પતિનો પ્રેમ મળી રહ્યો ન હોયતો, કરો હળદર સાથે જોડાયેલ આ ઉપાય, તમને રાણી બનાવી ને રાખશે

પતિનો પ્રેમ મળી રહ્યો ન હોયતો, કરો હળદર સાથે જોડાયેલ  આ ઉપાય, તમને રાણી બનાવી ને રાખશે

હળદર નો ઉપયોગ આપણે બધા મસાલાના રૂપમાં કરીએ છીએ. આમ તો હળદરમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. કોરોના કાળ દરમિયાન દરેક કોઈ હળદર વાળું દૂધ પી રહ્યું છે. તે તમને સંક્રમણથી બચવા માટે મદદ કરે છે. આ ઉપરાંત હળદરનો ઉપયોગ પૂજાપાઠ અને માંગલિક કાર્યોમાં પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હળદર તમારા જીવનની ઘણી પરેશાનીઓને દૂર કરી શકે છે.જ્યોતિષશાસ્ત્રમાં હળદર ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તે ગ્રહ સાથે જોડાયેલ સમસ્યાઓથી લઈને આર્થિક તંગી, ગ્રહ ક્લેશ, નેગેટિવ એનર્જી અને મન પસંદ જીવનસાથી સુધીની ઘણી સમસ્યાઓથી મુક્તિ અપાવે છે. એવામાં આજે તમને હળદર સાથે જોડાયેલ કેટલાક ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ. જે તમને દૈનિક જીવનથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

 

  • વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાનાં લીધે ઘરમાં ઘણા પ્રકારની પરેશાનીઓ આવ્યા કરે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો હળદર તમારી મદદ કરી શકે છે. તેના માટે તમારે ધરનાં દરેક ખૂણામાં હળદર નાં પાઉડરનો છંટકાવ કરવાનો છે. તેનાથી ઘરમાં મોજુદ દરેક પ્રકાર નાં વાસ્તુદોષ સમાપ્ત થાય છે. આ ઉપાય તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવશે.
  • જે લોકો ધન સંબંધી સમસ્યાથી પરેશાન હોય તેઓએ દરેક ગુરુવારે ઘરમાં હળદર નાં પાણીનો છંટકાવ કરવો. આ ઉપાય કરવાથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થશે અને પોઝિટિવ ઊર્જા આવશે. તેનો ફાયદો એ છે કે, ગુરુવારનો આગલો દિવસ એટલે કે, શુક્રવારે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્તર વધી જશે. આ વસ્તુ મહાલક્ષ્મી ને પોતાની તરફ આકર્ષિત કરે છે. અને તે તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારી ધન સંબંધી સમસ્યાને દૂર થશે.

  • જો તમે રાત્રી નાં આવનારા ખરાબ સપનાઓથી પરેશાન છો  તો હળદરની ગાંઠ પર નાડાછડી બાંધી અને તેને તકિયા નીચે રાખવાથી ખરાબ સપના આવવાનાં બંધ થઇ જાય છે.
  • જો તમને તમારા પતિનો પ્રેમ મળી રહ્યો ન હોય તો હળદર તમારી મદદ કરી શકે છે. ગુરુવાર નાં દિવસે પીળાં વસ્ત્રો પહેરી હળદરની ગાંઠ રાખી‘ऊं रत्यै कामदेवायः नमः’ મંત્રનાં જાપ કરવા. ત્યાર બાદ સાંજના સમયે ચણાનાં લોટ થી બનતા વ્યંજન બનાવવા. અ ઉપાય થી તમારા પતિનો પ્રેમ મળશે.

  • જો તમને ગુસ્સો વધારે આવતો હોય તો રોજ હળદરનું તિલક લગાવીને ઘરેથી બહાર નીકળો. તેમ જ સ્નાન કરતી વખતે સ્નાન કરવાના પાણીમાં હળદર નાખી સ્નાન કરવુ. તેનાથી કિસ્મત નાં તાળા ખુલી જાય છે. અને તેનાથી તમને જોબ માં પણ ફાયદો થાય છે. સામાજિક માન સન્માનમાં વધારો થાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *