પરણિત હોવા છતાં પણ આ બોલિવૂડ સિતારાઓને થઈ ગયો હતો બીજી મહિલાઓ સાથે પ્રેમ, સની-સલમાનનાં પિતાએ તો કર્યા હતાં બે-બે લગ્ન

પરણિત હોવા છતાં પણ આ બોલિવૂડ સિતારાઓને થઈ ગયો હતો બીજી મહિલાઓ સાથે પ્રેમ, સની-સલમાનનાં પિતાએ તો કર્યા હતાં બે-બે લગ્ન

હિન્દી સિનેમામાં પરણીત અભિનેતાને બીજી મહિલા સાથે પ્રેમ થવો અથવા તો તેને પોતાની બીજી પત્નિ બનાવવી સામાન્ય વાત છે. બોલીવુડમાં ઘણા એવા અભિનેતા છે જેમને પત્નિ હોવા છતાં પણ બીજી મહિલા એટલે કે અભિનેત્રીને પ્રેમ કર્યો હતો અને ઘણાએ તો લગ્ન પણ કર્યા. પરંતુ તેમણે પોતાની પહેલી પત્નિનો સાથ પણ છોડ્યો નહી અને તેમને છૂટાછેડા પણ આપ્યા નહી. આજે તમને કંઈક એવા જ સ્ટાર્સ વિશે જણાવીશું.

ધર્મેન્દ્ર હેમા-માલિની

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા છે. ધર્મેન્દ્રના પહેલા લગ્ન માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં પ્રકાશ કૌર સાથે થયા હતાં. ત્યારબાદ ધર્મેન્દ્રએ ફિલ્મોમાં એન્ટ્રી કરી અને તેમનું દિલ દિગ્ગજ અને સુંદર અભિનેત્રી હેમામાલિની પર આવી ગયું અને હેમામાલિનીને પણ ધર્મેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો. ધર્મેન્દ્રએ પોતાની પહેલી પત્નિ પ્રકાશકોરને છૂટાછેડા આપ્યા નહી અને તેમણે વર્ષ ૧૯૮૦ માં હેમા માલિની સાથે લગ્ન કરી લીધા. ધર્મેન્દ્રનાં કુલ ૬ બાળકો છે. પહેલી પત્નિ પ્રકાશ કૌરનાં ૪ બાળકો અને હેમા માલિનીને ૨ પુત્રીઓ છે.

સની દેલ અને ડિમ્પલ કાપડિયા

જાણીતા અભિનેતા સની દેઓલ પણ તેમના પિતા ધર્મેન્દ્રનાં જેવા જોવા મળ્યા. તેમણે વર્ષ ૧૯૮૩ માં પોતાના બોલીવુડ ડેબ્યું પહેલા પૂજા સાથે લગ્ન કર્યા હતાં પરંતુ લગ્ન બાદ તેનું નામ મશહૂર અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે જોડાયું. અમૃતા સિંહની સાથે પણ તેમના અફેરની ચર્ચાઓ ચાલી હતી. સની દેઓલે પોતાની પત્નિ પૂજાને છૂટાછેડા આપ્યા નહીં અને ડિમ્પલની સાથે પણ સંબંધ રાખ્યો પરંતુ ત્યારબાદ બંને અલગ થઈ ગયા.

મહેશ ભટ્ટ અને સોની રાજદાન

હિન્દી સિનેમાના જાણીતા નિર્દેશક મહેશ ભટ્ટ પોતાના સામાન્ય જીવનને લઈને ચર્ચામાં રહે છે. મહેશ ભટ્ટની પહેલી પત્નિ પરિણીત હોવા છતાં પણ તેમનું અફેર સોની રાજદાન સાથે થયું હતું. સોની થી મહેશે મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરી લગ્ન કરી લીધા અને તેમણે લોરેને છૂટાછેડા આપ્યા નહી. મહેશ ભટ્ટ અને સોની અભિનેત્રી આલિયા ભટ્ટનાં માતા-પિતા છે.

જયાપ્રદા અને શ્રીકાંત નહાટા

બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી જયાપ્રદાનાં લગ્ન વર્ષ ૧૯૮૬ માં ફિલ્મ દિગ્દર્શક શ્રીકાંત સાથે થયા હતાં. જયાપ્રદા શ્રીકાંતની બીજી પત્નિ છે. શ્રીકાંતે જયા પહેલા બીજા એક લગ્ન કર્યા હતાં અને પોતાની પહેલી પત્નિને છૂટાછેડા આપ્યા વગર જ જયાપ્રદા સાથે લગ્ન કર્યા હતાં, તેના લીધે જયાને ક્યારે લગ્ન બાદ પણ પત્નિનું સ્થાન પ્રાપ્ત થઈ શક્યું નહીં.

સલીમ ખાન અને હેલન

પહેલાના જમાનાના મશહૂર પટકથા લેખક અને અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાને બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન તેમણે સલમા ખાન સાથે વર્ષ ૧૯૬૪ માં કર્યા હતા. ત્યારબાદ ૧૭ વર્ષ બાદ તેમણે બીજા લગ્ન સલમા ને છુટાછેડા આપ્યા વગર અભિનેત્રી હેલન સાથે કર્યા. આજે બધાની વચ્ચે એક સારો સંબંધ છે.

રાજ બબ્બર અને સ્મિતા પાટીલ

પહેલાનાં જમાનાનાં મશહૂર અભિનેતા રાજ બબ્બર પણ આ લિસ્ટમાં આવે છે. પરિણીત રાજ બબ્બરને દિવંગત અદાકાર સ્મિતા પાટિલ સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે બંનેએ લગ્ન કરી લીધા. રાજ બબ્બરે પહેલી પત્નિ નદિરા ને છૂટાછેડા આપ્યા વગર સ્મિતા સાથે બીજા લગ્ન કર્યા હતા પરંતુ ખૂબ જ જલ્દી સ્મિતા આ દુનિયાને અલવિદા કહી ગઈ અને તે પોતાના ઉદાસ જીવનને ભરવા માટે રાજ ફરી નાદીરા પાસે ગયા. જણાવી દઈએ તો રાજ હવે એક અભિનેતાની સાથે રાજનેતા પણ છે, તે કોંગ્રેસ પાર્ટીનો ભાગ છે.

ગોવિંદા અને રાની મુખર્જી

સુપરસ્ટાર ગોવિંદાએ ફિલ્મોમાં પ્રવેશ કરતાની સાથે જ સુનિતા સાથે લગ્ન કર્યા હતાં અને ત્યારબાદ અભિનેત્રી રાની મુખર્જી સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ જ્યારે સુનીતાને આ વાતની ખબર પડી ત્યારે ગોવિંદાનું ગૃહસ્થ જીવન ખરાબ થવા લાગ્યું હતું અને બંનેના સંબંધનો અંત આવી ગયો. આજે ગોવિંદા પોતાની પત્ની સુનિતાની સાથે ખુશહાલ જીવન પસાર કરે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *