પત્ની વગર એકલા જ બાળકોની પરવરીશ કરી રહ્યા છે આ એક્ટર્સ, કહેવાય છે સિંગલ ફાધર

પત્ની વગર એકલા જ બાળકોની પરવરીશ કરી રહ્યા છે આ એક્ટર્સ, કહેવાય છે સિંગલ ફાધર

બાળક માટે માં ખૂબ જ ખાસ હોય છે. તેનું પાલન પોષણ કરવું તેને ઉછેર અને તેને સંસ્કાર આપવા, દુનિયા થી પરિચિત કરાવવું આ બધા કામ માતા નાં હોય છે. કહેવામાં આવે છે કે, એક નાના બાળક માટે માતા તેની દુનિયા હોય છે. પરંતુ બોલીવુડ નાં અમુક સ્ટાર્સ પોતાના બાળકોના પિતાની સાથે તેમની માતાની ફરજ પણ બજાવી રહ્યા છે. બોલિવૂડ નાં ઘણા સ્ટાર સીંગલ ફાધર બની એક માતા ની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. ચાલો અમે તમને એવા જ બોલિવૂડ કલાકારો સાથે પરિચય કરાવીએ. જે એકલા હાથે પોતાના બાળકો નું પાલન પોષણ કરી રહ્યા છે. તેમાંથી અમુક તો પોતાની પત્નીથી અલગ રહ્યા, તો કોઈની પત્ની નથી, ત્યાં કોઈએ બાળકને દત્તક લીધું છે, અને ઘણા સેરોગેસી દ્વારા પિતા બન્યા છે.

તુષાર કપૂર

પહેલાના જમાના નાં દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર નાં પુત્ર અભિનેતા તુષાર કપૂર ૪૪ વર્ષના થઇ ગયા છે. અને તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી પરંતુ તે લગ્ન વગર પણ એક પિતા બની ગયા છે. તુષાર સિંગલ ફાધર છે. તેમના પુત્ર નું નામ લક્ષ છે. તે હંમેશા પોતાના પુત્રની સાથે ફોટા પોસ્ટ કરતા રહે છે. હંમેશા લક્ષ પોતાના દાદા જીતેન્દ્રની સાથે પણ જોવા મળ્યો છે.

ચંદ્રચૂડ સિંહ

બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો નો ભાગ બની ચૂકેલા અભિનેતા ચંદ્રચુડ સિંહ પણ એકલા જ પોતાના પુત્ર ની સંભાળ રાખે છે. તેમણે કહ્યું છે કે, તેમનો વધારે સમય તેમના પુત્રની સાથે પસાર કરે છે. જણાવી દઈએ તો તેમણે અવંતિકા કુમારી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે તેમની પત્ની સાથે રહેતા નથી અને પોતાના પુત્રની સાથે રહે છે. વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો ચંદ્રચૂડ સિંહ છેલ્લી વખત વેબ સીરીઝ આર્યાં માં જોવા મળ્યા હતા.

રાહુલ બોસ

તમને જાણીને આશ્ચર્ય થશે કે, રાહુલ બોસ એકલા પોતાના દમ પર એક-બે નહીં પરંતુ ૬ બાળકોની દેખભાળ કરે છે. તે ૬ બાળકો નાં પિતા છે. રાહુલ બોસે અંડમાન નિકોબાર થી ૧૧ વર્ષ નાં ૬ બાળકોને દત્તક લીધા છે. અભિનેતા દરેક બાળકોના અભ્યાસ થી લઈને દરેક ખર્ચો પોતે કરે છે. અને પોતાના બાળકો નું પૂરું ધ્યાન પણ રાખે છે.

કરન જોહર

હિન્દી સિનેમા નાં ફેમસ ફિલ્મ મેકર કરણ જોહર ૪૯ વર્ષ નાં થઇ ગયા છે. અને તે અવિવાહિત છે કરણ જોહર બે બાળકોના પિતા છે. અને તે તેમની માતા ની ફરજ પણ નિભાવી રહ્યા છે. કરણ જોહર ને એક પુત્ર છે અને એક પુત્રી છે. પુત્રનું નામ યશ જ્યારે પુત્રીનું નામ રુંહી છે. બંનેનો જન્મ સેરોગેસી દ્વારા થયો હતો અને બંને ચાર વર્ષના થઈ ગયા છે.

રાહુલ દેવ

જાણીતા અભિનેતા રાહુલ દેવ નું નામ પણ આ લિસ્ટમાં આવે છે ૫૨ વર્ષીય અભિનેતા રાહુલ એ વર્ષ ૧૯૯૮ માં રીના દેવ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ રીના નું વર્ષ ૨૦૦૯ માં કેન્સર જેવી ગંભીર બિમારીથી નિધન થઈ ગયું હતું. રાહુલ દેવ એક પુત્ર સિદ્ધાર્થ નાં પિતા છે. પત્ની નાં નિધન પછી રાહુલ એકલા જ પોતાના પુત્રની દેખભાળ કરે છે. અત્યારે સિદ્ધાર્થ યુ.કે. માં અભ્યાસ કરી રહ્યો છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *