પાકિસ્તાનનાં આ દિગ્ગજ ક્રિકેટ ખેલાડી સાથે થવાનાં હતા રેખાનાં લગ્ન ! જાણો હકીકત

બોલીવુડ અભિનેત્રી રેખા સાથે જોડાયેલા અનેક રહસ્ય છે, જેમના વિશે આજે પણ લોકોની અડધી જાણકારી છે. ઈન્ડસ્ટ્રીઝમાં રેખાને તેમની કોન્ટ્રોવર્શિયલ લવ લાઈફ વિશે જાણવામાં આવે છે, ક્યારેક તેમનું નામ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું હતું, તો ક્યારેક અક્ષય કુમાર સાથે. આશ્ચર્યની વાત તો એ છે કે રેખાનું નામ માત્ર બોલીવુડનાં દિગ્ગજ અભિનેતાઓ સાથે નહીં, પરંતુ રેખાની લીંકઅપનાં ચર્ચાઓ પાકિસ્તાનનાં પુર્વ ક્રિકેટ ખેલાડી અને વર્તમાનમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે પણ રહ્યા છે.
વાત તો ત્યાં સુધી થઈ હતી કે રેખા અને ઇમરાનખાન ખૂબ જ જલ્દી લગ્ન કરવાના હતા. બંનેનાં લગ્નનાં સમાચાર પણ છપાઈ ગયા હતા, પરંતુ બંનેના લગ્ન થયા નહીં અને બંને તે ખબર ઉપર પોતાની કોઇ પ્રતિક્રિયા આપી નહીં.
શું હતો મામલો?
વાત વર્ષ ૧૯૯૨થી છે, જ્યારે પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપ સિરીઝ વિજેતા બની હતી. તે દરમિયાન ટીમના કેપ્ટન ઇમરાન ખાન હતા. ઇમરાન ખાન દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગતા હતા. બોલીવુડની અનેક અભિનેત્રીઓએ ઇમરાન ખાને પસંદ કરતી હતી. ઇમરાન ખાનનું નામ તે સમય દરમિયાન અનેક મહિલાઓની સાથે જોડાયેલું હતું.
પરંતુ એક દિવસ તે સમયનાં ફેમસ ન્યુઝ પેપર “સ્ટાર” માં છપાયેલા રિપોર્ટ થી દરેકની આશ્ચર્ય થયું. સમાચાર હતા કે ઇમરાન ખાન અને રેખા ખૂબ જલ્દી લગ્ન કરવાના છે. સ્ટાર ન્યુઝ પેપરમાં પોતાની ખબરમાં ઇન્ડિયન ફિલ્મ જનરલ “મુવી” માં આ સમાચાર છપાયા હતા. આ ખબર આવતાની સાથે પૂરી બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં હડકંપ મચી ગયો હતો, પરંતુ રેખાએ ક્યારે આ સમાચાર પર પોતાની કોમેન્ટ આપી નથી.
રેખાની માતાને પણ પસંદ હતા ઇમરાન
રિપોર્ટ નું માનીએ તો રેખાની માતાની પણ ઇમરાન ખાન ખૂબ જ પસંદ હતા અને રેખાની સાથે તેમના સંબંધને તેમણે સંમતિ આપી હતી. આ ખબર ત્યારે આવી હતી જ્યારે કોઈ અવસર ઉપર ઇમરાન ખાન અને રેખા મુંબઈનાં એક સી બીચ પર જોવા મળ્યા હતા. ત્યાર બાદથી લોકોએ તે વાત કરવાની ચાલુ કરી હતી કે રેખા અને ઇમરાન ખાનનું અફેર ચાલી રહ્યું છે.
સ્ટાર સમાચારનાં રિપોર્ટમાં આ વાત પણ કહેવામાં આવે છે કે રેખાની માતાને જ્યોતિષ સાથે પણ રેખા અને ઈમરાન ખાનના સંબંધ વિશે વાતચીત કરી હતી અને તે કોઇપણ કિંમત ઉપર ઇમરાન ખાનને પોતાનો જમાઈ બનાવવા તૈયાર હતી.
ઈમરાન ખાનનાં અનેક એક્ટ્રેસ સાથે હતા સંબંધ
તમને જણાવી દઈએ તો ઇમરાન ખાનનું નામ બોલીવુડ અભિનેત્રી ઝીનત અમાન અને શબાના આઝમી સાથે પણ જોડવામાં આવ્યું છે. પરંતુ અભિનેત્રી સાથે પોતાના સંબંધોને લઈને ઈમરાન ખાનનું એક નિવેદન પણ સ્ટાર સમાચારમાં છપાયા હતા, જે રેખા સાથે લગ્ન કરવાની વાત ઉપર પ્રશ્ન ચિન્હ લગાવી રહ્યું હતું. એક જુના મીડિયા ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કહ્યું હતું કે હું થોડાક સમય માટે અભિનેત્રીઓનો સાથ પસંદ કરું છું, પરંતુ હું તેમની સાથે લગ્ન ક્યારેય નથી કરી શકતો.
તમને જણાવી દઈએ તો ઇમરાન ખાને અત્યાર સુધી ત્રણ લગ્ન કર્યા છે અને રેખા પોતાના પહેલા લગ્ન તૂટ્યા પછી હજુ પણ સિંગલ છે આજે પણ રેખા નું નામ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે જોડવામાં આવે છે.