પારસમણી ઉપરાંત જો આ વસ્તુઓ તમને મળી જાય તો, આ ચમત્કારી વસ્તુઓથી બદલાઇ શકે છે તમારું ભાગ્ય

નાનપણમાં તમે ઘણી સ્ટોરીઓ સાંભળી હતી. જેમાં ઘણી દિવ્ય શક્તિઓ વિશે જણાવવામાં આવ્યું છે રામાયણ અને મહાભારત જેવા ધાર્મિક ગ્રંથો અને ઘણી ઘણા પુસ્તકોમાં એવી સ્ટોરીઓ છે જેમાં પારસમણિ, સંજીવની બૂટી જેવી વસ્તુઓ વિશે જણાવવામાં આવે છે. તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકાતો નથી. જોકે હજી સુધી કોઈ પણ વસ્તુની પ્રમાણિકતા સાબિત થઇ નથી. પણ જો આ શક્તિ કોઈને મળી જાય તો રાતોરાત તેનું ભાગ્ય બદલાઈ શકે છે. ભલે આ વસ્તુઓની કોઇ પ્રામાણિકતા સાબિત થઇ નથી પરંતુ આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી મારું ભાગ્ય બદલાઈ શકે છે.
સંજીવની બુટી
સંજીવની બૂટી વિશે રામાયણમાં સાંભળવા મળે છે જ્યારે ભગવાન શ્રીરામ નાં ભાઈ લક્ષ્મણ બેહોશ થઈ જાય છે. ત્યારબાદ હનુમાનજી આ બૂટી હિમાલય નાં પહાડોમાં થી લાવે છે આ બુટી નાં કારણે લક્ષ્મણજી નો જીવન બચી જાય છે. જોકે આ વિશે ઘણી શોધ કરવામાં આવી છે પરંતુ કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ પ્રાપ્ત થઇ નથી.
પારસમણી
કોઈપણ વસ્તુ લોઢાની વસ્તુઓ ને અડે તો તે સોનામાં બદલાઈ જાય તમે એવી ઘણી સ્ટોરીઓ સાંભળી હશે ઘણાં ગ્રંથોમાં તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. હિમાલય ની આસપાસ આ બુટી જોવા મળે છે. કહેવત અનુસાર કાગડાઓ ને તેની ઓળખ હોય છે. પરંતુ હજી સુધી એની કોઈ સચ્ચાઈ સામે આવી નથી.
સોમરસ
સોમરસ નો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. કહેવામાં આવે છે કે સોમરસ એવી વસ્તુ છે જે સંજીવની જેવું કામ કરે છે જેને પીધા બાદ વ્યક્તિ અમર થઈ જાય છે અને હંમેશ માટે જવાન રહે છે. તેને પીધા બાદ ગુસ્સો પણ શાંત થઇ જાય છે.
નાગમણી
નાગમણી વિશે કહેવત છે કે, તેમાં ઘણી શક્તિ હોય છે તેની ચમક ની આગળ હીરાની ચમક પણ ઓછી પડે છે. આ વિશે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નાગમણી મેળવી લે છે તે જે ઈચ્છે તે તેને મળી શકે છે.
કલ્પવૃક્ષ
આ વૃક્ષ વિશે વેદ અને પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષ વિશે કહેવામાં આવે છે કે, આ વૃક્ષ નીચે બેસીને જે માંગવામાં આવે તે અવશ્ય પ્રાપ્ત થાય છે.