પતિની બીમારી નાં કારણે આ અભિનેત્રી નું બરબાદ થયું કરિયર, આજે તમે તેને ઓળખી પણ નહીં શકો

બોલિવૂડ અભિનેત્રી રીતુ શિવપુરી આજથી ૨૮ વર્ષ પહેલા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ડાયરેક્ટર ડેવિડ ધવન ની ફિલ્મ ‘આંખેથી’ ડેબ્યૂ કર્યું હતું આ ફિલ્મમાં તેમની સાથે ગોવિંદા, ચંકી પાંડે, રાજેશ્વરી, કાદરખાન, શક્તિ કપૂર સદાશિવ અમરાપુર કર મુખ્ય ભૂમિકા માં હતા.જો આ ફિલ્મ ઉપરાંત રીતુની બીજી કોઈ ફિલ્મ હિટ રહી નથી. અભિનેત્રીએ ૧૨ વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છતાં પણ તેમણે ૨૦૦૬ માં બોલીવુડ ને છોડી દીધું. અને પોતાના સામાન્ય જીવન પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું તેમણે પોતાના બીમાર પતિ માટે પોતાનું કરિયર મૂકી દીધું રીતુ શિવપુરી ઓમ શિવપુરી અને સુધા શિવપુરી ની પુત્રી છે.
આ અભિનેત્રીએ હરિ વેંકટ જોડે લગ્ન કર્યા. અને તેના ત્રણ બાળકો છે. તેની સાથે જ આ અભિનેત્રીએ કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ૨૦૦૬ માં તેમણે એક ટીવી શો માટે કામ કરવાનું ચાલુ કર્યું હતું તે શો માટે તેમને એક દિવસમાં ૧૮ થી ૨૦ કલાક સુધી શૂટિંગ કરવું પડતું હતું. જ્યારે તે પોતાના શૂટિંગ થી પાછી ઘરે જતી હતી ત્યારે બધા સૂઈ જતા હતા. તેમણે પોતાના ફેમિલીને સમય આપવા માટે અભિનય મૂકી દીધો.
ત્યારબાદ તેમણે ઘણી વખત અભિનયમાં પાછા આવવાના પ્રયત્નો કર્યા. પરંતુ તેમના પતિ બીમાર હતા રીતુ નાં પતિ હરિ ને પીઠનો ટ્યુમર હતું. તેથી અભિનેત્રીએ પોતાના પતિ નાં સ્વાસ્થ્યને વધારે મહત્વ આપ્યું. રીતુ એ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે શૂટિંગ ના લીધે પતિ અને ફેમિલીને સમય આપી શકતી ન હતી. તેમને લાગતું હતું કે, પોતાનો કરીયર ને કારણે પોતાની ફેમિલી થી દૂર ના જતી રહે.
અભિનેત્રી એ ફેમિલીને ધ્યાનમાં રાખતા જ્વેલરી ડિઝાઇનર નું કામ ચાલુ કર્યું. ત્યારબાદ જ્યારે તેમના બાળકો યંગ થઈ ગયા ત્યારે તેમણે એક વખત ફરી અનિલ કપૂરના શો “૨૪” માં વાપસી કરી. આ શોમાં તેમણે ડોક્ટર સની મહેતા નું પાત્ર કર્યું છે. રીતુએ કહ્યું કે, હવે મારા બાળકો મોટા થઈ ગયા છે તેથી હું અભિનયમાં ફરી આવવા માટે વિચારી શકુ છું.
રીતુ શિવપુરી એ આંખે સિવાય હમ સબ ચોર હે, રોક ડાન્સર, આર યા પાર, ભાઈ ભાઈ, કાલા સામ્રાજ્ય, હદ કરદી આપને, લજ્જા, શક્તિ ધ પાવર, એલાન, અને એક જિંદ એક જાન ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ ૨૦૧૭ માં ઇસ પ્યાર કો ક્યા નામ દુ ના ૩ સિઝનમાં જોવા મળી હતી. આ શો માં રીતુ એ ઈન્દ્રાણી નારાયણ વિશિષ્ટ નું પાત્ર કર્યું હતું. આ પાત્રમાં એક નેગેટીવ રોલ હતો. ત્યારબાદ રીતુ ૨૦૧૯ માં નજરમાં અને વિષ જેવી સીરીયલ માં જોવા મળ્યા હતા.
રીતુ શિવપુરી એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને પોતાના ઘરની જેવી જ જણાવી છે. કારણ કે, તેમના પિતા પહેલે થી ફિલ્મોમાં કામ કરતા હતા. રીતુ શિવપુરી પ્રમાણે ફિલ્મ માં તેમનું આવવું માત્ર નસીબ હતું. તેમણે કહ્યું હતું કે હું મોડેલિંગ કરી રહી હતી. તે સમયે પહલાઝ નિહલાની એ મને જોઈ અને ફિલ્મ ઓફર કરી.