સરકાર છે. અહીંયા અમે તમને નરેન્દ્ર મોદીનું સમર્થન કરનાર અમુક અભિનેત્રીઓના વિશે જણાવીશું.
શિલ્પા શેટ્ટી
પીએમ મોદી અને શિલ્પા શેટ્ટીમાં એક સમાનતા છે કે તે બંને પોતાની ફિટનેશને લઈને જાગૃત રહે છે. પાછલા દિવસોમાં મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ માં શિલ્પાએ જોડાઇ ને તે સાબિત કર્યું કે તે મોદી સમર્થક છે. જોકે શિલ્પા રાજકારણમાં વધારે રસ તો દાખવતી નથી પરંતુ તે મોદીના નિર્ણયથી હંમેશા ખુશ હોય છે.
અનુષ્કા શર્મા
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્નિ અને બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્મા પણ નરેન્દ્ર મોદીને પસંદ કરે છે અનુષ્કા અને વિરાટની રીસેપ્શન પાર્ટીમાં નરેન્દ્ર મોદી આવ્યા અને જે ઉત્સુકતાથી તે બંને તેમને મળ્યા તેનાથી તેમનું સમર્થન સ્પષ્ટ નજર આવે છે. પાછલી લોકસભા ચૂંટણીમાં પણ અનુષ્કા શર્માએ મોદીના સમર્થનમાં વોટ કરવાની અપીલ કરી હતી.
જુહી ચાવલા
મોદી સરકાર દ્વારા લેવામાં આવેલ બધા જ નિર્ણયોને જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર ખુલીને પ્રશંસા કરી છે. મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયામાં થયેલ એક CAA સમર્થન ઇવેન્ટમાં જુહી મંચ પર પહોંચી ગઈ અને ત્યાં નરેન્દ્ર મોદીની મહેનત અને તેમના વ્યક્તિત્વની તેમણે ખુબ જ પ્રશંસા કરી હતી.
કંગના રનૌત
બોલીવુડની ક્વીન એક્ટ્રેસ કંગના રનૌત પણ સોશિયલ મીડિયા પર ઘણીવાર નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરતી રહે છે. કંગનાએ શરૂઆતથી જ મોદીનું સમર્થન કર્યું છે અને આજતક પર આપવામાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મોદી દેશના એક એવા પહેલા પી.એમ. છે. જે આર્ટ અને કલ્ચરની ઊંડાઈને ખૂબ જ સારી રીતે સમજે છે. તેમની પહેલા ક્યારેય પણ કોઈએ બોલિવૂડને આટલી રિસ્પેક્ટ આપી નથી.
ઈશા કોપીકર
એક્ટ્રેસ ઈશા કોપીકર પણ મોદી પ્રશંસક છે અને તે મોદીને સપોર્ટ કરવા માટે પોતે ભાજપમાં જોડાયેલ છે. ઇન્ડિયા ટીવી સાથેની વાતચીત દરમિયાન ઈશાએ કહ્યું હતું કે મોદીના વિચારોએ જ તેમને રાજકારણમાં આવવાની પ્રેરણા આપી. તે ઈચ્છે છે કે મોદીજી વારંવાર પ્રધાનમંત્રી બને કારણકે તે પોતાના વચનો નિભાવી શકે.