પંકજ ત્રિપાઠીની પત્ની બોય્ઝ હોસ્ટેલમાં તેમની સાથે રહેતી, સુદંરતા જોઈને હિરોઈનને ભુલી જશો

પંકજ ત્રિપાઠીની પત્ની બોય્ઝ હોસ્ટેલમાં તેમની સાથે રહેતી, સુદંરતા જોઈને હિરોઈનને ભુલી જશો

અભિનેતા પંકજ ત્રિપાઠીએ કેટલાક વર્ષોમાં તેમના અભિનયથી સારું નામ મેળવ્યું છે. તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ વેબ સીરીઝ મિરઝાપુર હતી. મિર્ઝાપુર માં “કાલીન ભૈયા” નું પાત્ર દેશભરમાં સિનેમા પ્રેમીઓનાં હ્યદયમાં ઉતરી ગયું હતું. આ વેબ સીરીઝ માં તેમની જબરજસ્ત અભિનય જોવા મળ્યો હતો. પંકજનું નામ હમણાં જ પ્રખ્યાત થયું છે. પરંતુ પંકજ ત્રિપાઠી ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા. આજે તમને પંકજ ત્રિપાઠીનાં જીવનની કહાની વિશે જણાવીશું.

પંકજ ત્રિપાઠીએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૪માં રિલીઝ થયેલી ફિલ્મ “રન” થી કરી હતી. આ ફિલ્મમાં અઅ શ્રેષ્ઠ અભિનેતાનો રોલ ખુબ જ નાનો હતો. એટલા માટે આ ફિલ્મમાં પંકજને વધારે નોટિસ પણ કરવામાં આવ્યો નહીં. પોતાના સંઘર્ષના દિવસોમાં જ પંકજે ૨૦૦૪માં મૃદુલા સાથે લગ્ન કરી લીધા. પંકજ થોડાક સમય કપિલ શર્માના શો માં આવ્યા હતા. ત્યાં તેમણે પોતાના જીવન સાથે જોડાયેલી અનેક મજેદાર કહાની બધાની સાથે શેર કરી. પંકજે કહ્યું કે તેમના લગ્ન એનએસડી પાસ કરાવ્યા પહેલાં જ થઈ ગયા હતા. તેવામાં તેમણે પોતાની પત્નીને પોતાની સાથે બોયઝ હોસ્ટેલના રૂમમાં પણ રાખી હતી. તેમણે પોતાની પત્નીને ત્યાં સંતાડી હતી. આજે પંકજ અને મૃદુલાં ની એક પુત્રી “આશી” પણ છે.

પંકજે તે સમયે એવું પણ જણાવ્યું હતું કે તેમના હોસ્ટેલમાં છોકરીઓને આવવા પર ખૂબ જ મનાઈ હતી, તેમ છતાં તેમણે માત્ર પોતાની પત્નીની હોસ્ટેલમાં રાખી હતી એટલું નહીં, પરંતુ સંતાડીને રાખી હતી. તેમના કહ્યા પ્રમાણે બોયઝ હોસ્ટેલમાં છોકરાઓ હંમેશા ફ્રી થઈને ફરતા રહે છે અને ઓછા કપડાં પહેરે છે. તે દરમિયાન જ્યારે બધાને ખબર પડી કે પંકજ સાથે તેમની પત્ની પણ રહે છે, તો તેમણે પણ સારો સપોર્ટ કર્યો. પરંતુ થોડાક સમય પછી ત્યાંના વોર્ડન ને પણ તેના વિશે ખબર પડી ગઈ. દેસી અભિનેતા પંકજ નો જન્મ બિહારમાં ગોપાલગંજ જિલ્લાના બેલસાડ ગામ માં થયો હતો. પંકજે પોતાના શરૂઆતનો અભ્યાસ એક ઝાડ નીચે કર્યો હતો.

પંકજ ત્રિપાઠી દર વર્ષે ગામમાં યોજાતી છઠપૂજા નાટકમાં ભાગ લેતા હતા. આ નાટકમાં પંકજને છોકરીનું પાત્ર આપવામાં આવતું હતું. પંકજે પોતાના ગામમાં ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, તે પછી વધુ અભ્યાસ માટે પટના મોકલવામાં આવ્યો હતો. એક વર્ષ સુધી ફક્ત દાળ, ચોખા અને ખીચડીનાં ભરોસા પર રહ્યા. પંકજ ફક્ત એક જ રૂમમાં રહેતા હતા, જેના ઉપર ટીનની છત હતી. પંકજ ત્યાંથી ૧૨મું પાસ કર્યું અને તેના પરિવાર અને મિત્રોના કહેવાથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવાનું ચાલુ કર્યું.

પંકજે તે દરમિયાન ખુલાસો પણ કર્યો છે કે તેમણે તેમના જીવનમાં તે સમય પણ જોયો છે જ્યારે તેમની પત્નીનો જન્મદિવસ હતો અને તેમના ખીસ્સામાં માત્ર ૧૦ રૂપિયા હતા. તે વિચારતા હતા કે શું ગિફ્ટ આપુ અને કઈ રીતે કેક લઈને આવું? તેની વચ્ચે તેમની પત્ની મૃદુલાનો બીએડ નો કોર્સ પૂરો થઈ ગયો હતો અને તેમને ત્યાં નોકરી પણ લાગી ગઈ હતી. ત્યારબાદ બંનેએ નક્કી કરી લીધું કે તે પાછા નહીં આવે અને તેના પછી પંકજને નાના-નાના પાત્ર મળવા લાગ્યા અને આજે પંકજ સ્ટાર બની ગયા છે.

પંકજ ત્રિપાઠી ફિલ્મ “ગેંગ્સ ઓફ વાસેપુર” માં સુલ્તાન નું પાત્ર કર્યું હતું, તેના માટે તેમને ૮ થી ૯ કલાક ઓડિશન આપ્યું હતું. પંકજ ત્રિપાઠીએ ૨૨ વર્ષ થિયેટર અને રંગમંચ ને આપ્યા છે. આજે પંકજ ત્રિપાઠીને દરેક લોકો ઓળખે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *