પરિવાર ને દુઃખી કરીને વનરાજે લીધો મોટો નિર્ણય, કાવ્યા સાથે કર્યા લગ્ન

અનુપમા શોમાં ઘણા હોબાળા થયા પછી કાવ્યા અને વનરાજ લગ્ન કરી લેશે. જેના કારણે આખો પરિવાર દુઃખી થઈ જાય છે. તેની સાથે જ આ શોમાં એક ખાસ વ્યક્તિ પણ દાખલ થઇ છે. જાણો આજ ના છેલ્લા એપિસોડ માં શું થશે.શો માં અનુપમા વનરાજ અને કાવ્યનાં લગ્નનો ટ્રેક ઘણા સમયથી ચાલી રહ્યો છે શોમાં ઘણું નાટક ચાલી રહ્યું છે. પ્રેક્ષકો પણ ખૂબ જ આનંદ માણી રહ્યા છે. લગ્નજીવન થી ભાગી ગયેલ વનરાજ પાછો આવે છે. તેના ભાગી જવાનું કારણ સમજાવે છે તેણે કાવ્યા પર ખુબજ ગુસ્સો કરે છે અને ત્યારબાદ ચેતવણી આપે છે કે, આવું વર્તન ના કર જાણો આજ ના છેલ્લા એપિસોડ માં શું થશે.
વનરાજે લગ્ન કરવાની ના પાડી
વનરાજ લગ્નના દિવસે ગાયબ થઈ ગયો. ઘણી શોધખોળ કર્યા પછી પણ લગ્ન મંડપમાં પહોંચતો નથી થોડા સમય પછી વનરાજ આવીને કાવ્યા ને કહે છે કે તે તેની સાથે લગ્ન કરવા નથી માંગતો. આ સાંભળીને કાવ્યા ગભરાઈ ગઈ. કાવ્ય એ ધમકી આપી હતી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેને બરબાદ કરશે જેના પછી અનુપમા કાવયા અને વનરાજ ને સમજાવે છે. અનુપમા બન્નેને અહેસાસ કરાવે છે કે, પ્રેમ કર્યા પછી પણ આજે બંને ખુશ નથી. તો આટલા સંબંધોને બગાડવાનું શું કામ હતું?
અનુપમા એ પીડા વ્યક્ત કરી
અનુપમા વનરાજ અને કાવ્યા ને સમજાવે છે કે, તે એકલા રહેવાની પીડા જાણે છે. અનુપમા કહે છે કે, આ ઉંમરે છૂટાછેડા લેવાનું કેટલું મુશ્કેલ છે. લોકો તેમને કેવી રીતે ત્રાસ આપે છે. આ બધું હોવા છતાં તેમણે આ નિર્ણય લીધો કારણ કે તેમના જીવનમાં આગળ વધવા માંગે છે. અનુપમા વનરાજ ને સમજાવે છે કે જો તેણે પ્રેમ કર્યો છે તો તેને નિભાવે.
વનરાજે મૌન તોડ્યું
વનરાજ પોતાનું મૌન તોડે છે અને કહે છે કે, તે લગ્ન થી ભાગી ગયો ન હતો પરંતુ તે ગૂંગળામણ થી મરી રહ્યો હતો. તેથી તે થોડા સમય માટે બહાર ગયો હતો. વનરાજ કાવ્યા પર ગુસ્સો કરે છે અને કહે છે કે ફરીથી તેના પરિવાર સાથે આવું કરશે તો તે સહન કરશે નહિ. કાવ્યા વનરાજ ની વાત સાંભળીને ડરી જાય છે. વનરાજે કાવ્યા સાથે સાત ફેરા લીધાઆટલો તમાશો થયા પછી વનરાજે કાવ્યા નો હાથ પકડ્યો અને સાત ફેરા લેવા પહોંચ્યો. વનરાજ અને કાવ્યા નાં લગ્ન થઈ ગયા છે. અને હવે બંને પતિ-પત્ની નાં સંબંધોમાં બંધાયા છે. કાવ્યા ખૂબ જ ખુશ થાય છે.
શોમાં બાપુજી ની એન્ટ્રી
અનુપમા ની નજીક તેમના સસરા છે આવી સ્થિતિમાં બાપુજી હવે શોમાં એન્ટ્રી થશે. અનુપમા અને વનરાજ ને બાપુજી ને જોઈને ખૂબ જ આનંદ થાય છે. વનરાજ કાવ્યા ને છોડીને બાપુજી પાસે પહોંચ્યો. જ્યાં બાપુજી અનુપમા ને ખૂબ જ પ્રેમ કરે છે. આ જોઈને રાખી ગુસ્સે થઈ ને પૂછે છે કે શું તે બધા આશીર્વાદ પોતાની જૂની વહુને આપશે?