પહેલી પત્નીને છોડીને રાની મુખર્જીની પાછળ પડેલા હતા આદિત્ય ચોપડા, અઅ કારણથી કેમેરા સામે મોઢું સંતાડે છે

બોલીવુડનાં પસંદગીના કેટલાક નિર્દેશકો માંથી એક એવા આદિત્ય ચોપડા ૨૧ મે નાં રોજ પોતાનો ૫૦મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આદિત્ય ચોપડાનો જન્મ ૨૧ મે, ૧૯૭૧નાં રોજ માયાનગરી મુંબઈમાં થયો હતો. આદિત્ય હિન્દી સિનેમાના સૌથી મોટા દિગ્દર્શક યશ ચોપરાના મોટા પુત્ર છે. આદિત્ય મુંબઈની એચઆર કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તેના પછી તેમણે ફિલ્મના દિગ્દર્શનમાં પગ મૂક્યો અને પોતાની પ્રતિભાને સારી રીતે બતાવી. આદિત્ય હંમેશા તેમની ફિલ્મમાં કંઈક નવું કરે છે. આટલા સફળ થયા પછી પણ આવી તે હંમેશા લાઈમ લાઈટથી દુર રહે છે અને કેમેરાથી પણ દુર રહે છે.
આદિત્ય ચોપડા લાઈમ લાઈટથી દુર રહેવાનું કારણ એ છે કે તેમણે એક ગંભીર બીમારી છે. આ રીતે પોતાની વાતો અને વિચારોને પોતાની ફિલ્મો થી દુનિયાની સામે રાખે છે. આદિત્ય ૧૮ વર્ષના થયા પછી જ તેમના પિતા સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર રીતે કામ કરવાનું ચાલુ કર્યું હતું. માત્ર ૨૧૩ વર્ષની ઉંમરમાં તેમણે શાહરુખ ખાન અને કાજોલની આઇકોનિક ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે દિગ્દર્શિત કરી હતી. આદિત્ય તેમના પિતા યશ ચોપરા સાથે શ્રીદેવી, રિશી કપૂર, વિનોદ ખન્ના ની ચાંદની અને જેકી શ્રોફ અમૃતા સિંહ અને જુહી ચાવલા ની ફિલ્મ “આઇના” માં કામ કર્યું હતું.
આટલી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા પછી પણ કેમેરાની સામે ન આવવાનું કારણ એક રસપ્રદ છે. એક એવું કારણ જેને જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો. આ કારણને લીધે તે ક્યારેય કોઈપણ ઈન્ટરવ્યૂ અને પ્રેસ કોન્ફરન્સ નો ભાગ બનતા નથી. ખબરોનું માનીએ તો આદિત્યને એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોગ સાથે લડતાં દર્દીની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ક્યારેય પણ ભીડ નો સામનો કરી શકતા નથી. આ કારણોસર આદિત્ય પણ કેમેરા અને મીડિયાને જોતા જ ત્યાંથી નીકળી જાય છે.
આદિત્ય ચોપડાનાં અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો તે ખૂબ જ વાતોડિયા છે. તે પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે કલાકો સુધી વાતો કરતા રહે છે. આ સાથે બોલીવુડમાં આદિત્ય અને રાની મુખર્જીનું અફેર પણ ઘણું સાંભળવા મળ્યું હતું. આ બંને ક્યારેય તેના સંબંધની પૃષ્ટિ કરી નથી. આ અંગે એવા સમાચાર પણ આવતા હતા કે આદિત્ય એ રાની માટે પોતાનું ઘર છોડી દીધું હતું.
આદિત્ય જ્યારે રાની મુખરજીનાં પ્રેમમાં હતા ત્યારે તે પહેલાથી લગ્ન કરી ચૂક્યા હતા. તે સમયે તે પિતા યશ ચોપડા તેમના પરિવાર અને પત્ની પાયલ સાથે મુંબઈમાં રહેતા હતા. તે સમયે ખબરો આવી હતી કે યશ ચોપરાએ રાણી સાથે આદિત્યની નિકટતા પસંદ ન હતી. યશ ચોપડા એવું ક્યારેય ઇચ્છતા ન હતા કે આદિત્ય પોતાની પત્ની પાયલને છૂટાછેડા આપે. આ વાત ઉપર ગુસ્સે થઈ આદિત્ય પોતાનું ઘર છોડ્યું હતું અને તે હોટલમાં રહેવા લાગ્યા હતા. ત્યારબાદ યશ ચોપરાએ પુત્રની જીદ સામે હાર માનવી પડી હતી. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી ૨૦૧૪ માં ઈટલી માં આદિત્ય અને રાનીનાં લગ્ન થયા. આ બંનેની પૂત્રી આદીરા પણ છે.
આદિત્ય ચોપરાને કવિતાઓ લખવાનો પણ ખૂબ જ શોખ છે. ફિલ્મ DDJL માં કાજલ બોલી હતી “એસા પહેલી બાર હુઆ હૈ ૧૭-૧૮ સાલો મેં” તે તેમણે લખી હતી. તે સિવાય ફિલ્મ જબ તક હૈ જાન માં ઉપયોગ થયેલી કવિતા “તેરી આંખો કી નમકીન મસ્તીયા” માં પણ આદિત્ય ચોપડા દ્વારા લખેલી છે.