પરણિત હોવા છતાં પણ અરુણા ઈરાનીએ માં ન બનવાનો નિર્ણય લીધો હતો, જાણો તેનું કારણ

પરણિત હોવા છતાં પણ અરુણા ઈરાનીએ માં ન બનવાનો નિર્ણય લીધો હતો, જાણો તેનું કારણ

બોલીવુડ અભિનેત્રી અરુણા ઈરાનીએ પોતાના સમયમાં દર્શકોના દિલ પર રાજ કર્યું છે. તેમના અભિનય થી લઈને તેમના ડાન્સના લોકો દીવાના હતા. તેમણે વધુ ફિલ્મોમાં નેગેટિવ પાત્ર કર્યા છે. તેમના આ પાત્ર પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે. જેમ કે એક ફિલ્મ હીરો વગર અધુરી છે, બિલકુલ તેવી જ રીતે ખલનાયક વગર પણ દરેક ફિલ્મ ની કહાની અધૂરી હોય છે. સિનેમાની દુનિયામાં જેટલું નામ હીરોએ મેળવ્યું છે તેટલું જ નામ વિલન પણ મેળવે છે. વળી, જો વાત ખલનાયિકા ની કરવામાં આવે તો અરુણા ઈરાની પોતાના સમયની સૌથી સારી નેગેટિવ પાત્ર કરતી અભિનેત્રીઓ માંથી એક હતી.

તેમનો જન્મ ૧૮ ઓગસ્ટ, ૧૯૪૬નાં મુંબઈમાં થયો હતો. તે આઠ ભાઇ-બહેનોમાં સૌથી મોટી હતી. અરુણા ઈરાનીએ ૬ ધોરણ પછી અભ્યાસ મૂકી દીધો હતો. કારણ કે તેમના પરિવાર ની પાસે એટલા પૈસા ન હતા કે તે દરેક બાળકોને ભણાવી શકે. અરુણા ઈરાની ૧૫ વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ગંગા જમના થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે હિંદી, મરાઠી અને ગુજરાતી સહિત ૫૦૦ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં અનપઢ, ઉપકાર, આયા સાવન ઝુમકે, ઓલાદ, હમજોલી, દેવી, નયા જમાના, બોબી, સરગમ, ફકીરા, લવ સ્ટોરી અને બેટા સહિત તમામ ફિલ્મો છે. ૧૯૮૪ માં આવેલી ફિલ્મ “પેટ પ્યાર ઓર પાપ” માટે અરુણા ઈરાનીને ફિલ્મ ફેર બેસ્ટ સપોર્ટિંગ એવોર્ડ પણ મળ્યો છે.

એક સમય એવો હતો જ્યારે તેમનું નામ ડાયરેક્ટર મહમૂદની સાથે જોડાયેલું હતું. સાથે જ એ સમાચાર પણ આવ્યા હતા કે તે બંનેએ લગ્ન કરી લીધા છે. પરંતુ આ વાતને તેમણે સ્વીકાર કરી નહીં. એક ઇન્ટરવ્યૂમાં તેમણે મહમૂદ વિશે કહ્યું હતું કે હું તેમની મિત્ર હતી પરંતુ મિત્ર થી પણ વધુ હતી. તમે તેને મિત્રતા અથવા જે વિચારો તે કહી શકો છો, પરંતુ અમે બંને ક્યારે લગ્ન કર્યા નથી અને ના તો અમે બંને એકબીજા ના પ્રેમમાં પડ્યા છીએ. જો આવું હોય તો અમે અમારા સંબંધને જાળવી રાખ્યો હોત. પ્રેમ ક્યારેય પૂર્ણ થતો નથી, તે હંમેશા રહે છે.

અરુણા ઈરાની અનેક ફિલ્મોમાં કામ કરી પોતાની અલગ અલગ ઓળખાણ બનાવી છે. તે પોતાના કામમાં એટલી વ્યસ્ત રહેતી હતી કે ૪૦ વર્ષની ઉંમર સુધી તેમણે લગ્ન વિશે વિચાર્યું નથી, પરંતુ વર્ષ ૧૯૯૦માં તેમણે કુક્કૂ કોહલી સાથે લગ્ન કરી લીધા. કોહલી પહેલા પરિણીત હતા અને તેમના બાળકો પણ હતાં. અરુણા ને આ વાત ખબર હતી તે છતાં પણ તેમને તેમની સાથે લગ્ન કર્યા અને આ નિર્ણય લીધો કે તેમને ક્યારેય પોતાના બાળકો નહીં થાય. અરુણા ઈરાનીએ પોતાના પતિ વિશે વાત કરતાં કહ્યું કે જ્યારે હું તેમને મળી ત્યારે મારી ઉંમર ૪૦ વર્ષથી વધારે હતી. તે મારી એક ફિલ્મના ડાયરેક્ટર હતા.

પોતે માતા ન બનવા પર અરુણા ઈરાનીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેમણે ડોક્ટર થી વાત કર્યા પછી આ નિર્ણય લીધો છે કે તે માતા નહી બની શકે. તેમણે કહ્યું કે ડૉક્ટરે તેમને કહ્યું હતું કે તે સાચી વાત છે કે તમે લગ્ન કર્યા છે અને તમારે સાથ ની જરૂર છે, પરંતુ તમારા અને બાળકો વચ્ચે જનરેશન ગેપ ખૂબ જ વધારે થઈ જશે. અભિનેત્રીએ કહ્યું હતું કે મને લાગે છે કે ડોકટરે સાચું કહ્યું હતું. હું અને મારા બાળક એકબીજાને ગૂંગળામણનો અનુભવ થતો હોત.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *