પાકિસ્તાની ક્રિકેટરને દિલ દઈ બેઠી હતી આ અભિનેત્રી, પરંતુ આ કારણે થયું તેનું બ્રેકઅપ

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની ફેમસ અભિનેત્રી સુસ્મિતા સેન ને કોણ નથી ઓળખતું. તે એક સારી અભિનેત્રી છે. અને તેની સાથે જ વર્ષ ૧૯૯૪ માં ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સ નો તાજ પણ પોતાના નામે કરી ચૂકી છે. તમે જણાવી દઈએ કે, ૧૮ વર્ષની ઉંમરે જ તેણે મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો હતો.સુસ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા પછી અભિનેત્રી તરીકે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની ફિલ્મી કેરિયરમાં એક કરતાં વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. અને લોકો તેના અભિનયની સાથે તેની સુંદરતા થી પણ પ્રભાવિત થયા છે.
સુસ્મિતા સેને પોતાના ફિલ્મી કેરિયર માં ઘણા મોટા સ્ટાર્સની સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. સુસ્મિતા સેન પોતાના ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં રહી છે. તે સિવાય તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહી છે. એવું કહેવામાં આવે છે કે, સુસ્મિતા સેન ને એક પાકિસ્તાની ક્રિકેટર સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ કોઈ કારણથી તેનું બ્રેકઅપ થઈ ગયું.
જેમ કે આપણે દરેક લોકો જાણીએ છીએ કે ક્રિકેટર અને ફિલ્મ સ્ટાર્સ વચ્ચે પ્રેમ કહાની હંમેશા ચર્ચામાં રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે, ક્રિકેટ અને ફિલ્મી દુનિયા નો સંબંધ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. તમે દરેક લોકો એ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મોહમ્મદ અઝરુદ્દીન સંગીતા બિજલાની, જહિરખાન સાગરિકા ઘાટગે, હરભજનસિંગ ગીતા બસરા, વગેરે પ્રેમ કહાની સાંભળી હશે. ઘણી પ્રેમ કહાની તો પૂરી થઈ જાય છે અને ઘણી અધૂરી રહી જાય છે.
આજે તમને મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુસ્મિતા સેન અને પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમની પ્રેમ કહાની વિશે જણાવીશું. એક સમય એવો હતો જ્યારે મીડિયામાં બંનેનાં નામની ખૂબ જ ચર્ચા થતી હતી. એટલું જ નહીં તે બન્નેનાં લગ્ન નાં સમાચાર પણ ચર્ચામાં રહેતા હતા. તમને જણાવી દઈએ કે, સુસ્મિતા સેન અને વસીમ અકરમની મુલાકાત એક ડાન્સ રિયાલિટી શો દરમિયાન થઇ હતી. આ શોના સેટ પર મુલાકાત પછી તે બંને સારા મિત્ર બન્યા હતા. અને તે બંને વચ્ચે રિલેશનશિપ નાં સમાચારો તે સમય દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વસીમ અકરમની ઈર્ષા નાં કારણે તેમના સંબંધમાં દરાર આવવા લાગી હતી સુસ્મિતા સેન ની ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ અને વ્યસ્ત શેડ્યુલ નાં કારણે વસીમ વધુ અસુરક્ષિત મહેસુસ કરવા લાગ્યા જેના લીધે તેણે તેમના સંબંધો ના ભવિષ્ય વિશે ફરીથી વિચારવાનું શરુ કર્યું. સુસ્મિતા સેને અને વસીમ અક્રમે ક્યારેય પોતાના સંબંધને લઇને ખુલીને વાત કરી નથી.
સુસ્મિતા સેને ડી એન એ સાથે એક ખાસ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, મને વસીમ ખૂબ જ પસંદ છે. પરંતુ તેનો મતલબ એ નથી કે, જે વ્યક્તિ સાથે મારી મિત્રતા હોય તે દરેક વ્યક્તિ સાથે મારું અફેર ચાલુ થઈ જાય. સુસ્મિતા સેને કહ્યું કે રિલેશનશિપમાં આવવું ખૂબ જ મોટી વાત છે અને એક દિવસ હું પણ રિલેશનશિપમાં આવીશ તે દિવસે તમને બધાને તે ખાસ વ્યક્તિ વિશે જણાવીશ. તેમને કહ્યું કે લોકોને અનુમાન લગાવવા નો અવસર નહી આપુ.
તમે જણાવી દઈએ કે, પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમે પીટીઆઈ નાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે અફવાઓથી પરેશાન થઈ ગયા છે મેં આઈ પી એલ થી એક વર્ષનો બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. કારણકે હું મારા બંને પુત્રો ને ટાઈમ આપવા માંગું છું. ક્રિકેટર વસીમ અક્રમે એ પણ કહ્યું હતું કે, તેમના પુત્ર મોટા થઈ રહ્યા છે અને તેમને પિતા ની જરૂર છે. આ સમયમાં હું મારું બધું ફોકસ બાળકો સાથે સમય પસાર કરવા માંગુ છું. તેમણે કહ્યું કે મારે બીજી વખત લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી.
તમને જણાવી દઈએ કે, વસીમ અકરમની પત્ની હુમા નું વર્ષ ૨૦૦૯માં નિધન થઈ ગયું હતું. ત્યારબાદ દરેક લોકોને લાગતું હતું કે, સુસ્મિતા સેન સાથે વસીમ અક્રમ બીજા લગ્ન કરશે. પરંતુ એવું થયું નહીં. સુસ્મિતા સેન થી અલગ થયા પછી વસિમ અક્રમે ૨૦૧૩માં શનાયરા થોમસન સાથે લગ્ન કરી લીધા. તેમજ સુસ્મિતા સેન મોડલ રોહમાન શોલ સાથે રિલેશનશિપમાં છે.