પત્નીને આપશો આ વસ્તુઓ તો થશે દેવી લક્ષ્મીની કૃપા, ઘરમાં આવશે બરકત

પત્નીને આપશો આ વસ્તુઓ તો થશે દેવી લક્ષ્મીની કૃપા, ઘરમાં આવશે બરકત

ધાર્મિક માન્યતાઓમાં દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જેના ઘણા સ્વરૂપો છે. તેમાંથી એક છે ગૃહલક્ષ્મી. સ્ત્રીને દેવી લક્ષ્મીનું પ્રતિરૂપ માનવામાં આવે છે. પછી ભલે તે ઘરે દીકરી નાં રૂપમાં હોઈ કે પત્નીનાં રૂપમાં. માનવામાં આવે છે જો ઘરની લક્ષ્મી પ્રસન્ન રહે તો ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા અને સુખ-સમૃદ્ધિ બની રહે છે. તે જ રીતે જે ઘરની ગૃહલક્ષ્મી સુખી નથી હોતી ત્યાં દેવી લક્ષ્મીનો પણ વાસ થતો નથી. આ રીતે શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની લક્ષ્મી એટલે કે ઘરની સ્ત્રીઓ સુખી હોય તે ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે. એ જ રીતે ઘર ની લક્ષ્મીને કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. અને આજે અમે તમને તે વિશે જણાવીશું કે આ વસ્તુઓ કઈ છે.

  • ઘર ની મા,દીકરી,વહુ,પત્ની ને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવામાં તેની ખુશીઓથી ઘરમાં બરકત રહે છે. જે ઘરમાં તેને અપમાનિત કરવામાં આવે છે ત્યાં કાયમી  મનની પરેશાનીઓ અને મુશ્કેલીઓ રહે છે. એવામાં જો તમે તમારા ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા ઇચ્છો છો તો તમારે તમારા ઘરની સ્ત્રીઓને હંમેશાં સુખી અને પ્રસન્ન રાખવી જોઈએ. શાસ્ત્રો માં તે માટે બુધવાર અથવા શુક્રવારનાં દિવસે ગૃહલક્ષ્મી ને કેટલીક ભેટ આપવી ખાસ ફાયદાકારક કહેવામાં આવી છે.
  • જેમ કે બુધવાર અથવા શુક્રવારનાં દિવસે ઘરની લક્ષ્મી એટલે કે તમારી પત્નીને વસ્ત્રોની ભેટ આપવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પત્ની,બહેન,મા કે અન્ય કોઈ સુહાગન સ્ત્રીને વસ્ત્ર આપવા ખૂબ જ ફાયદાકારક છે.

  • શાસ્ત્રોમાં દેવીપૂજા માં આભુષણો અર્પણ કરવા ખૂબ જરૂરી માનવામાં આવે છે. અને સ્ત્રીની  સુંદરતા પણ આભુષણો થી જ વધે છે. અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ગૃહલક્ષ્મી જ ઘરની સમૃદ્ધિ દર્શાવે છે. એવામાં ધાર્મિક માન્યતા અનુસાર ગૃહલક્ષ્મી ને સુંદર વસ્ત્રો ની  સાથે સાથે આભુષણ પણ ભેટ આપવાથી ઘરની ખુશીઓમાં વધારો થાય છે. અને ઘરમાં સમૃદ્ધિ પણ વધે છે.
  • જે રીતે દેવીને સુહાગની સામગ્રી જેવી કે સિંદૂર, બીન્દી, બંગડી વગેરે અર્પણ કરવાથી સૌભાગ્ય વધે છે તે જ રીતે ગૃહલક્ષ્મી ને  સુહાગ અને ૧૬ શણગારની વસ્તુઓ આપવી  લાભકારક હોય છે. તેનાથી ગૃહલક્ષ્મીની શોભા વધે છે અને તેની શોભા વધવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

  • ખરેખર તો ગૃહલક્ષ્મીને પ્રસન્ન રાખવા માટે કોઈ ઉત્તમ ઉપહાર છે તો તે છે તેને યોગ્ય સન્માન આપવું. સ્ત્રી માટે કપડાં,આભુષણ વગેરે ખૂબ આવશ્યક છે પરંતુ તેનાથી પણ  વધારે આવશ્યક છે તેનું માન-સન્માન અને જો તે તેને તમારા દ્વારા મળે તો તેનાથી તમને પણ ખૂબ લાભ થાય છે. તેને માન-સન્માન આપવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. તે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે.
  •  જે પરિવારમાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ વાસ કરે છે અને આવા કુળમાં ઉત્તમ સંતાન જન્મ લે છે. તેજ રીતે જે કુળમાં સ્ત્રીઓનું યોગ્ય માન-સન્માન થતું નથી ત્યાં દરેક પૂજા કાર્ય નિષ્ફળ થાય છે.
  • આ રીતે શાસ્ત્રો અનુસાર ગૃહલક્ષ્મી એટલે કે ઘરની લક્ષ્મી નાં સુખમાં જ ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિનું રહસ્ય છુપાયેલું છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *