પીપળ, સુંઠ અને કાળા મરી મિક્સ કરી અને બનાવો આયુર્વેદિક ઉકાળો, કોરોનાથી કરશે તમારી રક્ષા

પીપળ, સુંઠ અને કાળા મરી મિક્સ કરી અને બનાવો આયુર્વેદિક ઉકાળો, કોરોનાથી કરશે તમારી રક્ષા

આપણી પ્રતિરોધક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવાથી ઘણા રોગોથી રક્ષણ થાય છે. અને કોરોના વાયરસ ની સંભાવના પણ ઓછી રહે છે. પ્રતિરોધક ક્ષમતા મજબૂત રહે તેના માટે ઉકાળો એક ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. ઉકાળો પીવાથી શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો થતો નથી. સાથે જ કોરોનાવાયરસ થી પણ બચાવ કરે છે. તેથી તમારી ડાયટમાં તેનો સમાવેશ જરૂર કરવો. રોજ અડધો કપ ઉકાળા નું સેવન કરવું.ઉકાળા ને ઘરે સરળતાથી બનાવી શકાય છે. તે બનાવો ખૂબ જ સરળ છે. ઉકાળો બનાવવા માટે પીપલ, સૂંઠ, કાળાં મરી અને તુલસી નાં પાન અને એક લીટર પાણીની જરૂર પડે છે.

કઈ રીતે બનાવવો ઉકાળો

પીપળ સૂંઠ અને કાળાં મરીને સમાન માત્રામાં લઇને તેનો પાવડર તૈયાર કરવો. તેમાં ત્રણ ચાર તુલસીના પાન નાખવા અને એક લીટર પાણીમાં આ બધી વસ્તુ નાખી તેને ઉકાળવું. જ્યારે પાણી અડધું રહે ત્યારે ગેસ બંધ કરવો. ગરમ-ગરમ ઉકાળાનું સેવન કરવું. દિવસમાં ત્રણથી ચાર વાર ઉકાળો પીવો.

પીપળ,સુંઠ અને કાળા મરીમાં હોય છે આ ગુણો

  • પીપળ ની છાલ ના પાનનો પ્રયોગ આયુર્વેદમાં દવા બનાવવામાં કરવામાં આવે છે. પીપલ માં એન્ટિ માઈક્રોબીયલ હોય છે. જે તમારા શરીરની અંદર જઈને માઈક્રોબસ ને વધવાથી રોકે છે.
  • કાળા મરી સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. કાળા મરીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને વધારવામાં મદદ કરે છે. તે હાઇ એન્ટીઓક્સીડેન્ટ એક સારો સ્ત્રોત છે. તેને ખાવાથી ગળામાં ખરાશની સમસ્યા, ગળામાં દુખાવો ટોન્સિલ જેવી સમસ્યાથી છુટકારો મળે છે. માટે ઉકાળામાં  કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે.

  • આદુને સારી રીતે સુકવી અને સુંઠ બનાવવામાં આવે છે. સૂંઠમાં પણ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેની મદદથી શરદી-ઉધરસ અને ગળાનો દુખાવો દૂર થાય છે.
  • તુલસી એક ઔષધીય વૃક્ષ છે. અને તુલસી નાં પાનને ચાવવા થી અગણિત લાભ થાય છે. તુલસી ખાવાથી બેક્ટેરિયા અને વાયરસ થી રક્ષણ થાય છે. સાથેજ શરીર અંદરથી મજબૂત બને છે.

  • ઉકાળો ઉપરાંત નવશેકા ગરમ પાણીમાં તજ નાખી એ પાણીનું સેવ આખો દિવસ કરવાથી પણ ગળા ના દુખાવા માંથી રાહત મળે છે. અને ગળું એકદમ બરાબર થઈ જાય છે. તેમજ રાતના સમયે હળદર વાળું દૂધ પીવાથી ફેફસા ની રક્ષા રક્ષા વાયરસથી થાય છે. કોરોનાવાયરસ ફેફસા પર ખરાબ પ્રભાવ પાડે છે. માટે ઉકાળા ની સાથે રાતના સૂતી વખતે હળદરવાળા દૂધનુ સેવન કરવું.

  • હળદર વાળું દૂધ બનાવવું ખુબજ સરળ છે. અડધી ચમચી હળદર ગરમ દૂધમાં મિક્સ કરી અને હળદર વાળું દૂધ તૈયાર થઈ જાય છે. તેમાં ખાંડ નો પ્રયોગ કરવો નહીં આ દૂધ રોજ રાતે સૂતાં પહેલાં પીવું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *